ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઓમાનનું ઓઈલ ટેન્કર દરિયામાં પલટી ગયું, 13 ભારતીયો સહિત 16 ક્રૂ મેમ્બર લાપતા

Text To Speech
  • ક્રૂ મેમ્બરને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, આ સાથે રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલુ છે: ઓમાન

નવી દિલ્હી, 17 જુલાઇ: ઓમાનના દરિયાકાંઠે એક ઓઇલ ટેન્કર પલટી જતાં 13 ભારતીયો સહિત 16 ક્રૂ મેમ્બર ગુમ થયા છે. ઓઈલ ટેન્કર યમનના એડન બંદર તરફ જઈ રહ્યું હતું. ત્યારે આ દરમિયાન ઓઇલ ટેન્કર પલટી ગયું હતું અને હવે ક્રૂ મેમ્બર્સની તપાસ કરવામાં આવી રહી છે. ઓમાનના મેરીટાઇમ સિક્યોરિટી સેન્ટરે મંગળવારે જણાવ્યું હતું કે, 13 ભારતીયો સહિત 16 ક્રૂ મેમ્બર્સને લઇ જતું ઓઇલ ટેન્કર દરિયાકાંઠે પલટી ગયું છે. ક્રૂ મેમ્બર ગુમ છે, તેમને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સાથે રેસ્ક્યુ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું છે.

 

સુરક્ષા કેન્દ્રે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, કોમોરોસના ધ્વજવાળા ઓઈલ ટેન્કર ‘પ્રેસ્ટિજ ફાલ્કન’ના ક્રૂમાં 13 ભારતીય અને ત્રણ શ્રીલંકાના લોકો સવાર હતા. ઓમાની બંદર દુકમ નજીક રાસ મદારકાથી 25 નોટિકલ માઇલ દક્ષિણ-પૂર્વમાં સોમવારે જહાજ પલટી ગયું હતું.

ટેન્કર યમનના એડન બંદર તરફ જઈ રહ્યું હતું

અહેવાલ મુજબ, ઓમાનના મેરીટાઇમ સિક્યોરિટી સેન્ટરે જણાવ્યું હતું કે, ઓઇલ ટેન્કર ‘પાણીમાં ડૂબી ગયું હતું અને ઊંધુ થઈ ગયું હતું’. જોકે, રિપોર્ટમાં એ વાતની પુષ્ટિ થઈ નથી કે, જહાજ સ્થિર થઈ ગયું છે કે તેલ દરિયામાં લીક થઈ રહ્યું છે.

LSEGના શિપિંગ ડેટા પરથી જાણવા મળ્યું છે કે, આ જહાજ 2007માં બનેલ 117 મીટર લાંબુ ઓઇલ પ્રોડક્ટ ટેન્કર છે. આવા નાના ટેન્કરો સામાન્ય રીતે ટૂંકી યાત્રાઓ માટે તૈનાત હોય છે.

ઓમાનના દક્ષિણ-પશ્ચિમ કિનારે સ્થિત ડુકમ પોર્ટ દેશના મોટા તેલ અને ગેસ ખાણકામ પ્રોજેક્ટ્સ માટે એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે. મુખ્ય ઓઇલ રિફાઇનરી એ રાજ્યનો સૌથી મોટો સિંગર ઇકોનોમિક પ્રોજેક્ટ, ડુકમના વિશાળ ઔદ્યોગિક વિસ્તારનો એક ભાગ છે.

આ પણ જૂઓ: Space X કંપનીનું રોકેટ અંતરિક્ષમાં નષ્ટ થયું, 20 સેટેલાઇટ તૂટી ગયા

Back to top button