ગાંધી જયંતી ઉજવણીમાં મોડાસામાં ગાયત્રી પરિવારના બાળકોએ રેલી કાઢી સ્વચ્છતા જાગૃતિ માટે સંદેશ આપ્યો
મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની કન્યા-કિશોર કૌશલ્ય ટીમ દ્વારા ગાંધી જયંતી અંતર્ગત બાળકોની સ્વચ્છતા જાગૃતિ રેલી યોજાઈ. જેમાં એક બાળક ગાંધીજીના વેશભૂષામાં તૈયાર થઈ તેના નેતૃત્વમાં અનેક બાળકો જોડાયા. ગાંધી જયંતી અગાઉ દિવસ રવિવારે સાંજે ૪:૦૦ કલાકે ગાયત્રી ચેતના કેન્દ્ર થી સાંઈબાબા મંદિર, ગીતાંજલી , કોટીયર્ક , ડુંગરી રોડ થઈ પ્રેમનગર, માનવ પાર્ક વિસ્તારમાં સ્વચ્છતા જાગૃતિ અભિયાન અંતર્ગત યાત્રા રેલીનું આયોજન કર્યું. બાળકો આ રેલીમા હાથમાં સ્વચ્છતા અંગેના સદવાક્યો તથા સ્વચ્છતા માટે હમેશાં જાગૃત રહેવા આ બાળકોના મુખેથી અલગ અલગ નારાઓથી આ સમગ્ર રેલી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.
આ ગાંધી જયંતીના વિશેષ સ્વચ્છતા સંદેશ પાઠવવા ગાયત્રી ચેતના કેન્દ્રના કન્યા-કિશોર કૌશલ્ય અભિયાન ટીમના નેતૃત્વમાં બાળકો જોડાયા હતા. રેલી સમાપન કરી સૌ બાળકોની એક બેઠક યોજાઈ. જેમાં ગાંધીજીના પ્રેરણાત્મક જીવન વિષે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા.સૌ બાળકોએ ગાંધીજીના જીવનની પ્રેરણા લઈ પોતાના જીવનને શ્રેષ્ઠ બનાવવા તથા સ્વચ્છતા હિમાયતી રહેવાના સંકલ્પ લીધા. છેલ્લે સૌને પ્રોત્સાહન ઈનામ વિતરણ તથા અલ્પાહાર સાથે સમાપન કરવામાં આવ્યું.
આ પણ વાંચો : વાઇબ્રન્ટ સમિટના 20 વર્ષ પૂરા થતાં રાજ્ય સરકાર ઉજવણી કરશે