31 ડિસેમ્બરે ગુરુ બદલશે ચાલ, જાણો કઈ રાશિનું બદલાશે ભાગ્ય?
- ગુરુની મજબૂત સ્થિતિ વ્યક્તિની કિસ્મત ચમકાવી શકે છે. આવી વ્યક્તિએ સુખ-સમૃદ્ધિ મેળવવા માટે વધુ મહેનત કરવી પડતી નથી. 31 ડિસેમ્બરના દિવસે ગુરુ 7.08 વાગ્યે સીધી ચાલમાં ગોચર કરશે. મેષ રાશિમાં ગુરુ માર્ગી થવાનો છે
જ્યોતિષ વિદ્યા અનુસાર ગુરુ વૈભવ, સંતાન, સૌંદર્ય, સુખ અને વિવાહનો કારક માનવામાં આવે છે. વર્ષ 2023ના આખરી સમયે ગુરુ માર્ગી થવા જઈ રહ્યો છે. જેનો પ્રભાવ તમામ રાશિઓ પર પડશે. ગુરુની મજબૂત સ્થિતિ વ્યક્તિની કિસ્મત ચમકાવી શકે છે. આવી વ્યક્તિએ સુખ-સમૃદ્ધિ મેળવવા માટે વધુ મહેનત કરવી પડતી નથી. 31 ડિસેમ્બરના દિવસે ગુરુ 7.08 વાગ્યે સીધી ચાલમાં ગોચર કરશે. મેષ રાશિમાં ગુરુ માર્ગી થવાનો છે, જે કેટલીક રાશિઓ માટે લાભકારી સાબિત થશે. તેથી જાણો ગુરુની માર્ગી ચાલ કઈ રાશિઓ માટે લકી સાબિત થશે.
કર્ક રાશિ
કર્ક રાશિના લોકો માટે ગુરુનું રાશિ પરિવર્તન શુભ માનવામાં આવે છે. તમારા દસમાં ભાવમાં ગુરુ ગોચર કરશે. ગુરુના શુભ પ્રભાવથી તમારા તમામ રોકાયેલા કાર્યો પુરા થશે. આ સમય કોઈ પણ નવા કામની શરૂઆત માટે અત્યંત શુભ માનવામાં આવે છે. સુખ-સંપદાનો લાભ પણ મળશે. તમારા આરોગ્યનું ધ્યાન જરૂર રાખજો.
સિંહ રાશિ
વર્ષના અંતમાં ગુરુનું ગોચર સિંહ રાશિના લોકો માટે લાભકારી માનવામાં આવે છે. ગુરુ સિંહ રાશિના નવમા ભાવમાં ગોચર કરશે. કાર્યક્ષેત્રમાં તમને તમારા મિત્રો અને બૉસનો ભરપુર સહયોગ મળશે. આર્થિક કષ્ટમાંથી મુક્તિ મળશે. તમે રોકાણના નવા વિકલ્પો વિશે વિચારી શકો છો. વિદેશ યાત્રા કરવાના યોગ પણ બની રહ્યા છે.
ધન રાશિ
ધન રાશિના લોકો માટે વર્ષના અંતમા ગુરુનું ગોચર લાભદાયક સાબિત થશે. જોબ કરી રહેલા લોકો પ્રશંસાને પાત્ર બનશે. તમારા પાંચમા ભાવમાં ગુરુનુ ગોચર થશે. વેપારીઓ માટે આવકના નવા સ્ત્રોત ખુલશે. નાની મોટી તકલીફો આવી શકે છે, જે તમારા પાર્ટનરના સહયોગથી સરળતાથી હલ કરી શકાશે. તમે નીડર રહેશો તો સફળતા તમારા કદમોમાં હશે.
આ પણ વાંચોઃ 2025 સુધી રાહુ રહેશે મીન રાશિમાં, આ લોકોની તકલીફો વધી શકે