ગાંધીનગર : 35 હજાર લોકોએ ભેગા મળીને ‘અર્ધનારીશ્વર’ પ્રતિકૃતિ બનાવી
નવરાત્રિની ઉજવણીમાં ગુજરાતી સહેજ પણ પાછા પડે તેમ નથી. સોમવારે ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં અષ્ટમીએ મહાઆરતીમાં શિવ અને શક્તિના સમન્વયના સુંદર સ્વરૂપ અર્ધનારીશ્વરના અલૌકિક દર્શન કરાવવમાં આવ્યા હતા.
આ પણ વાંચો : સુરત :ઉમિયાધામ અષ્ટમી પર 30 હજાર દીવડાની મહાઆરતીમાં ઝગમગી ઉઠ્યું, જુઓ વિડીયો
શિવ અને શક્તિના સમન્વયનું સુંદર સ્વરૂપ એટલે અર્ધનારીશ્વર. આ અદભુત અને અલૌકિક દર્શન ! ગાંધીનગરના કલ્ચરલ ફોરમના ગરબામાં થયા હતા. દર વર્ષે અહીં અષ્ટમી પર વિશેષ આયોજન કરવામાં આવતું રહેતું હોય છે. જેમાં આ વર્ષે 35,000 લોકોએ સાથે મળીને મહાઆરતી કરી સૌને મહાઆરતી પછી મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.
પરમ પૂજ્ય ગુરુમા સમાનંદ સરસ્વતીજી, ગાંધીનગરના મેયર હિતેશભાઈ મકવાણા, વરિષ્ઠ અધિકારીઓ મમતા વર્મા, સંજીવકુમાર, રેમ્યા મોહનની ઉપસ્થિતિમાં મહાઆરતીનું દિવ્ય અને ભવ્ય આયોજન થયું હતું.
આ પણ વાંચો : નોરતાના છેલ્લાં દિવસે દેવી સિદ્ધિદાત્રીની કરો આરાધના અને મેળવો માતાનો આશીર્વાદ !
અર્ધનારીશ્વરના દર્શન
ઈશ્વરનું આ સ્વરૂપ સમગ્ર વિશ્વને સાયુજ્યની શીખ આપે છે. સૃષ્ટિનું કોઈ પણ વ્યક્તિત્વ કે અસ્તિત્વ સ્વતંત્ર નથી. એકમેક સાથે તાણાવાણાથી ગુથાયેલું આ સચરાચર જગત સૃષ્ટિટર્તાનું સુંદર સર્જન છે. હું, તમે, આપણે સૌ આ સુંદર સૃષ્ટિનો એક ભાગ હોવાનો આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ.