લાઈફસ્ટાઈલ

જાણો ઓનલાઈન ફ્રોડના શિકાર થયા બાદ કેવી રીત કરશો ફરિયાદ…

Text To Speech

એક તરફ ટેક્નોલોજીના કારણે આપણું જીવન સરળ બન્યું છે, તો બીજી તરફ તેના કેટલાક નુકસાન પણ સહન કરવા પડે છે. ડિજિટલાઈઝેશનના આ સમયમાં દરેક ચીજ આપણાથી માત્ર એક ક્લિક પૂરતી જ દૂર છે.

કહેવાય છે 21મી સદી સાયન્સ અને ટેકનોલોજીની સદી છે. તેમજ આ યુગ ડીજીટલ યુગ પણ કહેવાય છે. અહી માત્ર એક ક્લિક થી વિદેશમાં ફોન થી માંડીને પૈસાની પણ આપ લે થઈ શકે છે. તેમજ હવે પહેલાની જેમ કેસ રાખવાથી ચોરી થવાની પણ ચિંતા પણ રહી નથી. તે માટે ઓનલાઈન પેમેન્ટની પણ સુવિઘા હોવાથી કેસ ન પણ હોય તો પણ આપણનું કામ અટકતું.જાણો ઓનલાઈન ફ્રોડના શિકાર થયા બાદ કેવી રીત કરશો ફરિયાદ- humdekhengenewsપરતું આ ઓનાલાઈન વ્યવહારમાં છેતરપિંડીની થવાની પણ શક્યતા છે. ઓનલાઈન ઠગાઈના સામાચારો લગભગ રોજ આપણે સાંભળતા હોઈએ છીએ. શું તમે જાણો છો કે જો તમારી સાથે આવી છેતરપીંડી થાય છે તો તમે તેની સામે કેવી રીતે ફરિયાદ કરશો.

જો તમે સાવચેતી નહિ રહો તો કોઈ પણ તમારા પાસવર્ડની ચોરી કરી તમારા એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકે છે. કોઈ ફિશિંગ દ્વારા પણ તમને નુકસાન પહોંચાડી શકે છે. સાઈબર ઠગ મોટાભાગે કોઈ ઓફર વિશે જણાવીને, તમારા એકાઉન્ટમાં નંબર અપડેટ કરવાને લઈને કે પછી બીજા કોઈ બહાને ઠગાઈ કરે છે. મોટાભાગના લોકોને આ અંગે માહિતી હોતી નથી, આ કારણે તે સરળતાથી ઠગાઈનો ભોગ બને છે. આ કારણે તમારે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે.જાણો ઓનલાઈન ફ્રોડના શિકાર થયા બાદ કેવી રીત કરી શકશો ફરિયાદ- humdekhengenewsતેની ફરિયાદ ક્યાં કરવી જોઈએ ?

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સાઈબર ક્રાઈમ કે ઓનલાઈન ઠગાઈની ઘટનાઓને રોકવા અને તેની ફરિયાદને નોંધાવવા માટે એક નેશનલ હેલ્પલાઈન નંબર (155260) બહાર પાડ્યો છે. તમે છેતરપિંડીની ફરિયાદ આ નંબર પર કરી શકો છો. જો તમે કોઈ આવા અપરાધનો શિકાર બનો છો તો સૌથી પહેલા આ નંબર પર કોલ કરો. આ સિવાય તમે ગૃહ મંત્રાલયના સાઈબર પોર્ટલ https://cybercrime.gov.in/ પર પણ તેની ફરિયાદ કરી શકો છો.

આ પણ વાંચો : દેશભરમાં થતા સાયબર ક્રાઇમનું મૂળ છે ઝારખંડનું ‘જમતારા’…..વાંચો, સાયબર ફ્રોડ વિશે બધું

ઝડપથી ફરિયાદ કરવી

જ્યારે પણ તમારી સાથે આવી ઘટનાઓ બને છે ત્યારે શરૂઆતના બે-ત્રણ કલાક ખૂબ જ મહત્વના હોય છે. એવામાં તમે જેટલી ઝડપથી ફરિયાદ સાઈબર ટીમને કરશો, એટલા જ ઝડપથી એક્શન લેવાશે. તેના પગલે તમારા પૈસા પરત આવવાની શક્યતાઓ પણ વધી જશે.જાણો ઓનલાઈન ફ્રોડના શિકાર થયા બાદ કેવી રીત કરી શકશો ફરિયાદ ..- humdekhengenewsકઈ રીતે કામ કરે છે હેલ્પલાઈન 

તમે જેવા કોઈ ઓનલાઈન ફ્રોડની જાણ કરો છો, તેવી જ સાઈબર ટીમ એલર્ટ થઈ જાય છે. સૌથી પહેલા તે તમારી જે-તે બેન્કનો સંપર્ક કરે છે અને તમારા એકાઉન્ટમાંથી જે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા છે, તેને હોલ્ડ કરે છે. તેના પગલે જે વ્યક્તિએ તમારી સાથે છેતરપિંડી કરી છે, તે વ્યક્તિ તે પૈસાનો ઉપયોગ કરી શકશે નહિ. તે પૈસા ઉપાડી શકશે નહિ. આ સિવાય તે અન્ય કોઈ જ એકાઉન્ટમાં પૈસાને ટ્રાન્સફર પણ કરી શકશે નહિ.

Back to top button