ચૈત્ર નવરાત્રિ પર કરો સરળ વિધિથી કળશ સ્થાપના, સવારે 6.02થી શુભ મુહૂર્ત
- ચૈત્ર નવરાત્રિ 9 એપ્રિલથી શરૂ થઈ રહી છે. આ દિવસે ઘટ સ્થાપના સાથે નવ દિવસ સુધી માતા દુર્ગાની આરાધના શરૂ થશે. તેનું સમાપન 17 એપ્રિલના રોજ થશે
ચૈત્ર નવરાત્રિ 9 એપ્રિલ, 2024થી શરૂ થઈ રહી છે. તેનું સમાપન 17 એપ્રિલના રોજ થશે. 17 એપ્રિલે રામનવમી પણ ઉજવવામાં આવશે. આ નવ દિવસ માતા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ વખતે 9 એપ્રિલના દિવસે મંગળવાર આવી રહ્યો છે. આ દિવસે ઘટ સ્થાપના સાથે નવ દિવસ સુધી માતા દુર્ગાની આરાધના શરૂ થશે. દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની એકમથી નવરાત્રિનો પ્રારંભ થાય છે. નવરાત્રિમાં મા દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે શુભ મુહૂર્તમાં કળ સ્થાપના વિધિ-વિધાનથી પૂજન સાથે પૂજામાં કેટલીક વિશેષ વસ્તુઓને સામેલ કરવી જોઈએ.
ચૈત્ર નવરાત્રિ પર શુભ મુહૂર્ત
ચૈત્ર મહિનાની એકમનો પ્રારંભ આજે રાતે (8 એપ્રિલ) 11.50 વાગ્યાથી જ થઈ રહ્યો છે. 9 એપ્રિલની રાતે 8.30 વાગ્યે તે સમાપ્ત થશે. તેથી ઉદયાતિથિ અનુસાર નવરાત્રિનો પહેલો દિવસ 9 એપ્રિલ છે અને ત્યારે જ કળશ સ્થાપના કરવામાં આવશે.
કળશ સ્થાપનાનું મુહૂર્ત
આ દિવસે સવારે 5.52 મિનિટથી લઈને 10.04 સુધી પહેલું કળશ સ્થાપન મુહૂર્ત છે, ત્યારબાદ 11.45 વાગ્યાથી લઈને બપોરે 12.35 સુધઈ ઘટ સ્થાપનાનું મુહૂર્ત છે.
ઘટસ્થાપનાનું શુભ મુહૂર્ત
9 એપ્રિલે સવારે 6.02 વાગ્યાથી 10.16 સુધી (સમયગાળોઃ 4.14 કલાક)
ઘટસ્થાપનાનું અભિજિત મુહૂર્ત 11.57 વાગ્યાથી 12.48 વાગ્યા સુધી (સમયગાળો 51 મિનિટ)
નવરાત્રિની પૂજન સામગ્રી
મા દુર્ગાની પૂજા માટે તસવીર, લાલ રંગનું કપડું, ફળ-ફુલ, આંબાનું પાન, લવિંગ, સોપારી, ઈલાઈચી, હળદરની ગાંઠ, કંકુ, કમરકાકડી, અબીલ, ગુલાલ, શ્રીફળ, નૈવેધ, મધ, ધી, સાકર, પંચમેવા, જાવિત્રી, ગંગાજળ, દૂધ, દહીં, નવગ્રહ પૂજન માટે રંગબેરંગી ભાત. ધૂપ-દીપ, વસ્ત્ર અને પૂજાની થાળી સહિતની વસ્તુઓ એકત્રિત કરો.
માં દુર્ગાની શ્રૃંગાર સામગ્રી
માં દુર્ગાને શ્રૃંગાર સામગ્રી અર્પિત કરવા માટે લાલ ચુંદડી, લાલ બંગડીઓ, સિંદૂર, બિંદી, કાજલ, મહેંદી, કાચ, અત્તર, મંગળસૂત્ર, લિપસ્ટિક, નથણી, ગજરો, કાંસકો, કાનની બાલી સહિતની 16 શ્રૃંગાર સામગ્રી રાખો.
કળશ સ્થાપનાની સામગ્રી
કળશ સ્થાપના માટે માટીનો ઘડો, ઉપરનું માટીનું ઢાંકણ, નારિયેળ, જળ, ગંગાજલ, માટીનો દીવો, હળદર- અક્ષત અને લાલ રંગના વસ્ત્રો
કળશ સ્થાપનાની રીત
સૌથી પહેલા પૂજા સ્થળની ગંગાજળથી શુદ્ધિ કરો. હવે હળદળથી અષ્ટદળ બનાવો. કળશ સ્થાપના માટે માટીના પાત્રમાં થોડી માટી નાંખીને જવના બીજ રોપો. હવે એક માટી કે તાંબાના લોટા પર કુમકુમથી સ્વસ્તિક બનાવો. લોટાના ઉપરના ભાગમાં નાડાછડી બાંધો. હવે લોટામાં સ્વચ્છ પાણી ભરીને તેમાં ગંગાજળના ટીપા નાંખો. હવે કળશના પાણીમાં સિક્કા, હળદર, સોપારી, અક્ષત, પાન, ફુલ અને ઈલાઈચી નાંખો. ત્યારબાદ પાંચ પ્રકારના પાન રાખો અને કળશને ઢાંકી દો. ત્યારબાદ લાલ ચુંદડીમાં નાળિયેળ લપેટીને કળશની ઉપર રાખી દો. હવે મંદિરમાં મા દુર્ગાની પ્રતિમા રાખો. તમામ દેવી દેવતાઓનું આહ્વાન કરો. સૌથી પહેલા ગણેશજીની પૂજા કરો અને મા દુર્ગા સહિત તમામ દેવી-દેવતાઓની આરતી કરો.
આ પણ વાંચોઃ ચૈત્ર નવરાત્રિ પર આ વખતે પાંચ રાજયોગ, આ રાશિઓ રહેશે ભાગ્યશાળી