ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

ઓમ બિરલાની IAS પુત્રીના લગ્નની ચર્ચાઓ: જાણો શું છે હકીકત

નવી દિલ્હી, ૧૪ નવેમ્બર, લોકસભા સ્પીકર ઓમ બિરલાની નાની પુત્રી IAS અંજલિ બિરલાએ 12 નવેમ્બરે તેના મિત્ર અનીશ રાજાણી સાથે લગ્ન કર્યા હતા. અનીશ રાજાણી કોટાનો રહેવાસી છે અને બિઝનેસમેન છે. દેવુથની એકાદશીના શુભ મુહૂર્તમાં બંને એકબીજાના સાથી બન્યા. આ લગ્ન સમારોહમાં રાજસ્થાન વિધાનસભામાં વિપક્ષના નેતા રાજેન્દ્ર સિંહ રાઠોડ, રાજ્યના યુવા બાબતોના મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ, ધારાસભ્યો અને અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી. અંજલિ બિરલાના પતિ અનીશના ધર્મને લઈને અનેક દાવા કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો દાવો કરે છે કે અનીશ મુસ્લિમ છે.

લોકસભા સ્પીકર ઓમ બિરલાની નાની દીકરી અને IAS ઓફિસર અંજલિ બિરલાએ 12 નવેમ્બરે દેવુથની એકાદશીના શુભ મુહૂર્ત પર કોટા સ્થિત બિઝનેસમેન અનીશ રાજાણી સાથે લગ્ન કર્યા હતા. અંજલિ અને અનીસના લગ્ન સમારંભ સાથે જોડાયેલો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં અંજલિ અને અનીસ ફિલ્મી ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. તેમના લગ્ને સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન્સ બનાવી છે. અનીશે અંજલિ સાથે લગ્ન કર્યા હોવાના સમાચાર બહાર આવતા જ બંનેને લઈને લોકોની ઉત્સુકતા ઘણી વધી ગઈ હતી. અંજલિ બિરલા ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી છે અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની પુત્રી છે.

આજે કોટામાં વર-કન્યાને આશીર્વાદ આપવાનો એક સમારોહ આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં મોટી હસ્તીઓ ભાગ લેવા આવી છે. જેમાં વહીવટી અધિકારીઓ ઉપરાંત મનોરંજન, રાજનીતિ અને બિઝનેસ સાથે જોડાયેલી અનેક હસ્તીઓ સામેલ થશે. રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા અને મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ અને ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયા સહિત અન્ય ઘણા કેન્દ્રીય અને રાજ્ય મંત્રીઓ પણ આશીર્વાદ સમારોહમાં હાજરી આપવાના અહેવાલ છે.

જાણો શું છે હકીકત

અંજલિ અને અનીશના લગ્ન હિન્દુ લગ્ન સમારંભમાં થયા હતા. જ્યાં સુધી અનીશના ધર્મની વાત છે તો તે હિન્દુ સિંધી છે. તેનો પરિવાર રાજસ્થાનના કોટામાં રહે છે. આ લગ્ન સમારોહમાં રાજસ્થાન વિધાનસભામાં વિપક્ષના નેતા રાજેન્દ્ર સિંહ રાઠોડ, રાજ્યના યુવા બાબતોના મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ, ધારાસભ્યો અને અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી. બુધવારે બુંદી રોડ પરના એક રિસોર્ટમાં ‘રિસેપ્શન’નું આયોજન કરવામાં આવશે જેમાં ઘણા પ્રતિષ્ઠિત મહેમાનોની અપેક્ષા છે. રિસેપ્શનમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ હાજરી આપી હતી.

આ પણ વાંચો…બોપલ હત્યા કેસઃ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે મૃતકના પિતાને સાંત્વના પાઠવી

Back to top button