રાજકોટમાં જનમાષ્ટમીના દિવસે જ પરિવાર વિખેરાયો, બાઇક અને છકડા વચ્ચે અકસ્માતમાં 5ના મોત


જન્માષ્ટમીના દિવસે જ રાજકોટમાંથી મોટા અકસ્માતની ઘટના સામે આવી છે આજનો દિવસ કેટલાક પરિવાર માટે દુઃખદ બન્યો છે. રાજકોટના સરધારથી ભૂપગઢ રોડ પર ત્રણ બાઈક અને એક રીક્ષા વચ્ચે અકસ્માત થયો હતો.જેમાં 5 લોકોના મોત નીપજ્યા છે. આ તમામ મૃતકો લીલાસાંજડીયાળી ગામના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજકોટમાં ત્રિપલ અકસ્માતમાં પાંચ લોકોના મોત
જન્માષ્ટમીને લઈ રાજકોટ સહિત ગુજરાત ભરમાં ઉજવણીનો માહોલ છે. ત્યારે આ બધાની વચ્ચે રાજકોટથી એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના સરધાર પાસે ભૂપગઢ રોડ પર લીલીસાજળીયાળી ગામે આજે ભયંકર અકસ્માતની ઘટના બની હતી. જેમાં એક છકડો રીક્ષાએ પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલક સહિત પાંચના મોત થયા છે.
5 લોકોના મોતને પગલે પંથકમાં શોકનો માહોલ
આ ત્રણ ખેતમજૂરો અને બે સ્થાનિકોના મોત થયા છે. એક સાથે 5 લોકોના મોતને પગલે પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.તમામ મૃતકો લીલાસાંજડીયાળી ગામના રહેવાસી છે.ઘટનાની જાણ થતા આજી ડેમ પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.
આ પણ વાંચો : રાજકોટ : સાળંગપુરના પડઘા જન્માષ્ટમીની શોભાયાત્રામાં પડ્યા, ધર્મ સભામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓની ગેરહાજરી