પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્વમાં 8 થી 10 લાખ પેકેજ છોડીને યુવકો કરે છે ટોયલેટ સાફ કરવાની સેવા
અમદાવાદના આંગણે ઉજવાય રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની અનેક એવી વાતો છે જે જાણવી જરૂરી છે. અમદાવાદના ભાદાજ અને ઓંગણજ સર્કલ પાસે ઉભું કરવામાં આવેલ પ્રમુખસ્વામી નગર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહી રોજના લાખો હરિભક્તો દર્શન કરવા આવે છે. તેમજ મોટી-મોટી નામી વ્યક્તિઓ પણ અહીરોજ અલગ-અલગ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહે છે.
આ મહોત્સવને સફળ બનવા માટે હજારો હરિભક્તો છેલ્લા બે-ત્રણ મહિનાઓ થી પોતાનું કામ છોડીને અહી સેવા આપી રહ્યા છે. નગરમાં સેવા મારે વિદેશથીપણ હરિભક્તો પોતાનું કામકાજ મુકીનેઅહી સેવાકાર્ય કરી રહ્યા છે.
આ પણ વાંચો : પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ : આજે અધ્યાત્મ અને આરોગ્ય દિનની ઉજવણી, જાણો સમગ્ર કાર્યક્રમ
ત્યારે સેવામાં એવા પણ હરિભક્તો છે કે જે મહીને કરોડોની કમાણી કરે છે. છતા પણ તેમનો બધો કારોબાર છોડી અહીં સેવા આપી રહ્યા છે. કરોડો રુપિયા કમાતા આ હરિભક્તો ટોયલેટ સાફ કરવાની સેવા કરે છે. અહી ટોયલેટ સફાઈની સેવા કરી રહ્યા આ હરિભક્તો સીએ અને મેનેજમેન્ટ જેવી ઉચ્ચ ડિગ્રી ધરાવી રહ્યા છે.
જો વાત કરીએ IIT ખડકપુરમાં ભણેલા યુવક કે જે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમજ નગરમાં આવેલ હરિભક્તોને અવગણના ન પદેતે માટે નગરમાં આશરે 240 જેટલા ટોયલેટ બ્લોક ઉભા કરવામાં આવ્યા છે. નગરમાં મહિલાઓ માટે પિંક અને પુરુષો માટે બ્લુ ટોયલેટ બનાવામાં આવ્યા છે. તેમજ સ્વચ્છતાને ધ્યાનમાં રાખી અહી દર એક કલાકે સાફ કરવામાં આવે છે. તેમજ ટોયલેટમાંથી દુર્ગંધ બહાર ન આવે તે માટે ટોયલેટની બહાર સુગંધિત ફૂલોનું પ્લાન્ટેળશન બનાવામાં આવ્યા છે. આવું મેનેજમેન્ટ જોઇને લોકો દંગ થઈ જાય છે. તેમજ તેની ચર્ચા ચારે તરફ થઈ રહી છે.
આ પણ વાંચો : કોરોનાના કેસ વધતાં શતાબ્દી મહોત્સવમાં વિદેશથી આવતાં નાગરિકો માટે જરૂરી સૂચના
અહી સેવા આપી રહેલા યશ પટેલ નામના યુવકની વાત કરીએ તો આ યુવક ટોયલેટની સાફ-સફાઈ વ્યવસ્થાની દેખરેખ કરી રહ્યા છે. તેમજ યશે વડોદરાની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. IIT ખડકપુરથી પીજી ડિપ્લો ઇન ટેકનોલોજીમાં અભ્યાસ કર્યો છે. વડોદરામાં અંદાજીત 8 થી 10 લાખ રુપિયાના પેકેજવાળી જોબ કરે છે.
યશ માટે પ્રમુખસ્વામી મહારાજ ભક્તોના રોલ મોડલ હતા. યશે પોતાના ઘરે ક્યારેય ટોયલેટ સાફ કર્યું નથી. પરંતુ બાપા નાનામાં નાનું કામ પણ જાતે કરતા હતા. અને તેથી મને આ કાર્ય કરવાની પ્રેરણા મળી છે. તેથી યશ પોતાની નોકરી છોડીને અહી સેવા માટે આવ્યા છે.
તમને જણાવી દઈ કે, સીએ નો અભ્યાસ કરતા શોભિત પટેલ પણ અહીં ટોયલેટ સાફ કરવાનું કામ કરે છે. તેમના માટે પણ કોઈ પણ કાર્ય નાનું નથી. શોભિતને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવા આપવાનો મોકો મળ્યો છે અને એ વાત મારા માટે ખૂબ જ મોટી છે. આવી જ રીતે ઘણા હરિભક્તો કોઈપણ પ્રકારના અભિમાન વગર નાનામાં નાનું કામ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં કરે છે.