- ભાજપના સ્થાપનાદિને PM મોદીએ કર્યું સંબોધન
- PM મોદીએ ભાજપને કહ્યું હનુમાન
- કોંગ્રેસ કહી રહી છે ‘તમારી કબર ખોદવામાં આવશે’ : PM મોદી
ભાજપના સ્થાપના દિવસ પર પીએમ નરેન્દ્ર મોદીએ ‘સામ્રાજ્ય’ માનસિકતા ધરાવતા લોકોની ટીકા કરી અને આરોપ લગાવ્યો કે તેઓ 2014 થી ગરીબ, પછાત અને વંચિતોનું અપમાન કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓને નિશાન બનાવતા કહ્યું કે તેમની સંસ્કૃતિ પરિવારવાદ, વંશવાદ, જાતિવાદ અને પ્રાદેશિકતાની રહી છે, જ્યારે ભાજપની રાજકીય સંસ્કૃતિ દરેક દેશવાસીને સાથે લઈને ચાલવાની છે. ભાજપના 44મા સ્થાપના દિવસ પર પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ભાજપની આગેવાની હેઠળની સરકાર ભારતને ભ્રષ્ટાચાર, ભત્રીજાવાદ અને કાયદો અને વ્યવસ્થાના પડકારોથી મુક્ત કરવા માટે કઠોર પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે.
આ અવસરે પીએમ મોદીએ ભગવાન હનુમાન અને ભાજપની સમાનતા દર્શાવી અને કહ્યું કે પાર્ટી નિઃસ્વાર્થ સેવાના આદર્શોમાં વિશ્વાસ રાખે છે. તેમણે કહ્યું કે આત્મ-શંકા દૂર કર્યા પછી, ભારત ભગવાન હનુમાનની જેમ જ તેની ક્ષમતાનો અહેસાસ કરી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું, “જો આપણે ભગવાન હનુમાનના સમગ્ર જીવન પર નજર કરીએ તો, તેમનામાં ‘કરવા સક્ષમ’ ની વૃત્તિ હતી, જેના કારણે તેમણે ઘણી સફળતા મેળવી.” તમને જણાવી દઈએ કે ગુરુવારે હનુમાન જયંતિ પણ મનાવવામાં આવી રહી છે.
પીએમ મોદીના ભાષણની 10 મોટી વાતો…
- મફત રાશન યોજના, આરોગ્ય વીમો અને અન્ય કલ્યાણ યોજનાઓને ટાંકીને વડાપ્રધાન મોદીએ કહ્યું કે સામાજિક ન્યાય એ ભાજપ માટે વિશ્વાસનો વિષય છે. ભારતને લોકશાહીની માતા ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે શરૂઆતથી જ ભાજપનો વિશ્વાસ લોકોના અંતરાત્મા પર રહ્યો છે અને તે વિશ્વાસ દિવસેને દિવસે મજબૂત થઈ રહ્યો છે.
- ભાજપને વિકાસ, વિશ્વાસ અને નવા વિચારોનો પર્યાય ગણાવતા વડાપ્રધાને કહ્યું કે સામાજિક ન્યાય તેમની પાર્ટીની વિચારધારાનો આધાર છે. પીએમ મોદીએ કહ્યું કે પાછલા વર્ષોમાં ઘણી પાર્ટીઓએ સામાજિક ન્યાયના નામે રાજનીતિ કરવાનો ઢોંગ કર્યો અને આ પક્ષોના વડાઓ તેમના પરિવારનું ભલું કરતા રહ્યા.
- વિરોધ પક્ષો પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે આવા પક્ષોની સંસ્કૃતિ પરિવારવાદ, વંશવાદ, જાતિવાદ અને પ્રાદેશિકવાદની રહી છે.
- તેમણે કહ્યું કે કોંગ્રેસ જેવી પાર્ટીઓની સંસ્કૃતિ નાનું વિચારવું, નાનું સ્વપ્ન જોવાનું અને તેનાથી પણ ઓછું હાંસલ કરીને ઉજવણી કરવાની છે. સુખ એટલે એકબીજાની પીઠ પર થપ્પો મારવો. બીજેપીનું રાજકીય કલ્ચર મોટા સપના જોવાનું અને તેનાથી પણ વધુ હાંસલ કરવા માટે જીવન વિતાવવાનું છે.
- વડા પ્રધાને આક્ષેપ કર્યો હતો કે વિરોધ પક્ષોની સંસ્કૃતિ મહિલાઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારોની પરવા કરતી નથી, જ્યારે ભાજપની રાજકીય સંસ્કૃતિ મહિલાઓ માટે જીવન સરળ બનાવવાની રહી છે.
- તેમણે ‘સામ્રાજ્યવાદી’ માનસિકતા ધરાવતા લોકોની ટીકા પણ કરી અને આરોપ લગાવ્યો કે તેઓ 2014 થી ગરીબ, પછાત અને દલિત લોકોનું અપમાન કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે આજે તેઓ એટલા હેબતાઈ ગયા છે કે તેઓ ખુલ્લેઆમ ‘મોદી તેરી કબર ખુદેગી’ કહેવા લાગ્યા છે.
- તેમણે કહ્યું કે વિરોધ પક્ષોએ ક્યારેય વિચાર્યું નથી કે કલમ 370 એક દિવસ ઈતિહાસ બની જશે અને તેઓ બીજેપીના કામને પચાવી શકતા નથી.
- વડા પ્રધાને ટેક્નોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો અને ભાજપના કાર્યકરોને સોશિયલ મીડિયાનો વધુ સારી રીતે ઉપયોગ કરવા તાલીમ આપી.
- પાર્ટીએ તેના સ્થાપના દિવસથી 14 એપ્રિલ, બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકરની જન્મજયંતિ સુધી વિશેષ સપ્તાહ મનાવવાનું નક્કી કર્યું છે. પાર્ટી 11મી એપ્રિલે મહાત્મા જ્યોતિબા ફૂલેના જન્મ શતાબ્દી દિવસના અવસરે અનેક સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે.
- ભાજપની સ્થાપના 6 એપ્રિલ 1980ના રોજ થઈ હતી. 1984ની લોકસભા ચૂંટણીમાં જ્યાં ભાજપે માત્ર બે બેઠકો જીતી હતી, ત્યાં 2019ની લોકસભા ચૂંટણીમાં તેણે 303 બેઠકો જીતી હતી.
આ પણ વાંચો : Delhi Excise Policy : સિસોદિયાની જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટે CBIને નોટિસ ફટકારી