ટ્રેન્ડિંગધર્મ

મકરસંક્રાંતિના દિવસે આ ચાર રાશિઓને ભાગ્યનો સાથ, મળશે શુભ પરિણામ

  • મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ધનુરાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશતાની સાથે જ કમૂર્તા સમાપ્ત થાય છે

HD ન્યુઝ ડેસ્કઃ મકરસંક્રાંતિનો તહેવાર સનાતન ધર્મમાં મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ધનુરાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશતાની સાથે જ કમૂર્તા સમાપ્ત થાય છે અને શુભ કાર્યોની શરૂઆત થાય છે. મકર રાશિનો સ્વામી શનિ છે. સૂર્ય અને શનિ વચ્ચે પિતા-પુત્રનો સંબંધ છે. આવી સ્થિતિમાં સૂર્યનું મકર રાશિમાં સંક્રમણ પિતા-પુત્રના મિલન તરીકે પણ જોવા મળી રહ્યું છે. મકરસંક્રાંતિના દિવસે સૂર્યનું મકર રાશિમાં સંક્રમણ મેષથી મીન સુધીની રાશિઓને અસર કરશે. મકરસંક્રાંતિનો દિવસ કેટલીક રાશિઓ માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે.

મેષ (અ,લ,ઈ)

મેષ રાશિના જાતકો માટે ભૌતિક સંપત્તિમાં વધારો થશે. જમીન, મકાન અને વાહન ખરીદવાની પ્રબળ તકો રહેશે. તમને તમારા જીવનસાથીનો સાથ મળશે. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે. સંતાન તરફથી સહયોગ મળશે. શુભ પરિણામ વધારવા માટે લાલ વસ્તુને નજીકમાં રાખવી શુભ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)

વૃષભ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે. તમારી હિંમત રંગ લાવશે. નોકરીમાં કામ કરતા લોકોને પ્રમોશન મળવાની સંભાવના છે. વેપારીઓના વ્યવસાયમાં વિસ્તરણ થઈ શકે છે. લવ લાઈફ સારી રહેશે. તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે. આ દિવસે તમારી પાસે લીલી વસ્તુઓ રાખવી તમારા માટે શુભ રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)

કર્ક રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે. એટલું જ નહીં, તમે સ્ટારની જેમ ચમકશો. ઉત્સાહી અને તેજસ્વી રહી શકશો. સ્વાસ્થ્યમાં સુધારો થશે. શત્રુઓ પર વિજય મેળવશો. તમને જ્ઞાનની પ્રાપ્તિ થશે. જૂના રોગોથી રાહત મળશે. પ્રેમ અને સંતાન તરફથી સહયોગ મળશે. વેપાર પણ સારો રહેશે. તમારી પાસે લાલ રંગની વસ્તુ રાખવી તમારા માટે શુભ રહેશે.

મકરસંક્રાંતિના દિવસે આ ચાર રાશિઓને મળશે ભાગ્યનો સાથ, મળશે શુભ પરિણામ hum dekhenge news

મકર (ખ,જ)

મકર રાશિના લોકોની નોકરીની સ્થિતિ ઘણી સારી રહેશે. નોકરીમાં ઉન્નતિ કે પ્રમોશનની તકો છે. કેટલાક લોકોની આવકમાં વધારો થઈ શકે છે. સ્વાસ્થ્ય પહેલા કરતા ઘણું સારું રહેશે. જીવનસાથી સાથે આનંદમય સમય પસાર કરી શકશો. વેપારની સ્થિતિ મજબૂત રહેશે. શનિદેવની પૂજા-અર્ચના કરવી શુભ રહેશે.

આ પણ વાંચોઃ માતા ગંગા લુપ્ત થવા જઈ રહી છે! ધરતી છોડવાનો સમય પણ આવી ગયો, શ્રીમદ્દેવી ભાગવત પુરાણમાં મોટો ઘટસ્ફોટ

આ પણ વાંચોઃ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવ્યા બાદ જરૂર કરો આ 3 કામ

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button