વડાપ્રધાન મોદીના જન્મ દિવસ પર ‘ખાવાના શોખીન સુરતીઓને’ મળી રહી છે ભેટ !!!


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ માટે સૌ કોઈ જગ્યા પર વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે ત્યારે ભોજનના શોખીન સુરતમાં વડાપ્રધાન મોદીનો બર્થ ડે વધુ શાનદાર રીતે ઉજવશે. જેના માટે સધર્ન ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન ના પ્રમુખ અરુણ શેટ્ટી અને ઉપપ્રમુખ સનત રેલિયા દ્વારા એસોસિએશનના સભ્યોને અપીલ કરવામાં આવી છે જેમાં શહેરની ઘણી રેસ્ટોરન્ટના સંચાલકોએ તા. 16 થી લઈને 18 સપ્ટેમ્બર સુધી ગ્રાહકો માટે 10 થી 25 ટકા ડિસ્કાઉન્ટ અને બીજી વિવિધ લકી ડ્રો ની ઓફરો આપી રહ્યા છે.
આ પણ વાંચો : આ ખાસ વિમાનમાં 8 ચિત્તાને લવાશે ભારત, નામીબીયા પહોંચ્યું વિમાન
આ દિવસો દરમિયાન સુરતની કેટલીક રેસ્ટોરન્ટ ફૂડમાં બાય વન ગેટ વેન ફ્રી ની સ્કીમ આપી રહ્યાં છે. એક ડિશ પર બીજી ડિશ ફ્રી ની ઓફર કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે શહેરના ડુમસ રોડની ફાઈવ સ્ટાર હોટેલે 16 થી 18 સપ્ટેમ્બર સુધી વડાપ્રધાનના મનપસંદ ભોજનનો સ્વાદ 25 ટકા ની છૂટ સાથે આપવામાં આવશે.
જ્યારે કેટલીક રેસ્ટોરેન્ટમાં ખાસ લંચ અને ડિનર બફેટની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પસંદ ભોજન પીરસવામાં આવશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીને પસંદ એવી ફાડા ખીચડી, ભીંડી કઢી, ફ્રુટ સલાડ, લીંબુનું શરબત, ખાંડવી, બાસુંદી, સુખડી, મોહનથાળ, પાલક મગોરી (શાક), સ્ટફ્ડ રીંગણ, દાળ રાયસીના, કોન્ટીનેન્ટલ, ઓરિએન્ટલ ફૂડ તૈયાર કરવામાં આવશે.
જેની સાથે જ વર્ષોથી વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર ખાસ કેકનું આયોજન કરતી બેકરીઓ દ્વારા પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સિદ્ધિઓની થીમ સાથે એક ખાસ કેક બનાવવામાં આવી રહી છે. તેમજ તેમના વજન અને ઉંમરને અનુરૂપ કેક બનાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો : મોટી જાહેરાત: 17 સપ્ટેમ્બરે જન્મ લેનારા દરેક બાળકને મળશે સોનાની વીંટી, જાણો કેમ?