ઓલિમ્પિક ચેમ્પિયન કેટી લેડેકીએ માથા પર ચોકલેટ મિલ્કનો ગ્લાસ રાખી કર્યું સ્વિમિંગ, એક ટીપું પણ ન પડ્યું, વીડિયો વાયરલ
નવી દિલ્હી, 02 ઓગસ્ટ : સાત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર અમેરિકન સ્વિમર કેટી લેડેકીનો એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો જોઈને કોઈ પણ વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જાય છે એટલું જ નહીં પણ એક ક્ષણ માટે ચોંકી જાય છે કે કોઈ સ્વિમિંગ પૂલમાં આ રીતે કેવી રીતે તરી શકે છે. વાયરલ વીડિયોમાં કેટી લેડેકીના માથા પર દૂધનો ગ્લાસ છે અને તે અદ્ભુત અંદાજમાં સ્વિમિંગ કરી રહી છે. એક આશ્ચર્યજનક બાબત ત્યારે બની જ્યારે સ્વિમિંગ દરમિયાન ગ્લાસમાંથી દૂધનું એક ટીપું પણ ન પડ્યું.
આ પણ વાંચો : રાહુલ ગાંધીનો મોટો દાવો, કહ્યું: ચક્રવ્યુહ ભાષણ પછી ED દરોડાની કરી રહ્યું છે તૈયારી
હર્ષ ગોયકાએ ટ્વિટર પર વીડિયો કર્યો શેર
સ્વિમિંગનો આ અનોખો વીડિયો હર્ષ ગોયકાએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી શેર કર્યો છે. આ વીડિયો શેર કરતી વખતે તે પણ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ વીડિયોને શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા અમેરિકન સ્વિમર કેટી લેડેકીને ચોકલેટ દૂધનું એક ટીપું પણ પડ્યા દીધા વિના પૂલને પાર કરવાની ચેલેન્જ આપવામાં આવી હતી, જ્યારે તેને માથા પર એક ગ્લાસ બેલેન્સ કરીને ચેલેન્જ પાર કરવી પડી હતી.
વીડિયોમાં જોઈ શકાય છે કે લેડેકી પોતે પુલના એક ખૂણા પર ચોકલેટ મિલ્કથી ભરેલા ગ્લાસને પોતાના માથા પર બેલેન્સ કરે છે. તેના માથા પર ગ્લાસ મૂક્યા પછી, લેડેકી સ્વિમિંગ શરૂ કરે છે. આ દરમિયાન દૂધનું એક ટીપું પણ નીચે પડતું નથી. આ વિડિયો લોકોને ખૂબ પ્રભાવિત કરી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં ઘણા વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે આ વીડિયો પર સેંકડો લોકોએ કોમેન્ટ પણ કરી છે.
આ પણ વાંચો : ફુઆદ શુકરની હત્યાથી ગુસ્સે ભરાયું હિઝબુલ્લાહ, ઇઝરાયેલ પર ડઝનબંધ રોકેટો છોડ્યા