ગુજરાત

નવરાત્રીના પાવન પર્વે શક્તિપીઠ પાવાગઢ પર ભક્તોનું ઘોડાપુર

  • મહાકાળી માતાજીના પ્રથમ નોરતે દર્શન માટે ભક્તોની ભીડ
  • માતાજીના મંદિર પ્રવેશ દ્વાર ફૂલથી સજાવવામાં આવ્યા
  • પાવાગઢ માતાજીનું મંદિર જય ઘોષના નાદથી ગુંજી ઉઠ્યું

નવરાત્રીના પાવન પર્વે શક્તિપીઠ પાવાગઢ પર ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. જેમાં મહાકાળી માતાજીના પ્રથમ નોરતે દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી છે. તેમજ માતાજીના મંદિર પ્રવેશ દ્વાર ફૂલથી સજાવવામાં આવ્યા છે. પાવાગઢમાં માતાજીનું મંદિર જય ઘોષના નાદથી ગુંજી ઉઠ્યું છે.

આ પણ વાંચો: ગુજરાત: સોશિયલ મીડિયામાં બીભત્સ શબ્દો બોલનાર કિર્તી પટેલ ફરી વિવાદોમાં ફસાઇ 

રાત્રીથી દર્શનાર્થીઓ જ્યાં જગ્યા મળી ત્યાં ગોઠવાઈ ગયા

નવરાત્રીના પાવન પર્વે શક્તિપીઠ પાવાગઢ ખાતે બિરાજમાન મહાકાળી માતાજીના પ્રથમ નોરતે મંગળા આરતીના દર્શન કરવા ભક્તો ઉમટ્યા છે. જેમાં પ્રથમ નોરતે માતાજીના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું છે. પ્રથમ નોરતે માતાજીના મંદિર પ્રવેશ દ્વાર ફૂલથી સજાવવામાં આવ્યા છે. રાત્રીથી દર્શનાર્થીઓ જ્યાં જગ્યા મળી ત્યાં ગોઠવાઈ ગયા હતા. વહેલી સવારે 4 વાગે નિજ મંદિરના દ્વાર ખુલતા પાવાગઢ માતાજીના જય ઘોષના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું છે. જ્યાં જોવો ત્યાં માઇ ભક્તો જ દેખાઇ રહ્યાં છે.

આ પણ વાંચો: ગુજરાતમાં સિઝનની શરૂઆતમાં સિંગતેલના ભાવમાં ઘટાડો થતો રહેશે, જાણો કેમ 

પાવાગઢ ડુંગર અને તળાવ ફરતે ભક્તોનો ઘસારો જોવા મળ્યો

પાવાગઢ ડુંગર અને તળાવ ફરતે ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે. નવરાત્રી પર્વને લઈ માઇ ભક્તો પૂર્વ રાત્રિથી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરનો નિજદ્વાર રાત્રીના સાડા ત્રણ કલાકે માતાજી દર્શન માટે ખુલ્લો મૂકતા ભક્તો દ્વારા માતાજીનો જયઘોષ થતા મંદિર પરિષદ ગુંજી ઉઠ્યું હતું. ભાવિક ભક્તોની સુરક્ષા અને સલામતીના ભાગ રૂપે પાવાગઢ તળેટીથી લઈને નિજ મંદિર પરિષદ સુધી 700, ઉપરાંત પોલીસ કર્મીઓ ખડે પગે ફરજ બજાવે છે. આ ઉપરાંત તળેટીથી લઈ નીજ મંદિર સુધી 70, ઉપરાંત સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેને લઇ યાત્રિકો પર સતત બાજ નજર રાખવામાં રાખવામાં આવી રહી છે. જયારે યાત્રિકોને તળેટીથી માંચી સુધી આવવા જવા માટે એસ.ટી. વિભાગ દ્વારા પચાસ ઉપરાંત એસટી બસો 24 કલાક દરમિયાન ચલાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં નવરાત્રી પર્વનો આજથી પ્રારંભ, જાણો આરોગ્ય વિભાગે શું આપી ચેતવણી 

એસટી બસો 24 કલાક દરમિયાન ચલાવવામાં આવી રહી છે

આ યાત્રાધામ ખાતે માતાજીના ભક્તો વર્ષ દરમ્યાન લાખોની સંખ્યામાં આવતા હોય છે. તેમાં પણ ખાસ કરીને ચૈત્રી નવરાત્રી, આસો નવરાત્રી, તેમજ આઠમ, પૂનમનું અનેરું મહત્વ હોય છે તે ઉપરાંત શનિવાર, રવિવાર અને જાહેર રજાના દિવસોમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. પાવાગઢનો વિકાસ અને મંદિર પરિસદનું નિર્માણ થયા પછી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઐતિહાસિક ધ્વજ રોહણ બાદ યાત્રીઓનો ઘસારો વધ્યો છે. તેમાં પણ આજથી શરુ થયેલી આસો નવરાત્રીના પ્રથમ નોરતે માતાજીના દર્શનાર્થે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

Back to top button