ગુજરાતટ્રેન્ડિંગ

ચાઈનીઝ દોરી મુદ્દે હાઈકોર્ટે સરકારને આપ્યા આદેશ, વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શનનો કાયદો લાગુ કરો

ચાઈનીઝ દોરી અંગે આજે હાઈકોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારે બીજીવાર સોગંદનામું રજૂ કર્યું હતું. રાજ્ય સરકારના સોગંદનામાથી અસંતોષ લાગતાં ગુજરાત સરકારની બરાબર ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે રાજ્ય સરકારને ચાઈનીઝ દોરીથી થતી દુર્ઘટનાને રોકવા નિર્દેશ કર્યા છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને કડક શબ્દોમાં ચાઈનીઝ દોરીના વેચાણ અંગે આદેશ આપ્યા છે.

કોર્ટે શુ કહ્યું ?

ચાઈનીઝ દોરીના વેચાણ અંગે આજે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારને કહ્યું હતું કે, અમને તમારા કામ પર શંકા નથી પરંતુ તમારી કામ કરવાની રીતની વાત કરી રહ્યાં છીએ. અત્યાર સુધી માત્ર IPC 188 એક્ટ હેઠળ જ કાર્યવાહી થાય છે. ત્યારે હાઈકોર્ટે ચાઈનીઝ દોરી વેચનારા લોકો સામે રાજ્ય સરકારને વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શનનો કાયદો લાગુ કરવા કહ્યુ છે. તેમજ ગેરકાયદે વેચાણ અંગે હેલ્પલાઈન નંબર જાહેર કરવા અને લોકજાગૃતિ અંગે પ્રયાસ કરવા સુચન આપ્યુ છે.

ગુજરાત હાઈકોર્ટ -humdekhengenews

લોકજાગૃતિ લાવવા પ્રયાસ કરવા સુચન

હાઈકોર્ટે રાજ્ય સરકારને ચાઈનીઝ દોરીના વેચાણને અટકાવવા માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવા કહ્યું છે. જેથી કોઈ જગ્યાએ તેનું વેચાણ થતુ હોય તો તે અંગે લોકો સરકારને માહીતી આપી શકે, તેમજ લોકોમાં જાગૃતિ લાવવા માટે શહેરમાં LED પર જાગૃતિ સંદેશ આપવા, રિક્ષાઓ પર પોસ્ટર/સ્પીકર લગાવા, શાળા-કૉલેજોમાં જાગૃતતા માટે બેઠક યોજવા તેમજ ચેનલના માધ્યમથી લોકજાગૃતિના પ્રયત્ન કરવા સૂચન કર્યું છે. અને આમ વિવિધ પ્રયત્નો કરીને ચાઈનીઝ દોરી, નાયલોન દોરી અને કાચનો ઉપયોગ અટકાવા કહ્યું છે.

રાજ્ય સરકારે બીજી વાર સોગંદનામુ રજૂ કર્યું

ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાજ્ય સરકારે સોગંદનામુ રજૂ કર્યુ હતું. જેમાં હાઈકોર્ટને અસંતોષ જણાયો હતો. હાઈકોર્ટે રાજ્ય સરકારને ચાઈનીઝ દોરીની વેચાણ અંગે ફરીવાર સોંગંદનામું કરવા જણાવ્યું હતું. રાજ્ છે છતાંય રાજ્યમાંથી ચાઈનીઝ દોરીનું બેફામ પણે વેચાણ થઈ રહ્યું છે. પોલીસ પણ રોજે રોજ ચાઈનીઝ દોરીનો વેપાર કરનારા લોકો સામે કાર્યવાહી કરી રહી છે. છતા પણ કોઈ નક્કર પરિમામ જોવા મળ્યું નથી તેથી હાઈકોર્ટે રાજ્ય સરકારને આ મામલે હવે કેટલાક નિર્દેશો આપ્યા છે. અને તેનું કડકાઈથી પાલન કરવા જણાવ્યું છે.

આ પણ વાંચો : મેટ્રો શરૂ થયાના 3 મહિનામાં AMCને થઈ કરોડોની આવક, ઈસ્ટ-વેસ્ટ કોરિડોરથી સૌથી વધુ કમાણી

Back to top button