- 12 કિલોમીટર લંબાઇના વિસ્તારમાં એક-એક હજાર લોકોએ યોગ કર્યો
- સવા લાખ સુરતીઓના સામૂહિક યોગ કરી વિશ્વ વિક્રમ સ્થપ્યો
- રાજ્યકક્ષાનો યોગ કાર્યક્રમ સુરતમાં મુખ્યમંત્રીની હાજરીમાં યોજાયો
21મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’ ની થીમ પર ઉજવણી થઈ રહી છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યનો મુખ્ય કાર્યક્રમ સુરતમાં યોજાઇ રહ્યો છે શહેરના સ્ટુડન્ટસ રોડ ઉપર આવેલા આ Y- જંકશન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: અંબાલાલ પટેલે કરી આગાહી, ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ
રાજ્યકક્ષાનો યોગ કાર્યક્રમ સુરતમાં મુખ્યમંત્રીની હાજરીમાં યોજાયો
Y-જંકશનથી SVNIT સર્કલ -4 કિ.મી સુધી, Y જંકશનથી રત્નભૂમિ પાર્ટી પ્લોટ – 4 કિ.મી સુધી તથા Y-જંકશનથી સુરત એરપોર્ટ વચ્ચે 4.5 કિ.મી સુધી મળી પ્રતિ 1 કિમી આશરે 10,000 નાગરિકો એટલે કે 1,25,000 નાગરિકો કુલ 12.5 કિમી પથ પર આ યોગાભ્યાસમાં સહભાગી થયા છે. સુરત ડુમસ રોડ પર વાય જંક્શન પાસે સવા લાખ સુરતવાસીઓ એકસાથે એક જ સ્થળે યોગ કરી વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે. યોગ દિવસની ઉજવણી સાકાર કરવા માટે તડામાર તૈયારી કરી હતી. સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધી યોજાનારા યોગ કાર્યક્રમ યોજાયો છે. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી સહિતના આગેવાનો ખાસ હાજર રહ્યા છે.
યોગ વૈશ્વિક આંદોલન: PM મોદી
વડાપ્રઘાન મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે આજે યોગ વૈશ્વિક આંદોલન છે. ગ્લોબલ સ્પિરિટ છે. ભારતીય સમય મુજબ આજે સાંજે યુએનના મુખ્યાલય પર 180 દેશના પ્રતિનિધિ યોગ કરશે. યોગ પુરા સંસારને એક પરિવાર તરીકે જોડે છે. યોગ સ્વસ્થ સમાજનું નિર્માણ કરે છે. યોગ થકી લોકોનું મન બદલાયું છે. જનજીવન બદલાયું છે.
12 કિલોમીટર લંબાઇના વિસ્તારમાં એક-એક હજાર લોકોએ યોગ કર્યો
ડુમસ રોડ પર વાય જંક્શનથી પાર્લે પોઇન્ટ અને વાય જંક્શનથી બ્રેડ લાઇનર સર્કલ સુધીના કુલ 12 કિલોમીટર લંબાઇના વિસ્તારમાં એક-એક હજાર લોકોને સમાવી શકાય તેવા 125 બ્લોક બનાવવામાં આવ્યા છે. યોગસ્થળ સુધી જવા માટે પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. દરેક બ્લોકમાં સ્ટેજ સહિતની સુવિધા તૈયાર કરવામાં આવી છે. મુખ્ય સ્ટેજ વાય જંક્શન ખાતે સાકાર કરવામાં આવ્યો છે. પાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કાર્યક્રમના સ્થળે યોગ પ્રોટોકોલને લગતી વ્યવસ્થા તેમજ પાર્કિંગ, મેડિકલ ટીમ સહિતની વ્યવસ્થા ઊભી કરી છે.