ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

સુનીતા વિલિયમ્સની વાપસી પર ડોનાલ્ડ ટ્રમ્પે ખુશી વ્યક્ત કરતા કહ્યું- જો વાદા કિયા વો નિભાયા

Text To Speech

ફ્લોરિડા, 19 માર્ચ 2025: અમેરિકી એસ્ટ્રોનોટ સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરની 9 મહિના બાદ અંતરિક્ષમાંથી ધરતી પર વાપસી થઈ છે. બંને સ્પેસએક્સની ડ્રેગન કેપ્સૂલ દ્વારા ધરતી પર પરત ફર્યા છે. સુનીતાની ધરતી પર વાપસીનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. હવે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું છે.

રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે અમેરિકી મીડિયા સામે આવીને કહ્યું કે, જ્યારે હું ઓફિસમાં આવ્યો તો મેં એલોન મસ્કને કહ્યું કે, આપણે તેમને (સુનીતા અને બૂચ વિલ્મોર)ને પાછા લાવવા જોઈએ. બાઈડેને તેમને છોડી દીધા છે. તેમણે ત્યાગ કર્યો છે. હવે તેઓ પાછા આવી ગયા છે. તેમને સારુ થઈ જશે તેઓ ઓવલ ઓફિસમાં આવશે.


આ અગાઉ વ્હાઈટ હાઉસે એક્સ પર લખ્યું હતું કે જે વચન આપ્યું હતું તેને નિભાવ્યું છે. રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે 9 મહિનાથી અંતરિક્ષમાં ફસાયેલા અંતરિક્ષ યાત્રીઓને બચાવવાનો વાયદો કર્યો હતો. આજે તેમની સુરક્ષિત રીતે ધરતી પર લેન્ડીંગ થયું છે. એલોન મસ્ક સ્પેસએક્સ અને નાસાનો આભાર વ્યક્ત કર્યો.

સુનિતાના ચહેરા પર સ્મિત હતું.

સુનિતા અમેરિકન અવકાશ એજન્સી નાસાના અવકાશયાત્રી છે. જ્યારે સુનિતા વિલિયમ્સ ડ્રેગન કેપ્સ્યુલમાંથી બહાર આવ્યા ત્યારે તેમના ચહેરા પર સ્મિત હતું. તેમણે લોકોનું અભિવાદન કર્યું. પૂર્વ-આયોજિત સમયપત્રક મુજબ, સુનિતાનું અવકાશયાન સવારે 3.27 વાગ્યે ફ્લોરિડા કિનારે ઉતર્યું. સુનિતાના પાછા ફર્યા પછી, ભારતમાં મધ્યરાત્રિએ જ ઉજવણી શરૂ થઈ ગઈ હતી. સુનિતાના વતન મહેસાણામાં સૌથી વધુ ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. લોકો ગરબા નૃત્ય કરવા લાગ્યા હતા. ગામમાં દિવાળી જેવું વાતાવરણ હતું.

આ પણ વાંચો: સમુદ્રમાં લેન્ડ કરતા જ સુનીતા વિલિયમ્સનું હજારો માછલીઓએ કર્યું ઉમળકાભેર સ્વાગત, જુઓ અદ્ભૂત વીડિયો

Back to top button