ધર્મ

પિતૃ પક્ષના છેલ્લાં બે દિવસ ચૌદશ અને અમાસ ખાસ કેમ?

Text To Speech

પિતૃ પક્ષના અંતિમ બે દિવસ ખાસ હોય છે. કેમ કે ચૌદશ તિથિએ તે લોકોનું શ્રાદ્ધ થાય છે જેમનું મૃત્યુ કોઈ દુર્ઘટના, ઝેર પીને, હથિયારથી, પાણીમાં ડૂબવાથી અથવા આત્મહત્યા કરવાથી થયું હોય. તે બધા જ પિતૃઓનું શ્રાદ્ધ અમાસ તિથિએ કરવામાં આવે છે. જેને સર્વપિતૃ મોક્ષ અમાસ પણ કહેવામાં આવે છે. જેમાં 24 તારીખ, શનિવારે ચૌદશ અને 25 સપ્ટેમ્બર, રવિવારે સર્વપિતૃ અમાસનું શ્રાદ્ધ છે.

પિતૃપક્ષની ચૌદશ અને અમાસ ખાસ કેમ?
જ્યોતિષ શાસ્ત્રીઓના જણાવ્યા પ્રમાણે મૃત્યુનું કોઈ ખાસ કારણ છે તો શ્રાદ્ધ પક્ષની નોમ, બારસ અને ચૌદશ તિથિએ શ્રાદ્ધ કરી શકાય છે. જેથી પિતૃઓ માટે શ્રદ્ધા અને કૃતજ્ઞતા વ્યક્ત કરી શકાય. જોકે, જે તિથિમાં પૂર્વજનું મૃત્યુ થાય છે તે તિથિએ તેમનું શ્રાદ્ધ કરવામાં આવે છે પરંતુ ખાસ કારણમાં મૃત્યુ તિથિ નહીં પરંતુ તેનું કારણ મોટું માનવામાં આવે છે. સાથે જ શ્રાદ્ધ પક્ષની ચૌદશ અને અમાસ તિથિ પણ ખૂબ જ ખાસ હોય છે. આથી કોઈ દુર્ઘટનામાં કે આપઘાતથી મૃત્યુ પામેલા પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે તેમજ આવતી કાલને રોજ અમાસ જેમાં સર્વ પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે.

24 સપ્ટેમ્બર, ચૌદશનું શ્રાદ્ધ
આ દિવસે ચૌદશનું શ્રાદ્ધ કરવામાં આવશે. આ તિથિએ તે લોકોનું શ્રાદ્ધ કરવામાં આવે છે જેમનું મૃત્યુ કોઈ હથિયારથી, ઝેર ખાવાથી અથવા દુર્ઘટનામાં થયું હોય. આત્મહત્યા કરનાર લોકોનું શ્રાદ્ધ પણ આ તિથિએ કરવાનું વિધાન છે.

25 સપ્ટેમ્બરે, અમાસ
આ દિવસે અમાસ રહેશે. આ પિતૃ પક્ષનો છેલ્લો દિવસ રહેશે. તેને સર્વપિતૃ મોક્ષ અમાસ કહેવામાં આવે છે. આ તિથિએ તે બધા લોકોનું શ્રાદ્ધ કરવામાં આવી શકે છે, જેમનું શ્રાદ્ધ કોઈ કારણોથી પિતૃ પક્ષમાં કરવાનું ભૂલી ગયા હોય અથવા જે લોકોની મૃત્યુ તિથિ જાણ ન હોય. આ તિથિએ કરવામાં આવતા શ્રાદ્ધથી બધા પિતૃઓ સંતુષ્ટ થઈ જાય છે.

આ પણ વાંચો: 24 સપ્ટેમ્બરે શુક્રનો કન્યા રાશિમાં પ્રવેશ: વૃષભ, મિથુન, કન્યા સહિત 6 રાશિના જાતકોને લાભ

Back to top button