અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જનનું મુહૂર્ત જાણોઃ આ રીતે આપજો બાપ્પાને વિદાય


- એવું માનવામાં આવે છે કે આ દિવસે ગણેશજી પોતાના ઘરે જાય છે. તેમને ખુશી ખુશી વિદાય કરવામાં આવે છે. 10 દિવસ ગણેશજીની પૂજા કરવાથી વ્યક્તિના તમામ દુઃખ દર્દ સમાપ્ત થાય છે. અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત સવારે, બપોરે અને સાંજે એમ ત્રણ ટાઇમ છે. તમને ગમે તે સમયે બાપ્પાને ભાવભીની વિદાય આપી શકો છો.
19 સપ્ટેમ્બર 2023ના રોજ ગણેશ ચતુર્થીના દિવસથી ગણેશ ઉત્સવની શરૂઆત થઇ હતી. આ ઉત્સવ 10 દિવસ સુધી ચાલતો હોઇ તેનું સમાપન અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જન સાથે થશે. આ વર્ષે 28 સપ્ટેમ્બર, 2023 ગુરુવારના દિવસે ગણેશ વિસર્જન કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ગણેશજી પોતાના ઘરે જાય છે. તેમને ખુશી ખુશી વિદાય કરવામાં આવે છે. 10 દિવસ ગણેશજીની પૂજા કરવાથી વ્યક્તિના તમામ દુઃખ દર્દ સમાપ્ત થાય છે.
અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત
28 સપ્ટેમ્બર 2023, ગુરુવારના દિવસે ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત સવારે 6.11 વાગ્યાથી 7.40 વાગ્યા સુધી રહેશે. બપોરે 10.10 વાગ્યાથી 1.11 વાગ્યા સુધી જ્યારે સાંજનું શુભ મુહૂર્ત 4.41 વાગ્યાથી રાતે 9.10 વાગ્યા સુધી રહેશે. આમાંથી કોઇ પણ સમયે ગણેશ વિસર્જન કરી શકાશે.
આ રીતે કરજો બાપ્પાને વિદાય
ગણેશ વિસર્જન કરતા પહેલા તેમની પૂજા યોગ્ય રીતે કરવી જોઈએ. બાપ્પાને લાલ ચંદન, લાલ ફૂલ, દૂર્વા, ચણાના લોટના લાડુ, સોપારી, અગરબત્તી-દીપ અર્પણ કરો. ભગવાન ગણેશની આરતી કરો. જો શક્ય હોય તો હવન પણ કરી શકાય છે. બાપ્પાને તેમની મનપસંદ વસ્તુઓ અર્પણ કરો. અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણેશ પોતાના ઘરે પાછા ફરે છે. આવી સ્થિતિમાં તેમને કંઈક આપીને વિદાય કરવી જોઈએ. વિસર્જન પહેલા બાપ્પાના હાથમાં લાડુની પોટલી આપો.
જો તમે ભગવાન ગણેશની નાની મૂર્તિ સ્થાપિત કરી છે, તો તમે તેમને ઘરે જ પાણીના ટબમાં વિસર્જિત કરી શકો છો. જ્યારે મૂર્તિ પાણીમાં ઓગળી જાય ત્યારે તેનું પાણી કુંડામાં નાખી દો. જો તમે કોઈ મોટી મૂર્તિ સ્થાપિત કરી હોય, તો તમે તેને નિર્ધારિત સ્થાન અથવા તળાવમાં તેનું વિસર્જન કરી શકો છો. બાપ્પાના વિસર્જન સમયે સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રાખો. આ દિવસે કાળા કપડા ન પહેરવા જોઈએ અને મનમાં ખરાબ વિચાર આવવા જોઈએ નહીં.
આ પણ વાંચોઃ ગણેશજીને પ્રસન્ન કરવા હોય તો તેમના પ્રિય મંત્રો અને તેનો અર્થ જાણો