ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

દ્વારકાથી લઈને ડાકોર સુધી એક જ અવાજ…. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી

Text To Speech

HD ન્યૂઝ ડેસ્કઃ આજે 7 સપ્ટેમ્બર એટલે કે જન્માષ્ટમી છે. દેશના ખુણે ખુણે આજે ધુમધામથી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં 2 એવા સ્થળ જે કૃષ્ણને સૌથી પ્રિય છે એટલે કે દ્વારકા અને ડાકોર. આજે આ બંને સ્થળ પર આહલાદક દ્રશ્ય સર્જાયા છે. આજે દેશ ભરમાંથી દ્રારકાના રાજાધીરાજ અને ડાકોરના રણછોડરાયના દર્શન કરવા માટે લોકો આવી રહ્યા છે.

યાત્રિકોની ભીડ ઉમટીઃ દ્વારકામાં જન્માષ્ટમી પર્વને લઇ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો યાત્રિકો દ્વારકામાં આવી પહોંચ્યા છે દ્વારકામાં યાત્રિકોની ભીડ ઉમટી રહ્યા ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવને લઈ યાત્રિકો ઉત્સાહિત બન્યા છે. દ્વારકામાં ગોમતીઘાટ સહિતના કિનારે બહોળી સંખ્યામાં યાત્રિકો જોવા મળી રહ્યા છે પવિત્ર ગોમતીમાં સ્નાન કરી ભક્તો પોતાને નજાણ્યે થયેલ પાપોને ધોઈ રહ્યા છે.

જન્માષ્ટમી પર્વની તૈયારીઓઃ ડાકોરમાં લગભગ 1 મહિના પહેલા જ જન્માષ્ટમી પર્વની તૈયારીઓ શરુ થઈ જાઈ છે. ભગવાન રણછોડરાયને કેવા અને ક્યા રંગના વાઘા પહેરાવામાં આવશે તેની તૈયારીમાં સૌ કોઈ લાગી જાય છે. ભગવાનને આજે વિવીધ જાત ભાતના વ્યજંન જમાડવામાં આવશે. અને રાત્રે 12 વાગ્યે ડાકોરમાં ભગવાનના જન્મ સમયે  ડાકોરનું વાતાવરણ ભક્તિમય થઈ જશે.

શામળાજી વાસીઓમાં અનેરો થનગનાટઃ યાત્રાધામ શામળાજી ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવા મંદિર ટ્રસ્ટ અને ગામના યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે. જગતના નાથના જન્મોત્સવને વધાવવા શામળાજી વાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા ભક્તો સહિત ગામના યુવાનોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ આજે જન્માષ્ટમી, આ શુભ મુહૂર્તમાં થશે ઠાકોરજીની પૂજા, જાણો રીત અને ઉપાય

Back to top button