OMG, 300% નું ઇન્ક્રીમેન્ટ? જાણો કઈ કંપનીએ પોતાના કર્મચારીને આપ્યો આટલો વધારો
ગૂગલ, 22 ફેબ્રુઆરી : ખાનગી ક્ષેત્રમાં નોકરીઓ અંગે છેલ્લા કેટલાક વર્ષોમાં શ્રેણીબદ્ધ છટણી કરવામાં આવી છે. કોરોના સમયગાળાથી મોટી કંપનીઓએ મોટા પાયે છટણી કરી હતી. આ ટ્રેન્ડ હજુ પણ ઘણી જગ્યાએ ચાલુ છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ ઘણી મોટી કંપનીઓની આવી હાલત છે, પરંતુ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક કિસ્સો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કંપનીએ તેના કર્મચારીઓને નોકરી ન છોડવા બદલ 300% નું ઇન્ક્રીમેન્ટ આપ્યું છે.
ગૂગલે આપ્યો 300 ટકા વધારો
પ્રખ્યાત કંપની ગૂગલે એવું કારનામું કર્યું છે કે તમે સાંભળીને આશ્ચર્યચકિત થઈ જશો. ગૂગલે તેના કર્મચારીઓને કંપનીમાં જાળવી રાખવા માટે એટલી મોટી રકમ ચૂકવી છે કે હવે તેઓ તેમની નોકરી છોડવાનું વિચારશે પણ નહીં. સામાન્ય રીતે જો કર્મચારીઓ નોકરી છોડવા માંગતા હોય તો કંપનીઓ તેમને 20-30 ટકાનો વધારો આપીને રોકે છે, પરંતુ ગૂગલે તેના કર્મચારીઓને 300 ટકાનો વધારો આપીને નોકરી છોડતા અટકાવ્યા છે. આ વાતનો ખુલાસો એ કંપનીના સીઈઓએ કર્યો છે જે કંપનીમાં આ કર્મચારી ગૂગલ છોડીને જવાનો હતો.
આ બાબત તમને આશ્ચર્યચકિત કરશે!
300% પગાર વધારાનો ખુલાસો બિગ ટેક્નોલોજી પોડકાસ્ટમાં Perplexity AI ના CEO અરવિંદ શ્રીનિવાસ દ્વારા કરવામાં આવ્યો હતો. Google તે કર્મચારી Google છોડીને આ કંપનીમાં જોડાવાનો હતો. અરવિંદ શ્રીનિવાસે આ મામલે વાત કરતા કહ્યું કે, તે કર્મચારી ગૂગલ સર્ચ ટીમનો ભાગ હતો. આ સમયે ગૂગલ તેના કર્મચારીઓને કોઈપણ કિંમતે નોકરીમાંથી જવા દેવા નથી માગતું, તે જરૂરી ન હોવા છતાં પણ ગૂગલે તેને આટલો મોટો વધારો આપ્યો. અરવિંદ શ્રીનિવાસ પણ આ બાબત વિશે જાણીને ખૂબ જ આશ્ચર્યમાં છે.
એક ઝાટકે 12 હજાર કર્મચારીઓને કર્યા બહાર
આ સમાચાર વધુ ચોંકાવનારા છે જ્યારે ગયા વર્ષે જ ગૂગલે એક જ ઝાટકે 12 હજાર કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો હતો. આ અંગે અરવિંદ શ્રીનિવાસે કહ્યું કે ટેક કંપનીઓ એ વાતને લઈને ખૂબ જ ગંભીર છે કે કયા કર્મચારીને રાખવો અને કોને જવા દેવો. કંપની પોતાનો ફાયદો જોઈને જ કર્મચારીઓને વધારો આપીને રોકી રહી છે. તેમાં ઘણા ઓછા પગારવાળા કર્મચારીઓ પણ છે.
આ પણ વાંચો : દુનિયાનો સૌથી વિશાળકાય સાપ એમેઝોન રેઈનફોરેસ્ટમાં જોવા મળ્યો