ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ
14મી ઓગસ્ટે ભાજપ મનાવશે ભાગલા દિવસ, દેશના વિભાજનની યાદો કરશે તાજા
ભાજપ દ્વારા આગામી 14 ઓગસ્ટના રોજ ભાગલા દિવસ મનાવવાની જાહેરાત કરવામાં આવી છે. દેશ આઝાદ થયો તેની પૂર્વ સંધ્યાએ તેના ભાગલા પાડવામાં આવ્યા હતા ત્યારે આ દિવસે વિભાજનની યાદો તાજી કરવામાં આવશે. સાથે આ દિવસે ભાજપે મૌન સરઘસ કાઢવાનું પણ આયોજન કર્યું છે. મૌન સરઘસમાં ભાજપ તેના જિલ્લા મુખ્યાલયમાં એક સરઘસ કાઢશે, જેમાં વિભાજનની ઘટનાઓ પર આધારિત બેનરો, પ્લેકાર્ડ્સ અને હાથમાં ત્રિરંગા સાથે રાષ્ટ્રધ્વજ હશે.
વિભાજનનો ભોગ બનેલા પરિવારો અને લોકોનું પણ સન્માન કરવામાં આવશે
આ દરમિયાન દેશના વિભાજનનો ભોગ બનેલા લાખો પરિવારો/લોકોની યાદમાં દરેક જિલ્લામાં બે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ભાજપે આ દિવસે મૌન સરઘસ કાઢવા ઉપરાંત વિભાજનનો ભોગ બનેલા પરિવારો અને લોકોનું પણ સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત, વિભાજનથી પ્રભાવિત અથવા જાણકાર લોકોના ભાષણો અને સંસ્મરણો સાંભળવામાં આવશે.
કાર્યક્રમ અંતર્ગત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા સૂચનાઓ જારી કરવામાં આવી
ભારત પાકિસ્તાનના વિભાજન સમયે નફરત અને હિંસાને કારણે લાખો ભાઈ-બહેનોને વિસ્થાપિત થવું પડ્યું હતું અને જીવ પણ ગુમાવવો પડ્યો હતો, તે સમયની હકીકતોને યાદ કરીને દરેક જિલ્લામાં બે કાર્યક્રમ થવા જોઈએ તેવી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા સુચના આપવામાં આવી છે.