ઓમેગા સેકીએ નવું ઇલેક્ટ્રિક પેસેન્જર વાહન ‘સ્ટ્રીમ’ કર્યું લોન્ચ
એંગ્લીયન ઓમેગા ગ્રૂપની કંપની ઓમેગા સેકી મોબિલિટી (OSS)એ આજે તેના નવા OSM ‘સ્ટ્રીમ’ કોમર્શિયલ ઓટોના લોન્ચ સાથે ઇલેક્ટ્રિક 3-વ્હીલર પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. તેની કિંમત રૂ. 3.40 લાખ (એક્સ-શોરૂમ, દિલ્હી) રાખવામાં આવી છે. જ્યારે તે સંપૂર્ણ ચાર્જ કરવાથી 110 કિમી પ્રતિ ચાર્જની રેન્જ ઓફર કરે છે.
ઓમેગા સેકી મોબિલિટીના સ્થાપક અને પ્રમુખ ઉદય નારંગના જણાવ્યા અનુસાર, ઓમેગા સેકી હંમેશા ગ્રીન મોબિલિટી સ્પેસમાં ઇનોવેટર્સમાં મોખરે રહી છે. ઓમેગા સેકી મોબિલિટી સ્ટ્રીમ એ એવી પ્રોડક્ટ છે જે છેલ્લા માઇલમાં ડ્રાઇવરો અને માલિકો માટે સૌથી યોગ્ય છે. ટ્રાન્સપોર્ટેશન સેગમેન્ટ કમાણી કરવાની ક્ષમતા ધરાવે છે. ઇલેક્ટ્રિક પેસેન્જર થ્રી વ્હીલર 20 થી 25 ટકાની વધુ સારી કમાણી સંભવિત પ્રદાન કરશે. જે વધુ બચત અને વધુ નફો સુનિશ્ચિત કરે છે.
બેટરી રેન્જ
સ્ટ્રીમ ઓટો 10kW બેટરી પેક સાથે આવે છે. જે મહત્તમ 535Nm ટોર્ક જનરેટ કરી શકે છે. OSM સ્ટ્રીમ અદ્યતન લિથિયમ-આયન બેટરી પેક દ્વારા સંચાલિત છે. જે IP65-રેટેડ છે. આ રેટિંગનો અર્થ છે કે આ પેક બેટરીને ધૂળ અને પાણીથી બચાવે છે. ઉપરાંત બેટરીને ED કોટેડ મેટલ બોડી આપવામાં આવી છે. ચાર્જ દીઠ 110 કિમીની ડ્રાઇવિંગ રેન્જ સાથે વાહન 10.2 ડિગ્રી ગ્રેડેબિલિટી ક્લાઇમ્બ ક્ષમતા સાથે આવે છે.
ઓમેગા સેકીએ તાજેતરમાં ઈઝરાયેલ સ્થિત સ્ટાર્ટઅપ EVR મોટર્સ સાથે ઈલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં તેને મજબૂત કરવા માટે વ્યૂહાત્મક જોડાણ કર્યું છે. આ ભાગીદારીનો ઉદ્દેશ્ય કંપનીના નવા TSRF-ટેકનોલોજી આધારિત કોમ્પેક્ટ વાહન માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે. આ હેઠળ ટ્રેપેઝોઇડલ સ્ટેટર રેડિયલ ફ્લક્સ (ટીએસઆરએફ) ટેક્નોલોજી ઇલેક્ટ્રિક વાહનની રેન્જ પાવર અને ટોર્ક ઇનપુટને વધારવામાં મદદ કરે છે. જેનાથી બેટરી પાવર 48V થી 800V સુધી વધે છે. જેના કારણે ઈલેક્ટ્રિક વ્હીકલની રેન્જ વધવાની સાથે ટોર્ક અને સ્પીડ પણ વધશે.