મહાશિવરાત્રીમાં ચંદ્રમાં કુંભ રાશિમાં, શિવલિંગની પૂજા કરવાથી જન્મકુંડળીના આ દોષ થાય છે દુર
- શિવરાત્રી એ રાત છે, જેને શિવત્વ સાથે ઘનિષ્ઠ સંબંધ છે. શિવાર્ચન અને જાગરણની એક વિશેષતા છે. મહાશિવરાત્રીમાં શિવલિંગની પૂજા કરવાથી જન્મકુંડળીના નવગ્રહ દોષ શાંત થાય છે.
મહાશિવરાત્રીનો તહેવાર આઠ માર્ચના રોજ ઉજવવામાં આવશે. શિવાલયોમાં વિશેષ પૂજા અર્ચના થશે. આ વખતે મહાશિવરાત્રી પર અદ્ભૂત સંયોગ બની રહ્યો છે. આ દિવસે શિવ યોગ રહેશે અને નક્ષત્ર ઘનિષ્ઠા રહેશે. ચંદ્રમાં કુંભ રાશિમાં રહેશે. આ વર્ષે શિવરાત્રીની પૂજા સંપૂર્ણ વિધિ વિધાન સાથે કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થશે. આ વખતે મહાશિવરાત્રી પર મહા વદ તેરસની સાથે ચૌદશનો સંયોગ બની રહ્યો છે. શિવરાત્રી એ રાત છે, જેને શિવત્વ સાથે ઘનિષ્ઠ સંબંધ છે. શિવાર્ચન અને જાગરણની એક વિશેષતા છે. મહાશિવરાત્રીમાં શિવલિંગની પૂજા કરવાથી જન્મકુંડળીના નવગ્રહ દોષ શાંત થાય છે.
ચંદ્રદોષ માટે ખાસ કરો આ ઉપાય
ચંદ્રજનિત દોષ જેમકે માનસિક અશાંતિ, માતાના સ્વાસ્થ્યમાં સમસ્યા, મિત્રો સાથેના સંબંધો, મકાન-વાહન સુખમાં વિલંબ, હ્રદય રોગ અને નેત્ર વિકાર, ચામડીના રોગ, શરદી-તાવ, શ્વાસના રોગો, કફ-ન્યુમોનિયા સંબંધિત રોગોમાંથી મુક્તિ મળે છે અને સમાજમાં માન-પ્રતિષ્ઠા વધે છે.
શિવલિંગ પર બીલીપત્ર ચઢાવવાથી શું થાય છે?
શિવલિંગ પર બીલીપત્ર ચઢાવવાથી વેપારમાં ઉન્નતિ થાય છે અને સામાજિક પ્રતિષ્ઠા વધે છે. શિવલિંગ પર ભાંગ અર્પણ કરવાથી ઘરમાં અશાંતિ, ચિંતા અને ટેન્શન દુર થાય છે. નેત્ર અને હ્રદય વિકાર દુર થાય છે. શિવલિંગ પર ધતુરાના પુષ્પ અને ફળ ચઢાવવાથી દવાઓનું રિએક્શન કે ઝેરી જીવોનો ખતરો ટળે છે.
જાગરણ અને રુદ્રાભિષેકનું શું છે મહત્ત્વ?
શિવરાત્રીના પર્વમાં ભક્તજનો જાગરણ અને રુદ્રાભિષેકનું વિધાન સદીઓથી કરતા આવ્યા છે. શાસ્ત્રોના જણાવ્યા મુજબ માતા પાર્વતીજીને શિવજીએ કહ્યું હતું કે જે વ્યક્તિ શિવરાત્રીનો ઉપવાસ કરે છે, તે મને ખૂબ પ્રસન્ન કરે છે. ભગવાન ભોલેનાથે કહ્યું કે હું સમર્પણથી એટલો પ્રસન્ન થતો નથી જેટલો વ્રતોપવાસ કરવાથી થઉં છું. શિવરાત્રી પર્વ નિરાકાર બ્રહ્મનું સાકાર શિવલિંગના રૂપમાં પ્રકટીકરણ પર્વ છે, જેને સનાતની ધર્મમાં માનનારા અનેક રૂપ અને માન્યતાઓ સાથે ઉજવવામાં આવે છે.
આ પણ વાંચોઃ 300 વર્ષ બાદ મહાશિવરાત્રી પર દુર્લભ સંયોગ, આ પાંચ રાશિઓ પર શિવજી મહેરબાન