ટ્રેન્ડિંગધર્મ

અનંત ચતુર્દશીએ કરો શુભ મુહૂર્તમાં ગણેશ વિસર્જન, ન કરતા આ ભૂલ

Text To Speech
  • ગણેશ ચતુર્થીના દિવસથી શરૂ થયેલો ગણેશોત્સવ અનંત ચતુર્દશીના દિવસે પૂર્ણ થાય છે અને શુભ મુહૂર્તમાં ગણેશ વિસર્જન કરવામાં આવે છે

HD ન્યુઝ ડેસ્કઃ અનંત ચતુર્દશીનો તહેવાર ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચૌદસ તિથિએ ઉજવવામાં આવે છે, તેને અનંત ચૌદસ પણ કહેવામાં આવે છે. આ દિવસ ખૂબ જ પવિત્ર અને શુભ છે, કહેવાય છે કે આ દિવસે જે કોઈ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાચા મનથી પૂજા કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે. આ શુભ અવસર પર ગણેશ ચતુર્થીના દિવસથી શરૂ થયેલો ગણેશોત્સવ પૂર્ણ થાય છે અને ગણેશ વિસર્જન કરવામાં આવે છે. જાણો આ શુભ મુહૂર્ત અને વિસર્જનના નિયમો.

ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ 16 સપ્ટેમ્બર, 2024 ના રોજ બપોરે 3:10 વાગ્યે શરૂ થઈ રહી છે. આ તિથિ 17 સપ્ટેમ્બરના રોજ સવારે 11:44 વાગ્યે સમાપ્ત થશે. ત્યારે આ વર્ષે 17 સપ્ટેમ્બર, મંગળવારના રોજ અનંત ચતુર્દશીની ઉજવણી કરવામાં આવશે. ગણેશ વિસર્જનનો શુભ સમય નીચે મુજબ છે

સવારનું મુહૂર્ત

સવારે 9:11 થી બપોરે 1:47 સુધી

બપોરનું મુહૂર્ત

બપોરે 3:19 થી 4:51 સુધી

સાંજનું મુહૂર્ત

સાંજે 7:51 થી 9:19 સુધી

રાત્રિ મુહૂર્ત

રાત્રે 10:47 થી 18 સપ્ટેમ્બરના રોજ રાત્રે 3:11 વાગ્યા સુધી.

અનંત ચતુર્દશીએ કરો શુભ મુહૂર્તમાં ગણેશ વિસર્જન, ન કરતા આ ભૂલ hum dekhenge news

ગણપતિની મૂર્તિ વિસર્જન માટે લઈ જતી વખતે આટલી વાતોનું રાખો ધ્યાન

  • ધ્યાન રાખો કે ગણેશજીનું મોઢું ઘર તરફ હોય. ઘર તરફ પીઠ રાખવાથી ગણેશજી નારાજ થાય છે.
  • ગણેશ વિસર્જન પહેલા જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે તે માટે ગણપતિ બાપ્પાની પ્રાર્થના કરો
  • જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલ માટે તેમની પાસે માફી માગો.
  • વિસર્જન પહેલા ગણેશજીની આરતી કરવી જોઈએ
  • ગણેશજીને મનગમતી વસ્તુઓનો ભોગ લગાવવો જોઈએ
  • ગણપતિ બાપ્પાને શુભ મુહૂર્તમાં વિદાય આપવી જોઈએ.
  • પૂજા દરમિયાન ચડાવવામાં આવેલી વસ્તુઓને ભગવાનની સાથે વિસર્જિત કરી દેવી જોઈએ.
  • ભગવાન ગણેશને આવતા વર્ષે પરત આવવાની કામના કરવી જોઈએ.

આ પણ વાંચોઃ અનંત ચતુર્દશી પર ભગવાન વિષ્ણુના અનંત રૂપની પૂજા, જાણો ક્યારે છે?

Back to top button