એજ્યુકેશનટ્રેન્ડિંગનેશનલવિશેષ

14 એપ્રિલે આંબેડકર જયંતી- જાણો ડૉ. આંબેડકરના કેટલાક અમુલ્ય વિચારો

Text To Speech
  • આ વખતે 133મી જન્મજયંતી ઉજવાશે
  • સિમ્બોલ ઓફ નોલેજ તરીકે પણ જાણીતા છે
  • સમાજના પછાત વર્ગ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું

  HDNEWS, 13 એપ્રિલ: દર વર્ષે સમગ્ર દેશભરમાં ડો. આંબેડકર જયંતી ઉજવવામાં આવે છે. કારણ કે 14 એપ્રિલના રોજ દેશના સંવિધાનના નિર્માણમાં અમુલ્ય ફાળો આપનાર બાબાસાહેબનો મહારાષ્ટ્રના મહુમાં જન્મ થયો હતો. કોલંબિયા યુનિવર્સિટીમાંથી સિમ્બોલ ઓફ નોલેજનું બિરૂદ મેળવનાર ડો. આંબેડકર એક અર્થશાસ્ત્રી, સમાજસુધારક અને દેશના દુરંદેશી વિઝનરી નેતાના  જન્મદિવસ નિમિત્તે ચાલો તેમના કેટલાક વિચારોને જાણીએ.

ડો. બાબાસાહેબના વિચારોમાંથી પ્રસ્તુત થોડા વિચારરત્નો

  • ઉદાસીનતા એક એવી બીમારી છે કે સૌ કોઈને પ્રભાવિત કરે છે.
  • જો આપણે એક સંયુક્ત આધુનિક ભારત બનાવવું હોય તો બધા ધર્મોના શાસ્ત્રોની સમપ્રભુતાનો અંત આવવો જોઈએ.
  • જો મને લાગશે કે સંવિધાનનો દુરુપયોગ થઈ રહ્યો છે તો સૌથી પહેલા હું જ તેને બાળી નાખીશ.
  • હું એવા ધર્મંમાં વિશ્વાસ ધરાવું છું કે જે સ્વતંત્રતા,સમાનતા અને ભાઈચારો શિખવાડે.
  • આપણે સૌથી પહેલા અને અંતમાં પણ ભારતીયો છે.
  • બુદ્ધિનો વિકાસ, માનવ અસ્તિત્વનું અંતિમ લક્ષ્ય હોવું જોઈએ.
  • એક ઇતિહાસ લખનાર ઇતિહાસકાર સટીક, નિષ્પક્ષ અને ઇમાનદાર હોવો જોઈએ.
  • સમાનતા એક કલ્પના હોય શકે છે, પણ તેમ છતાં તેનો એક ગવર્નિંગ સિદ્ધાંતના રૂપમાં સ્વીકાર કરવો જોઈએ.
  • પતિ-પત્નીની વચ્ચેનો સંબંધ પાક્કા મિત્રતાનો સંબંધ હોવો જોઈએ.
  • દરેક વ્યક્તિએ મળીને સિદ્ધાંત ‘એક દેશ બીજા દેશ પર શાસન ન કરી શકે’માં માનનારે આ પણ સ્વીકારવું જોઈએ કે એક વર્ગ બીજા વર્ગ પર શાસન ન કરી શકે.
  • ઇતિહાસ કહે છે કે, જ્યાં નૈતિકતા અને અર્થશાસ્ત્રની વચ્ચે સંઘર્ષ હોય છે, ત્યાં જીત હંમેશા અર્થશાસ્ત્રની થાય છે.
  • મનુષ્ય નશ્વર છે તેમ વિચાર પણ નશ્વર છે. એક વિચારનો પ્રચાર-પ્રસારની જરૂર હોય છે, જેમ કે એક છોડવાને પાણીની નહીં તો બંને મુરઝાઈ જાય છે.
  • ભાગ્યમાં વિશ્વાસ રાખવા કરતા પોતાની શક્તિ અને કર્મમાં વિશ્વાસ રાખવો જોઈએ.

આ પણ વાંચો:  મને કોઈ પણ પ્રકારનું આરક્ષણ પસંદ નથી, ખાસ કરીને નોકરીમાં…: PM મોદીએ કોના વિશે કહ્યું આવું?

Back to top button