ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

UPSC ચેરમેનના રાજીનામા પર કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું: NTAના ચીફ કેમ બાકી છે?

  • UPSCમાં ચાલી રહેલા વિવાદને જોતા મનોજ સોનીને હાંકી કાઢવામાં આવશે તેવું સ્પષ્ટ લાગી રહ્યું હતું: જયરામ રમેશ

નવી દિલ્હી, 20 જુલાઇ: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના અધ્યક્ષ મનોજ સોનીના રાજીનામા બાદ કોંગ્રેસે આજે શનિવારે દાવો કર્યો કે આવા ઘણા લોકો છે જેમણે સિસ્ટમને ભ્રષ્ટ કરી છે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે પ્રશ્ન કર્યો કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના વડા પ્રદીપ કુમાર જોશીને કેમ બચી ગયા? તેમણે કહ્યું કે, UPSCમાં ચાલી રહેલા વિવાદને જોતા મનોજ સોનીને હાંકી કાઢવામાં આવશે તેવું સ્પષ્ટ લાગી રહ્યું હતું. સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,  UPSC અધ્યક્ષ મનોજ સોનીએ “વ્યક્તિગત કારણોસર” તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમનો કાર્યકાળ મે 2029માં પૂરો થવાનો હતો.

 

કોંગ્રેસ નેતા જયરામ રમેશે સાધ્યું નિશાન 

જયરામ રમેશે X પર પોસ્ટ કરીને લખ્યું કે, “2014 પછી તમામ બંધારણીય સંસ્થાઓની પવિત્રતા, પ્રતિષ્ઠા, સ્વાયત્તતા અને વ્યાવસાયિકતાને ખરાબ રીતે નુકસાન થયું છે. પરંતુ સમયાંતરે સ્વયંભૂ નોન-બાયોલોજિકલ પ્રધાનમંત્રીને પણ એ કહેવા મજબૂર બનવું પડ્યું કે, ‘હવે બહુ થઈ ગયું.‘ નરેન્દ્ર મોદી 2017માં UPSC સભ્ય તરીકે ગુજરાતમાંથી તેમના મનપસંદ ‘શિક્ષણવિદો’માંથી એકને લાવ્યા અને તેમને 2023માં છ વર્ષની મુદત માટે અધ્યક્ષ બનાવ્યા. પરંતુ આ કહેવાતા પ્રતિષ્ઠિત સજ્જન હવે તેમનો કાર્યકાળ પૂરો થવાના પાંચ વર્ષ પહેલા રાજીનામું આપી ચુક્યા છે.”

NTAના પ્રમુખ કેમ આનાથી બચેલા છે: જયરામ રમેશ

જયરામ રમેશે વધુમાં કહ્યું કે, “કારણો ગમે તે કહેવામાં આવતા હોય, પરંતુ એ સ્પષ્ટપણે લાગતું હતું કે UPSCમાં ચાલી રહેલા વિવાદને જોતાં તેમને હાંકી કાઢવામાં આવશે. આવી ઘણી વ્યક્તિઓએ સિસ્ટમને ભ્રષ્ટ કરી છે. ઉદાહરણ તરીકે, NTAના અધ્યક્ષ લઈ લો. તે હજી કેમ બચી ગયા છે?” સૂત્રોએ જણાવ્યું હતું કે, મુકેશ સોનીના રાજીનામાને પ્રોબેશનરી IAS (ભારતીય વહીવટી સેવા) અધિકારી પૂજા ખેડકરનો કેસ બહાર આવ્યા બાદ “યુનિયન પબ્લિક સર્વિસ કમિશન પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નો સાથે કોઈ લેવાદેવા નથી.”

આ પણ જૂઓ: NEET UG 2024નું કેન્દ્ર અને શહેરવાર પરિણામ જાહેર, સીધી લિંક પરથી કરો ચેક

Back to top button