ઓલિમ્પિક 2024: દિલ્હીમાં ‘ઇન્ડિયા ઇન પેરિસ’ ઓલિમ્પિક મેરેથોન યોજાઈ
- આ મહિનાના અંતમાં યોજાનારી પેરિસ ઓલિમ્પિક માટે જાગૃતિ ઊભી કરવા તથા ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા મેરેથોનનું આયોજન થયું
નવી દિલ્હી, 14 જુલાઈઃ આગામી થોડા દિવસમાં ફ્રાન્સના પેરિસમાં ઓલિમ્પિક મહાકુંભ શરૂ થઈ રહ્યો છે. એક તરફ ભારતીય ખેલાડીઓ આ માટે બરાબર તૈયારીમાં લાગી ગયા છે તો બીજી તરફ સરકાર અને શાસક પક્ષ પણ દેશના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા પ્રયત્નશીલ છે. એ અનુસંધાને આજે રવિવારે રાજધાની નવી દિલ્હીમાં એક વિશેષ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી દેશની યુવાપઢીમાં ઓલિમ્પિક વિશે તેમજ આપણા ખેલાડીઓ વિશે જાગૃતિ કેળવી શકાય.
ફ્રાન્સના પેરિસમાં યોજાનાર ઓલિમ્પિક્સ રમતોત્સવ 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી ચાલશે. આ વર્ષે 113 ભારતીય ખેલાડીઓ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયા છે. હવે એથ્લેટ્સ પાસે આ મહિનાના અંતમાં યોજાનારી પેરિસ ઓલિમ્પિકમાં પોતાની તાકાત બતાવવાની તક છે. ત્યારે આ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા તેમજ સમગ્ર દેશ તેમની સાથે છે એવું દર્શાવવા માટે દિલ્હીમાં આયોજિત ‘ઇન્ડિયા ઇન પેરિસ‘ ઓલિમ્પિક જાગૃતિ દોડને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ અને ભાજપના સાંસદ મનોજ તિવારીએ લીલી ઝંડી બતાવી હતી.
#WATCH दिल्ली: केंद्रीय मंत्री गिरिराज सिंह और भाजपा सांसद मनोज तिवारी ने ‘भारत इन पेरिस’ ओलंपिक जागरूकता दौड़ को हरी झंडी दिखाई।
2024 ओलंपिक 26 जुलाई से 11 अगस्त तक पेरिस में आयोजित किया जाएगा। इस साल 113 भारतीय एथलीटों ने ओलंपिक के लिए क्वालीफाई किया है। pic.twitter.com/BHLkz7BqGu
— ANI_HindiNews (@AHindinews) July 14, 2024
અગાઉની ટોક્યો ઓલિમ્પિક પણ ભારત માટે સફળ રહી હતી. ત્યારે દેશે કુલ 7 મેડલ જીત્યા હતા. આ વખતે પણ ભારતીય ખેલાડીઓ પાસે ઓલિમ્પિકમાં જૂના તમામ રેકોર્ડ તોડી પાડવાની તક છે. આ વખતે ભારતને બે આંકડામાં મેડલ મળવાની આશા છે. જો આ અલગ રીતે થશે તો ભારત ઓલિમ્પિકમાં પણ ઈતિહાસ રચવામાં સફળ થશે.
ઓલિમ્પિક ઈતિહાસમાં ભારતનું સૌથી મજબૂત પ્રદર્શન છેલ્લી વખત ટોક્યો ગેમ્સમાં હતું. ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે 1 ગોલ્ડ, 2 સિલ્વર, 4 બ્રોન્ઝ સહિત લગભગ 7 મેડલ જીત્યા હતા. જેમાંથી નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં ગોલ્ડ જીત્યો હતો. મીરાબાઈ ચાનુએ 49 કિગ્રા વેઈટલિફ્ટિંગમાં અને રવિ દહિયાએ પુરુષોની ફ્રીસ્ટાઈલ 57 કિગ્રા કુસ્તીમાં 2 સિલ્વર મેડલ જીત્યા હતા. આ ઉપરાંત 4 બ્રોન્ઝ મેડલ વિમેન્સ વેલ્ટરવેટ બોક્સિંગમાં લવલીના બોર્ગોહેન, મહિલા સિંગલ બેડમિન્ટનમાં પીવી સિંધુ, મેન્સ 65 કિગ્રા રેસલિંગમાં બજરંગ પુનિયા અને ભારતીય મેન્સ હોકી ટીમે જીત્યા હતા.
આ પણ વાંચોઃ પેરિસ ઓલિમ્પિક જોવાનું મન છે? આ એપ્લિકેશન પર ફ્રીમાં જોઈ શકો છો, જાણો સંપૂર્ણ વિગતો