સ્વતંત્રતા દિવસ પર બાળકો અને વડીલોએ ભેગા મળીને બાલાજી અગોરા રેસીડન્સીમાં ઉજવણી કરી
દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી ચાલી છે ત્યારે 15 ઓગસ્ટ પર દેશમાં જ નહીં વિદેશમાં પણ ઉજવણી થઈ હતી. આ દિવસે દેશના લોકો રાષ્ટ્રભક્તિમાં તરબોળ છે. ત્યારે અમદાવાદમાં આવેલી સુઘડ ગામ પાસે આવેલી બાલાજી અગોરા રેસીડન્સીમાં પણ અનોખી રીતે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો છે.
જેના ઉપર તિરંગો ધ્વજ લહેરાવવા માટે અને દેશના આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી પ્રસંગે બાલાજી અગોરા રેસીડન્સીના પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ભેગા થયા હતા.
દરેક હાથમાં તિરંગો લહેરાતો હતો. જ્યારે સોસાયટીના પ્રમુખ દિપક સિંહ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને સેક્રેટરી રાકેશ રાય હાજર રહ્યા હતા. નાના બાળકો અને વડીલોનો રાષ્ટ્રપ્રેમ સાથે સૌ કોઈ રોમાંચિત પણ બન્યા હતા.
15 ઓગસ્ટના કાર્યક્રમમાં ધ્વજ વંદન પછી બાળકોએ દેશભક્તિના ગીત પર ડાન્સ કર્યો હતો અને સાથે જ વડીલોએ પણ તેમને વધાવી લીધા હતા. જ્યારે યુવાનોએ દેશભક્તિના ગીતો ગાયને દેશભક્તિનો રંગ જમાવ્યો હતો. બાલાજી અગોરા રેસીડન્સી પરિવાર દ્વારા હર ઘર તિરંગા અભિયાનમાં સૌ કોઈએ પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવી એનું સન્માન જાળવી ઉતકૃષ્ટ રાષ્ટ્રપ્રેમ દર્શાવ્યો હતો.
આ પણ વાંચો : અમદાવાદની સુપર સીટી ટાઉનશીપમાં 121 ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવાયો