ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલપેરિસ ઓલિમ્પિક 2024સ્પોર્ટસ

ઓલિમ્પિકઃ હોકીમાં બ્રિટનને હરાવી ભારત પહોંચ્યું સેમી ફાઈલનમાં

Text To Speech

પેરિસ, 04 ઓગસ્ટ : ભારતીય હોકી ટીમે પેનલ્ટી શૂટઆઉટમાં બ્રિટનને હરાવીને ઈતિહાસ રચ્યો હતો અને સતત બીજી વખત ઓલિમ્પિકની સેમીફાઈનલમાં પહોંચ્યું છે. ચાર ક્વાર્ટરના અંતે બંને ટીમોનો સ્કોર 1-1થી બરાબર હતો. બંને ટીમોએ નિર્ધારિત સમય સુધી લીડ લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળ થઈ શકી નહોતી. આ પછી પેનલ્ટી શૂટઆઉટનો સહારો લેવામાં આવ્યો જેમાં ભારતે બ્રિટનને 4-2થી હરાવ્યું. ભારત આ મેચમાં 10 ખેલાડીઓ સાથે રમી રહ્યું હતું કારણ કે બીજા ક્વાર્ટરમાં અમિત રોહિદાસને રેડ કાર્ડ આપવામાં આવ્યું હતું જેના કારણે તે આખી મેચમાંથી બહાર થઈ ગયો હતો.

આ પણ વાંચો : ડાંગના યુવાને શરૂ કરી પ્રાકૃતિક ખેતી, ત્રણ વર્ષમાં આવક 700 ટકા પાર

શૂટઆઉટમાં શું થયું?

  • બ્રિટને પ્રથમ શૂટઆઉટ લીધો હતો અને આલ્બરી જેમ્સીએ ગોલ કર્યો હતો.
  • ભારત તરફથી પહેલો શોટ હરમનપ્રીત સિંહ લેવા આવ્યો અને તેણે પણ ગોલ ફટકાર્યો.
  • બ્રિટન માટે વોલેસે શોટ લીધો અને ગોલ કર્યો.
  • ભારત તરફથી સુખજીત આવ્યો અને તેણે ગોલ કરીને સ્કોર 2-2થી બરાબર કરી દીધો.
  • બ્રિટનના ત્રીજા પ્રયાસ માટે ક્રોનન આવ્યો અને ગોલ ચૂકી ગયો.
  • લલિતે ભારત માટે ત્રીજા પ્રયાસમાં ગોલ ફટકારીને ભારતને 3-2ની લીડ અપાવી હતી.
  • બ્રિટન ચોથા પ્રયાસમાં પણ ગોલ કરવામાં નિષ્ફળ ગયું હતું. જે બાદ ભારતે બ્રિટનને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી. ભારત માટે રાજકુમારે ચોથા પ્રયાસમાં ગોલ કર્યો હતો.

અગાઉ હોકીમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 52 વર્ષ બાદ હરાવ્યું હતું

ઓસ્ટ્રેલિયા સામે ભારતના પ્રદર્શનની વિશેષતા મનપ્રીત સિંઘ અને વાઇસ-કેપ્ટન હાર્દિક સિંઘની આગેવાની હેઠળના મિડફિલ્ડ અને ગુર્જંત સિંઘ તથા સુખજીત સિંહની આગેવાની હેઠળની ફ્રન્ટ લાઇન વચ્ચેનું શાનદાર સંકલન હતું. ગુર્જંત અને સુખજીતે પોતાની રમતથી ઓસ્ટ્રેલિયાના ડિફેન્સને દબાણમાં રાખ્યું હતું. અભિષેક ઓસ્ટ્રેલિયા સામે ફોરવર્ડ લાઇનમાં સક્રિય હતો અને તેણે ટુર્નામેન્ટમાં તેનો બીજો ફિલ્ડ ગોલ કરીને ભારતને લીડ અપાવી હતી.

આ પણ વાંચો : આજે શ્રીલંકા સામેની બીજી વનડેમાં ભારતની પ્લેઈંગ 11માં થશે ફેરફાર? આ ખેલાડીને અપાઈ શકે છે તક

Back to top button