402 બેઠક પર ભાજપે ઉમેદવારો મેદાને ઉતાર્યા, આ નવા ચહેરાઓએ મુકાબલો કર્યો રસપ્રદ
- આ વખતે ભાજપે ઘણા જૂના સાંસદોની ટિકિટ રદ કરીને નવા લોકોને તક આપી છે. તેમાં એવા નેતાઓનો પણ સમાવેશ થાય છે જેઓ અન્ય પક્ષોમાંથી તાજેતરમાં ભાજપમાં જોડાયા છે
દિલ્હી, 25 માર્ચ: ભાજપે લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધી 402 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે. આ સાથે જ મોટી સંખ્યામાં અનેક સાંસદોની ટિકિટો કપાણી છે અને નવા ચહેરાને તક આપવામાં આવી છે. ભાજપે ટીવી સ્ક્રીનના ભગવાન રામ અરુણ ગોવિલને મેરઠથી અને કંગના રનૌતને હિમાચલના મંડીથી મેદાનમાં ઉતાર્યા છે. અત્યાર સુધી ભાજપે ઉત્તર પ્રદેશમાં 64 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. અત્યાર સુધી જાહેર થયેલી યાદીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જૂના સાંસદોને બદલે ભાજપે મોટી સંખ્યામાં નવા ચહેરાઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
આ મોટા નેતાઓની ટિકિટ કપાઈ
ભાજપે અનેક વરિષ્ઠ નેતાઓની ટિકિટ કાપી છે. જેમાં ગાઝિયાબાદના સાંસદ વીકે સિંહ અને બક્સરથી અશ્વિની ચૌબેના નામ સામેલ છે. વરુણ ગાંધી સુલતાનપુરથી ભાજપના સાંસદ હતા. આ વખતે આ સીટ પર યુપી સરકારના મંત્રી અને કોંગ્રેસના પૂર્વ નેતા જિતિન પ્રસાદને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જિતિન પ્રસાદ ભાજપના મોટા બ્રાહ્મણ ચહેરાઓમાંથી એક છે. જ્યારે વરુણ ગાંધીની માતા મેનકા ગાંધીની ટિકિટ રદ કરવામાં આવી નથી. તે પીલીભીતથી ચૂંટણી લડશે.
છેલ્લી ઘડીએ ભાજપમાં જોડાયેલા લોકોને પણ તક મળી
પશ્ચિમ બંગાળમાં ભાજપે દિલીપ ઘોષની બેઠક મેદિનીપુરથી બદલીને બર્ધમાન દુર્ગાપુર કરી દીધી છે. હવે ભાજપના ધારાસભ્ય અગ્નિમિત્રા પોલ મેદિનીપુર બેઠક પરથી ચૂંટણી લડશે. છેલ્લી ઘડીએ ભાજપમાં જોડાયેલા લોકોને પણ ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા છે. કલકત્તા હાઈકોર્ટના પૂર્વ જજ અભિજીત ગંગોપાધ્યાય તુમલુકથી ચૂંટણી લડશે. કુરુક્ષેત્રથી ઉદ્યોગપતિ નવીન જિંદાલને ટિકિટ આપવામાં આવી છે. હરિયાણા સરકારના મંત્રી રણજીત ચૌટાલા હિસારથી ચૂંટણી લડશે. ભાજપની યાદી બહાર આવે તે પહેલા જ તેઓ પાર્ટીમાં જોડાયા હતા.
ટીએમસીમાંથી ભાજપમાં જોડાયેલા તાપસ રોય કોલકાતા નોર્થથી ચૂંટણી લડશે. સીતા સોરેનને દુમકાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સીતા સોરેન ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ભાભી છે. ભાજપમાં પરત ફરેલા અર્જુન સિંહને બેરકપુરથી ટિકિટ આપવામાં આવી છે. બિહારની વાત કરીએ તો ઘણી ટિકિટો આપવામાં આવી નથી. અહીં રવિશંકર પ્રસાદ, આરકે સિંહ, ગિરિરાજ સિંહ, રામ કૃપાલ યાદવ, નિત્યાનંદ રાય, રાજીવ પ્રતાપ રૂડી જેવા જૂના નેતાઓ. સંજય જયસ્વાલ અને રાધા મોહન સિંહને ફરી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
જેડીયુ અને એલજેપી સાથે સીટ શેરિંગ પર અંતિમ વાટાઘાટો બાદ ભાજપે યાદી જાહેર કરી છે. ભાજપે વાયનાડ સીટ પરથી રાહુલ ગાંધી સામે પ્રદેશ પાર્ટી અધ્યક્ષ કે સુરેન્દ્રનને ટિકિટ આપી છે. ઓડિશાની વાત કરીએ તો બીજેડી સાથે લાંબી વાતચીત પછી પણ ગઠબંધન પર કોઈ સહમતિ બની શકી નથી. ભાજપે ઓડિશામાં 21 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. આમાં સંબિત પાત્રા અને અપરાજિતા સારંગીના નામ પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે સંબિત ગત વખતે ચૂંટણી હારી ગયા હતા.
જ્યારે પશ્ચિમ બંગાળમાં ભાજપે કૃષ્ણનગર સીટ પર મહુઆ મોઇત્રા સામે રાજમાતા અમૃતા રોયને મેદાનમાં ઉતારીને જંગ રસપ્રદ બનાવી છે. સંદેશખાલીની પીડિતા અને શેખ શાહજહાં વિરુદ્ધ ફરિયાદ કરનાર વ્યક્તિ રેખા પાત્રાને ભાજપે બસીરહાટથી ટિકિટ આપી છે.
આ પણ વાંચો: ભાજપે સાબરકાંઠા બેઠક પર કોંગ્રેસના પૂર્વ MLAની પત્નીને ટિકિટ આપી, જાણો અન્ય સીટોની સ્થિતિ