17 એપ્રિલે ભાજપ રામનવમીની કરશે ભવ્ય ઉજવણી, વિવિધ કાર્યક્રમોનું આયોજન
- બે-ત્રણ શક્તિ કેન્દ્ર ભેગા કરી મારો પરિવાર મોદી પરિવારના નામે સભા
- રામ મંદિર બાદ હવે રામ નવમીની ભાજપ ભવ્ય ઉજવણી કરશે
- દરેક વિસ્તારના મંદિરમાં ઉજવણી કરવા ભાજપનું આયોજન
17 એપ્રિલે ભાજપ રામનવમીની ભવ્ય ઉજવણી કરશે. જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ તમામ ભાજપના નેતાઓ મંદિરોમાં સફાઈ કરી આરતી કરશે. જેમાં લોકસભા ચૂંટણીને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદ: ડો. વૈશાલી આત્મહત્યા કેસમાં આરોપી PI ખાચરને બચાવવા પોલીસ મેદાને
બે-ત્રણ શક્તિ કેન્દ્ર ભેગા કરી મારો પરિવાર મોદી પરિવારના નામે સભા
બે-ત્રણ શક્તિ કેન્દ્ર ભેગા કરી મારો પરિવાર મોદી પરિવારના નામે સભા કરશે. જેમાં દરેક વિધાનસભામાં સહકાર સંમેલનો કરવા પાર્ટીની સૂચના છે. દરેક ઉમેદવારને સૂચના છે કે ઉમેદવારી નોંધાવતા પહેલા સભા કરવી અને બાદમાં ઉમેદવારી કરવી. ઉલ્લેખનીય છે કે મારો પરિવાર મોદી પરિવાર અંતર્ગત સભા કરશે. દરેક વિધાનસભામાં સહકાર સંમેલનો આયોજિત કરાશે. જેમાં ભાજપે લોકસભા ચૂંટણીને લઇ કાર્યક્રમ નક્કી કર્યા છે. તેમાં રામ મંદિર બાદ હવે રામ નવમીની ભાજપ ભવ્ય ઉજવણી કરશે.
આ પણ વાંચો: સાવધાન: ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ દસ્તક આપી, અમદાવાદમાં 2 નવા કેસ નોંધાયા
દરેક વિસ્તારના મંદિરમાં ઉજવણી કરવા ભાજપનું આયોજન
17 એપ્રિલ દરેક વિસ્તારના મંદિરમાં ઉજવણી કરવા ભાજપનું આયોજન છે. જેમાં મંદિરમાં સફાઈ અભિયાન અને સાંજે ભાજપના નેતાઓ આરતી કરશે. તથા ભાજપ સામાજિક સમભાવ કાર્યક્રમ કરશે. તમામ સમાજના લોકોને સાથે રાખીને કાર્યક્રમ કરશે. ભાજપ દ્વારા આ કાર્યક્રમ માટે તૈયારી શરુ કરી દેવામાં આવી છે અને માત્ર અયોધ્યામાં જ નહી પરંતુ સમગ્ર દેશમાં આવેલા રામ મંદિરોમાં રામનવમીની ભવ્ય રીતે ઉજવણી કરવાનું આયોજન છે. જાન્યુઆરીમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાના આયોજન દ્વારા દેશભરમાં એક પ્રકારનો ધર્મમય માહોલ ઉભો થયો હતો.