મલાઈકા અરોરાના જન્મદિવસ પર અર્જુન કપૂરએ કહ્યું “તુ બસ મારી જ રહેજે…”
બોલિવૂડની ખૂબસૂરત દિવા મલાઈકા અરોરા આજે તેનો 49મો જન્મદિવસ ઉજવી રહી છે. મલાઈકાના જન્મદિવસને તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂરે સુપર સ્પેશિયલ બનાવ્યો છે. તેના લેડી લવના જન્મદિવસ પર અર્જુન ખૂબ જ રોમેન્ટિક મૂડમાં જોવા મળી રહ્યો છે અને તેણે મલાઈકા માટે એક ખાસ પોસ્ટ શેર કરી છે.
મલાઈકા માટે અર્જુન કપુર છે રોમેન્ટિક
અર્જુન કપૂરે તેની પ્રેમિકા મલાઈકા અરોરાના જન્મદિવસ પર અભિનેત્રી સાથેનો એક રોમેન્ટિક ફોટો શેર કર્યો છે. ફોટામાં અર્જુન મલાઈકાને પ્રેમભરી નજરે જોતો જોવા મળે છે. મિરર ફોટોમાં મલાઈકા પોતાની જાતને જોઈ રહી છે અને અર્જુન પણ તેની પ્રેમિકાને પ્રેમથી જોઈ રહ્યો છે. મલાઈકા અને અર્જુનનો પ્રેમ સાથે જ સિઝલિંગ કેમેસ્ટ્રી ચાહકોને કપલ ગોલ આપી રહી છે. બંનેનો બોન્ડ ચાહકોના ધબકારા વધારે તેવો છે.
પરતું આ ફોટા કરતા પણ તેનો સંદેશ વધુ રોમેન્ટિક છે. ફોટોના કેપ્શનમાં અર્જુન મલાઈકા પ્રત્યેનો પ્રેમ ખૂબ જ સુંદર રીતે વ્યક્ત કર્યો છે. મલાઈકાને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા અર્જુને લખ્યું- “ધ યિન ટુ માય યાંગ. હેપી બર્થ ડે બેબી, જેવી છે એવી જ રહેજે, ખુશ રહે અને મારી રહેજે.”
ચાહકો છે અર્જુન અને મલાઈકાના દિવાના
મલાઈકા માટે અર્જુનની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બંનેની પ્રેમાળ કેમિસ્ટ્રી જોઈને તેના ચાહકો પણ પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. ચાહકોથી લઈને સ્ટાર સુધી બધા જ મલાઈકાને ખાસ રીતે શુભેચ્છા પાઠવી રહ્યા છે. અર્જુન-મલાઈકા બોલિવુડના મોસ્ટ રોમેન્ટિક અને સુંદર કપલ છે. બંનેએ જ્યારથી પોતાનો સબંધ જાહેર કર્યો છે, ત્યારથી જ તેઓ એક બીજા માટે પોતાનો પ્રેમ દેખાડતા આવ્યા છે. વેકેશન પર જવાથી લઈને પાર્ટીઓમાં જવા સુધી બંને એક બીજાની સાથે જ જોવા મળે છે. ચાહકો તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે અર્જુન અને મલાઈકા તેમના ચાહકોની આ ઈચ્છાને ક્યારે પૂરી કરશે તેની ખબર નથી.
આ પણ વાંચો: વૈશાલીના મિત્રો જાણતા હતા તેની પીડા, છતાં પણ ન કરી શક્યાં તેની મદદ