25મી જાન્યુઆરીએ પીએમ મોદી વર્ચુઅલ માધ્યમથી નવ મતદાતાઓને સંબોધન કરશે
- ગુજરાતભરમાં યુવા મોરચા દ્વારા સમગ્ર રાજયમાં દરેક વિધાનસભામાં નવ મતદાતા સંમેલન યોજાશે
- ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની સિલ્વર ઓક કોલેજમાં નવ યુવા મતદાતાઓને સંબોધશે
- પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વડોદરા ખાતે પારલ યુનિવર્સિટીમાં નવ યુવા મતદાતાઓને સંબોધશે
અમદાવાદ, 24 જાન્યુઆરી: લોકસભા ચૂંટણીને લઈને દરેક પક્ષ પોતાની તૈયારીઓ કરી રહ્યો છે. કોંગ્રેસે પણ લોકસભા ચૂંટણીને લઈને પોતાના પ્રચારની તારીખ જાહેર કરી દિધી છે. ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી પણ લોકસભા ચૂંટણીને લઈને તૈયારીઓ કરી રહી છે. આવતી કાલે એટલે કે 25મી જાન્યુઆરીના રોજ સવારે 10 વાગ્યે પીએમ મોદી વર્ચૂઅલ માધ્યમથી 50 લાખ નવ મતદાતાઓને સંબોધન કરશે. આ સાથે રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલ પણ સિલ્વર રોક યુનિવર્સિટીમાં યુવાનોને સંબોધન કરશે.
પીએ મોદી કરશે 50 લાખ નવ મતદાતાઓને સંબોધન
આવતી કાલે એટલે કે 25 જાન્યુઆરીના રોજ સવારે 10 વાગ્યે પીએમ મોદી વર્ચૂઅલ માધ્યમથી 50 લાખ નવ મતદાતાઓને સંબોધન કરશે. આ સાથે જ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સુર્યાજીના નેતૃત્વમાં પાંચ હજાર અને દરેક સંમેલનમાં એક હજારથી વધુ નવ મતાદારો જોડાવાના છે જેમાં કુલ 50 લાખ જેટલા યુવા મતદારો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન મેળવશે. દરેક વિધાનસભામાં 2 સંમેલન એમ કુલ 364 સ્થાનો પર બેસી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન મેળવી શકશે.
સી.આર.પાટીલ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાશે
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ આવતીકાલે પારૂલ યુનિવર્સિટી ખાતે દસ હજાર જેટલા યુવાનોને સંબોધન કરશે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિલ્વર રોક યુનિવર્સિટીમાં યુવાનોને સંબોધન કરશે તેમજ 364 સ્થળો પર અલગ અલગ વિસ્તારના ધારાસભ્યઓ, સાંસદઓ પ્રદેશના પદાધિકારીઓ અને સિનિયર આગેવાનો વકતા તરીકે નવ મતદારોને સંબોધન કરશે.
આ પણ વાંચો: ભાજપ કરાવશે માત્ર 1 હજારમાં રામલલાના દર્શન, ખાવા-પીવા સાથે મળશે આ સુવિધાઓ