ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગ
અષાઢી બીજે સૌરાષ્ટ્રના 54 જેટલા તાલુકામાં મેઘયાત્રા : સર્વાધિક હડમતાળામાં 8 ઈંચ
અષાઢી બીજના રોજ એક તરફથી ભગવાન જગન્નાથજીની બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે રથયાત્રા નીકળી હતી તો બીજી તરફ રાજકોટ શહેર તેમજ રાજકોટ જિલ્લાના 10 જેટલા તાલુકામાં મેઘરાજાની મેઘયાત્રા નીકળી હતી સાથે જ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં રાત્રિ સુધીમાં 54થી વધુ તાલુકાઓમાં ઝાપટાંથી માંડીને ધોધમાર પાંચ ઈંચ સુધી અને ગોંડલ પંથકના હડમતાળામાં 8 ઈંચ ધોધમાર વરસાદથી નદીઓમાં પૂર આવ્યા હતા. રાજકોટ જિલ્લામાં વ્યાપક ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજકોટ નજીકના લોધિકા તાલુકામાં ધોધમાર 5 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. ગોંડલમાં મુશળધાર ત્રણ ઈંચ વરસાદથી આશાપુરા અને ઉમવાડા અન્ડરબ્રીજમાં પાણી ભરાતા ટ્રાફિક બંધ થયો હતો. માર્ગો પર પાણી ફરી વળ્યા તો તાલુકાના હડમતાળા,કોલીથડ ગ્રામ્ય વિસ્તારમાં આઠ ઈંચ વરસાદ ખાબકતા નદી નાળામાં પૂર આવ્યા હતા. તાલુકાના આ ઉપરાંત પાટિયાળીમાં પણ અતિ ભારે વરસાદ વરસ્યો હતો. શિવરાજગઢ, સુલતાનપુર, વાસાવડ, ધુડશીયા, ગોમટા પંથકમાં દોઢથી બે ઈંચ વરસાદ વરસ્યો હતો. વીરપુર (જલારામ)માં પણ ધોધમાર અઢી ઈંચ, જેતપુરમાં 2 ઈંચ, જામકંડોરણા, ધોરાજીમાં, મોટીમારડ વિસ્તારમાં દોઢ ઈંચ, કોટડાસાંગાણીમાં પોણો ઈંચ ઉપરાંત જસદણ, પડધરી, ઉપલેટા સહિત જિલ્લામાં ઠેરઠેર વરસાદ વરસ્યો હતો.
સોરઠ પંથકમાં પણ હેત વરસાવતા મેઘરાજા
ગઈકાલે અષાઢી બીજે સાર્વત્રિક વરસાદથી મુહૂર્ત સચવાયું હતું ત્યારે સોરઠ પંથકમાં પણ મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. જુનાગઢ જિલ્લાના મેંદરડામાં ધોધમાર 3 ઈંચ, વિસાવદરમાં અઢી ઈંચ, વંથલીમાં 2 ઈંચ, જુનાગઢ શહેર અને તાલુકામાં ધોધમાર દોઢ ઈંચ, ભેંસાણ અને માણાવદરમાં એક ઈંચ, કેશોદમાં પોણો ઈંચ, માળિયા હાટીનામાં અરધો ઈંચ ઉપરાંત માંગરોળ, સહિત સમગ્ર સોરઠમાં મેઘવર્ષા થઈ હતી. મધ્યગીર કનકાઈમાં ધોધમાર ચાર ઈંચ વરસાદ વરસી જતા નદી નાળા છલકાયા હતા. કનકાઈ નજીક વહેતી શિંગોડા નદીમાં પૂર આવ્યા હતા. ગીર સોમનાથ જિલ્લામાં વ્યાપક વરસાદ વચ્ચે ગીરગઢડામાં ધોધમાર દોઢ ઈંચ વરસાદ સાથે ગામોમાં વ્યાપક વરસાદ થતા દ્રોણેશ્વરનો ડેમ સીઝનમાં પ્રથમવખત ઓવલફ્લો થયો હતો. ઉના તાલુકામાં દોઢ ઇંચ, ગીર જંગલના કમલેશ્વર ડેમ ઉપર 4 ઈંચ વરસાદ નોંધાયો છે જ્યારે સામતેર, કાણકબરડા, રામેશ્વર અને આજુબાજુ વિસ્તારમાં આશરે એક ઈંચ વરસાદ વરસ્યો હતો. ગીરગઢડા, તલાલા, કોડીનાર તાલુકામાં પણ દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. અમરેલી જિલ્લાના લિલીયા, બાબરા, ધારીમાં પોણો ઈંચ, બગસરામાં અર્ધો ઈંચ તથા રાજુલા, જાફરાબાદ, બાબરા, સાવરકુંડલા, કુંકાવાવ સહિત વિસ્તારોમાં વરસાદ રૂપે કાચુ સોનુ વરસ્યું હતું.
હાલારવાસીઓએ હરખભેર વધામણાં કર્યા
અષાઢી બીજે સર્વત્ર વરસાદ પડતાં આંનદ છવાયો છે ત્યારે હાલારવાસીઓએ પણ મેઘરાજાને હરખભેર વધાવ્યા હતા. જામનગર જિલ્લાના કાલાવડમાં ગાજવીજ સાથે ધોધમાર 3 ઈંચ અને ગ્રામ્ય વિસ્તારમાં 2થી ચાર ઈંચ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂડામાં પોણો ઈંચ, સુરેન્દ્રનગરના ચૂડામાં અર્ધો ઈંચ વરસાદ વરસ્યો હતો. એકંદરે રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં વરસાદનું જોર વધુ રહ્યું હતું. તે ઉપરાંત જામનગર, દેવભુમિ દ્વારકા, અમરેલી જિલ્લામાં વ્યાપક વરસાદ ઉપરાંત મોરબીના વાંકાનેરમા 8 મિ.મિ. અને કચ્છ સહિત તમામ જિલ્લામાં મેઘરાજાએ આજે અષાઢી બીજે હાજરી પૂરાવી હતી.
રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વિવિધ જળાશયોમાં નવા નીરની આવક
રાજકોટ જિલ્લાના વિવિધ જળાશયોમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ પડતા નવા નીરની આવક થયેલી છે, જે મુજબ મોજ ડેમમાં 0.20 ફૂટ, ફોફળ ડેમમાં 2.49 ફૂટ, આજી – 3 માં 0.16 ફૂટ, ન્યારી -2 માં 1.31 ફૂટ, મોતીસર ડેમમાં 9.84 ફૂટ, છાપરવાડી – 1 માં 3.94 ફૂટ, છાપરવાડી – 2 માં 7.55 ફૂટ અને ભાદર -2 માં 1.80 ફૂટ વરસાદ થયો છે. જિલ્લાના વિવિધ જળાશયોના જળસ્ત્રાવ વિસ્તાર પૈકી ભાદર ડેમ – 45 મી.મી., મોજ ડેમ – 30 મી.મી, ફોફળ ડેમ – 83 મી.મી., આજી – 1 ડેમ 25 મી.મી, સોડવદર ડેમ – 20 મી.મી, ડોંડી ડેમ – 40 મી.મી, વાછપરી ડેમ – 40 મી.મી, વેરી ડેમ – 85 મી.મી, મોતીસર ડેમમાં 90 મી.મી, લાલપરી ડેમમાં 30 મી.મી. વરસાદ થયો છે. જ્યારે છાપરવાડી – 1 ડેમમાં 100 મી.મી. અને ભાદર – 2 માં 30 મી.મી. વરસાદ થયો, તેમ રાજકોટ સિંચાઈ વર્તુળની યાદીમાં જણાવાયું છે.
મધ્ય રાજકોટમાં બપોરે ભારે ઝાપટારૂપી અડધો ઇંચ વરસાદ: આજે પણ ભારે વરસાદની વકી
રાજકોટમાં ગઇકાલે બપોરે ભારે વરસાદી માહોલ સર્જાયા બાદ આજે ધૂપછાંવના વાતાવરણ વચ્ચે બપોરના સમયે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ભારે ઝાપટાંરૂપી અડધો ઇંચ વરસાદ થયો હતો. જ્યારે વેસ્ટ ઝોન અને ઇસ્ટઝોન વિસ્તાર કોરા રહ્યા હતા. જો કે, આજે પણ વાતાવરણ ગોરંભાયેલું હોય ભારે વરસાદની વકી છે. ગઇકાલે શહેરમાં સૌથી વધુ સેન્ટ્રલ ઝોનમાં અઢી ઇંચ વરસાદ થયો હતો. જયારે ઇસ્ટઝોન અને વેસ્ટઝોનમાં દોઢથી બે ઇંચ વરસાદ થયો હતો. ગઇકાલે બપોર બાદ શહેરમાં વાતાવરણમાં પલટો આવવાની સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. ગઇકાલે સીઝનનો સૌથી વધુ વરસાદ સેન્ટ્રલ ઝોનમાં અઢી ઇંચ નોંધાયો હતો. આ પહેલા ભીમ અગિયારસના દિવસે સવા બે ઇંચ વરસાદ નોંધાયો હતો. સેન્ટ્રલ ઝોનમાં મોસમનો કુલ વરસાદ 169 મીમી થયો છે આવી જ રીતે વેસ્ટઝોનમાં 39 મીમી સાથે મોસમનો કુલ વરસાદ 208 મીમી થયો છે. ઇસ્ટઝોનમાં 32 મીમી વરસાદ થયો હતો. અને મોસમનો કુલ વરસાદ 101 મીમી થયો છે.આજે પણ વાતાવરણ ગોરંભાયેલું હોય ભારે વરસાદની વકી છે.
રાજકોટમાં ગઇકાલે બપોરે ભારે વરસાદી માહોલ સર્જાયા બાદ આજે ધૂપછાંવના વાતાવરણ વચ્ચે બપોરના સમયે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ભારે ઝાપટાંરૂપી અડધો ઇંચ વરસાદ થયો હતો. જ્યારે વેસ્ટ ઝોન અને ઇસ્ટઝોન વિસ્તાર કોરા રહ્યા હતા. જો કે, આજે પણ વાતાવરણ ગોરંભાયેલું હોય ભારે વરસાદની વકી છે. ગઇકાલે શહેરમાં સૌથી વધુ સેન્ટ્રલ ઝોનમાં અઢી ઇંચ વરસાદ થયો હતો. જયારે ઇસ્ટઝોન અને વેસ્ટઝોનમાં દોઢથી બે ઇંચ વરસાદ થયો હતો. ગઇકાલે બપોર બાદ શહેરમાં વાતાવરણમાં પલટો આવવાની સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. ગઇકાલે સીઝનનો સૌથી વધુ વરસાદ સેન્ટ્રલ ઝોનમાં અઢી ઇંચ નોંધાયો હતો. આ પહેલા ભીમ અગિયારસના દિવસે સવા બે ઇંચ વરસાદ નોંધાયો હતો. સેન્ટ્રલ ઝોનમાં મોસમનો કુલ વરસાદ 169 મીમી થયો છે આવી જ રીતે વેસ્ટઝોનમાં 39 મીમી સાથે મોસમનો કુલ વરસાદ 208 મીમી થયો છે. ઇસ્ટઝોનમાં 32 મીમી વરસાદ થયો હતો. અને મોસમનો કુલ વરસાદ 101 મીમી થયો છે.આજે પણ વાતાવરણ ગોરંભાયેલું હોય ભારે વરસાદની વકી છે.
શાપર-વેરાવળમાં વરસાદી પાણીના ખાડામાં ડૂબી જતા બે સગા ભાઈના મોત
રાજકોટના શાપર-વેરાવળમાં વરસાદી પાણીના ખાડામાં ન્હાવા પડતા બે બાળકોના મોત નિપજ્યા છે. ગઈકાલે બપોરે માતા-પિતા કડિયા કામ કરતા હતા, બંને સાઇટ પરથી નીકળી ગયા હતા. તેથી તેમના બે બાળકો 5 વર્ષનો અર્જુન અને 9 વર્ષનો અશ્વીન ઘરમાથી નીકળીને વરસાદી પાણીમા ન્હાવા પડ્યા હતા. માતાપિતા સાંજે ઘરે આવ્યા તો ઘરમાં બાળકો ન હતા. બાળકોની શોધખોળ બાદ પણ તેઓ સાંજે પરત ન ફરતા પોલીસને જાણ કરાઈ હતી. ભારે શોધખોળ કરતા બંને બાળકોના મૃતદેહ વરસાદી પાણીના ખાડામાંથી મળતા પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.પ્રાપ્ત માહિતી અનુસાર હાલ રાજકોટના શાપર-વેરાવળમાં શુક્રવારના રોજ માતાપિતા બાંધકામની સાઈટ પર કડિયા કામ કરી રહૃાા હતા, આ સમયે બંને ભાઈઓ બાંધકામની સાઈટ પરથી નીકળી ગયા હતા. રસ્તામાં વરસાદૃી પાણીથી ભરાઈ રહેલા ખાડામાં બંને ભાઈઓ નહાવા માટે પડ્યા હતા. આ દૃરમિયાન ડૂબી જવાથી બંનેનાં મૃત્યું થયા હતા. સાંજે બંને બાળકો બાંધકામ સાઈટ પર પરત ન ફરતા માતા-પિતાએ શાપર વેરાવળ પોલીસને જાણ કરી હતી. શોધખોળ દૃરમિયાન વરસાદૃી પાણી ભરેલા ખાડામાંથી બંને બાળકોના મૃતદૃેહ મળી આવ્યા છે. પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદૃ બંને બાળકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. જાણવા મળતી વિગતો અનુસાર બંને ભાઈઓ મૂળ મધ્યપ્રદૃેશના વતની છે. પાંચ વર્ષના અર્જુન અને નવ વર્ષના અશ્ર્વિનનું ડૂબી જવાથી મોત નીપજતા પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
ગોંડલના લાલપુલ અંડરબ્રિજમાં વિદ્યાર્થીઓથી ભરેલી બસ ફસાઈ
રાજકોટ જિલ્લામાં શુક્રવારે અષાઢીબીજે બપોર બાદ મેઘરાજાએ વીજળીના કડાકાભડાકા સાથે પધરામણી કરી હતી. એ સમયે ગોંડલના લાલપુલ અંડરબ્રિજમાં પાણી ભરાતાં મારવાડી યુનિવર્સિટીની બસ ફસાઈ હતી. ત્યારે સ્થાનિકો દ્વારા બસ-ડ્રાઇવરે બેદરકારી દાખવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ભારે વરસાદથી અંડરબ્રિજમાં પાણી ભરાતાં વાહનવ્યહાર ખોરવાયો હતો છતાં પણ બસ-ડ્રાઇવરે વિદ્યાર્થીઓથી ભરેલી બસને બ્રિજમાં ઉતારી હતી. જોકે ગોંડલની સેનિટેશન ટીમ દ્વારા બસને ધક્કો મારીને મહામહેનતે બહાર કાઢવામાં આવી હતી.