રક્ષાબંધનના દિવસે આ મુહૂર્તમાં બાંધો રાખડી, ભદ્રા-પંચકનું ન લેશો ટેન્શન
- આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રા અને પંચકની છાયાને કારણે લોકોમાં રાખડી બાંધવાના શુભ મુહૂર્તને લઈને અસમંજસ પ્રવર્તી રહી છે. હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર રક્ષાબંધન માટે ભદ્રાનો સમય અશુભ માનવામાં આવે છે
HD ન્યુઝ ડેસ્કઃ રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ આવે છે. આ વર્ષે રક્ષાબંધન 19 ઓગસ્ટ 2024, સોમવારના રોજ છે. ખાસ વાત એ છે કે શ્રાવણ મહિનાનો સોમવાર પણ છે. તેથી ભોલેબાબાની કૃપા પણ મળશે. જો કે, આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રા અને પંચકની છાયાને કારણે લોકોમાં રાખડી બાંધવાના શુભ મુહૂર્તને લઈને અસમંજસ પ્રવર્તી રહી છે. હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર રક્ષાબંધન માટે ભદ્રાનો સમય અશુભ માનવામાં આવે છે. ભદ્રામાં કોઈપણ શુભ કાર્ય થઈ શકતા નથી ભદ્રા શુભ ન હોવાથી તે પુર્ણ થયા બાદ જ રક્ષાબંધન ઉજવવી જોઈએ.
આ વર્ષે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો ભદ્રાના કારણે કોઈ મુહૂર્ત ન મળે ત્યારે પ્રદોષ કાળમાં જે તે કામ કરવું જોઈએ. પ્રદોષ કાળનો સમય રક્ષાબંધન માટે પણ શુભ માનવામાં આવે છે.
રક્ષાબંધન અનુષ્ઠાનનો સમય
- બપોરે 1:30 થી રાતે 09:07 સુધી
સમયગાળો – 7.37 કલાક
રક્ષાબંધન માટે બપોરનું મુહૂર્ત
- બપોરે 1:42 થી સાંજે 4:19 વાગ્યા સુધી
સમયગાળો 2.37 કલાક - રક્ષાબંધન માટે પ્રદોષ કાળનું મુહૂર્ત સાંજે 6:55 થી 9:07 સુધી
સમયગાળો 2.11 કલાક - રક્ષાબંધન ભદ્રાની શરૂઆત અને અંત
સવારે 5:52થી બપોરે 1:32 સુધી
પંચક સમય સાંજે 7:00 વાગ્યાથી સવારે 5.52 સુધી (20 ઓગસ્ટ)
- રક્ષાબંધન ભદ્રા પૂછ
સવારે 9:51થી સવારે 10:53 સુધી - રક્ષાબંધન ભદ્રા મુખ
સવારે 10:53 થી બપોરે 12:37 સુધી
પૂર્ણિમા તિથિ ક્યારે અને કેટલો સમય
પૂર્ણિમા તિથિ 19મી ઓગસ્ટ 2024ના રોજ સવારે 03:04 વાગ્યે શરૂ થશે અને 19મી ઓગસ્ટે રાત્રે 11:55 વાગ્યે સમાપ્ત થશે.
રક્ષાબંધનના દિવસે આ ચોઘડિયામાં રાખડી બાંધો
- અમૃત (શ્રેષ્ઠ)
સવારે 5:52 થી 07:30 સુધી - શુભ (ઉત્તમ)
સવારે 9:08 થી સવારે 10:46 - લાભ (ઉન્નતિ)
બપોરે 03:40 થી 05:17 સુધી - અમૃત (સર્વોત્તમ)
સાંજે 5:17થી 6:55 સુધી
આ પણ વાંચોઃ રક્ષાબંધન પર લાડલી બહેનને શું આપશો? આ રહી 7 બજેટ ફ્રેન્ડલી ગિફ્ટ