Olympic Breaking: રોવિંગ સ્પર્ધાના પહેલા રાઉન્ડમાં ભારતને મળી નિરાશા
પેરિસ, 27 જુલાઈઃ ફ્રાન્સમાં પેરિસમાં ઓલિમ્પિક મહાકુંભનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ઓલિમ્પિકના પહેલા જ દિવસે ભારતીય ખેલાડીઓ રોવિંગ, શૂટિંગ, બેડમિંટન, હોકી, બોક્સિંગ વગેરે સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યા છે.
આજે સૌથી પહેલી સ્પર્ધા રોવિંગ અને ત્યારબાદ તરત જ શૂટિંગની સ્પર્ધાઓ શરૂ થઈ ગઈ હતી. મળતા અહેવાલ મુજબ આ બંને પ્રારંભિક રમતોમાં ભારતીય ટીમને નિરાશા મળી છે.
રોવિંગમાં મેન્સ સિંગલ્સમાં ભારતીય ખેલાડી બલરાજ પંવાર ચોથા સ્થાને આવતા તે હવે પછીના રાઉન્ડ માટે ક્વૉલિફાય કરી શક્યો નહોતો. જોકે, તેની પાસે હજુ એક તક છે. તેણે આગળના રાઉન્ડમાં પહોંચવા માટે રૅપચેઝ રાઉન્ડમાં સારું પરફોર્મન્સ આપવું પડશે. આ રાઉન્ડ આવતીકાલે 28 જુલાઈએ છે.
બીજી તરફ, 10 મીટર એર રાયફલ મિક્સ શૂટિંગમાં પણ ભારતને નિરાશા મળી છે. એલાવેનિલ અને સંદીપની ટીમ 626.3 ના કુલ સ્કોર સાથે 12મા સ્થાને રહ્યા. આ સ્પર્ધામાં ચીનના ખેલાડીઓ ટૉપ પર રહ્યા હતા.
આ પણ વાંચોઃ ઓલિમ્પિકઃ ઉદ્દઘાટન સમારંભના પ્રારંભે જ ફ્રાન્સે કર્યો મોટો ગફલો, જાણો શું થયું?