ઓલિમ્પિક Breaking : કુસ્તીબાજ વિનેશ ફોગાટનો ફાઈનલમાં પ્રવેશ
- સેમિ ફાઇનલમાં ક્યુબાના યુસ્નેલિસ ગુઝમેનને હરાવી
નવી દિલ્હી, 6 ઓગસ્ટ : પેરિસ ઓલિમ્પિક 2204માં, ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે (50 કિગ્રા વર્ગ) સેમિફાઇનલ મેચમાં ક્યુબાના યુસ્નેલિસ ગુઝમેનને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જો તે ફાઈનલ મેચ જીતશે તો ભારતના ખાતામાં ચોક્કસપણે ગોલ્ડ મેડલ આવશે. વિનેશે સેમિફાઇનલમાં યુસ્નેલિસ ગુઝમેનને 5-0થી હરાવ્યો હતો. ફાઇનલમાં તેણીનો સામનો કોની સાથે થશે ? આ અંગે થોડા સમયમાં નિર્ણય લેવામાં આવશે.
પ્રથમ દોઢ મિનિટમાં બંને ખેલાડીઓએ પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો પરંતુ એકબીજા સામે એક પણ પોઈન્ટ નોંધાવી શક્યા ન હતા. આ પછી, ભારતની વિનેશ ફોગાટે 1 પોઈન્ટ નોંધાવ્યો અને પહેલા રાઉન્ડમાં 1 પોઈન્ટની લીડ મેળવી હતી. બીજા રાઉન્ડમાં વિનેશ ફોગાટે શાનદાર પ્રદર્શન કર્યું અને 2 પોઈન્ટ્સ નોંધાવ્યા હતા. આ રીતે તેણે ફરીથી 2 પોઈન્ટ નોંધાવ્યા હતા. જે બાદ તેણે 5-0ની લીડ મેળવી હતી.
છેલ્લી મેચમાં જ્યારે 37 સેકન્ડ બાકી હતી ત્યારે વિનેશ 5-0થી આગળ હતી. છેલ્લી 30 સેકન્ડમાં ક્યુબાના રેસલરે ઘણી મહેનત કરી હતી. પરંતુ તેણી એક પણ પોઈન્ટ નોંધાવી શકી ન હતી. આ રીતે વિનેશે મેચ જીતી લીધી હતી. આ પહેલા ફોગાટે ક્વાર્ટર ફાઈનલ મેચમાં યુક્રેનની ખેલાડી ઓક્સાના લિવાચને હરાવ્યો હતો.
વિનેશે ઓકસાનાને 7-5થી હરાવી બતી. વિનેશ રમતની શરૂઆતથી જ ઓક્સાના પર પ્રભુત્વ ધરાવતી જોવા મળી હતી. વિનેશ કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ પણ છે. તેણે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ઘણા મેડલ જીત્યા છે.