અયોધ્યા જતા સમયે એકનાથ શિંદેએ કહ્યું, ‘આ અમારા માટે આસ્થાની વાત છે’
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના નેતા એકનાથ શિંદે શનિવારે સાંજે ઉત્તર પ્રદેશના અયોધ્યા પ્રવાસ માટે રવાના થયા છે. તે મુંબઈ એરપોર્ટથી લખનૌ પહોંચશે. ત્યાર બાદ અયોધ્યામાં પૂજા કરવામાં આવશે. એકનાથ શિંદેની સાથે શિવસેનાના અન્ય નેતાઓ અને ભાજપના નેતાઓ પણ અયોધ્યા જશે.
#WATCH | Mumbai: Maharashtra CM Eknath Shinde along with Shiv Sena MPs and MLAs leave for Ayodhya, UP. pic.twitter.com/vNQ9LyIYvD
— ANI (@ANI) April 8, 2023
વાસ્તવમાં, જૂન 2022 માં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી આ તેમની પ્રથમ મુલાકાત હશે. તે જ સમયે, એકનાથ શિંદે પ્રથમ વખત અયોધ્યા પહોંચશે જ્યારે ચૂંટણી પંચે તેમના જૂથને શિવસેના તરીકે માન્યતા આપી અને તેનું ચૂંટણી પ્રતીક ધનુષ અને તીર તેમની પાર્ટીને ફાળવવામાં આવ્યું. શિંદે રવિવારે બપોરે લખનૌથી અયોધ્યા જશે અને અન્ય લોકો સાથે નિર્માણાધીન રામ મંદિરમાં અને પછી સાંજે સરયુ નદી પર ‘મહા આરતી’ કરશે. તેઓ રામ મંદિરના ચાલી રહેલા નિર્માણની મુલાકાત પણ લેવાના છે અને રવિવારે બપોરે અયોધ્યામાં એક પત્રકાર પરિષદને સંબોધશે. તેમના સહયોગીઓના જણાવ્યા અનુસાર તેઓ રવિવારે રાત્રે મુંબઈ પરત ફરશે.
Saints have organised programs in Ayodhya and we will participate in them. In the past, Sadhus were killed in Palghar, but now we will protect our Sadhus. A program is organised in Palghar too, I will attend that as well. In BJP and Shivsena govt, law and order will be… pic.twitter.com/Qa6f79PNNm
— ANI (@ANI) April 8, 2023
CM શિંદેએ શું કહ્યું?
મુંબઈ એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ અયોધ્યા મુલાકાતની ટીકાનો જવાબ તેમના કામથી આપશે. શિવસેના (યુબીટી)ના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પર સ્પષ્ટપણે નિશાન સાધતા તેમણે કહ્યું, સારી વાત છે કે અમારા કામને કારણે જે લોકો ક્યારેય ઘરની બહાર નથી નીકળ્યા તેઓ લોકોને મળવા માટે બહાર જઈ રહ્યા છે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે સત્તાની ભાગીદારી કરનાર શિંદેએ કહ્યું, “અયોધ્યા અમારા માટે આસ્થાનો વિષય છે. રામ મંદિરના નિર્માણમાં ઝડપ લાવવા માટે હું પીએમ મોદીનો આભાર માનું છું.” ગયા વર્ષે નવેમ્બરમાં, શિંદે અને તેમના વફાદારોએ ગુવાહાટીમાં કામાખ્યા મંદિરની “અભાર યાત્રા” હાથ ધરી હતી.
આ પણ વાંચો : જાપાનમાં 15 લાખથી વધુ લોકો ઘરોમાં કેદ, ‘હિકિકોમોરી’નામની બિમારીએ હાહાકાર મચાવ્યો