ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલપેરિસ ઓલિમ્પિક 2024

Olympic Breaking: ભારતે પહેલો ચંદ્રક જીતી લીધો, શૂટિંગમાં મનુ ભાકરને કાંસ્ય

Text To Speech

પેરિસ, 28 જુલાઈઃ પેરિસ ઓલિમ્પિકમાં બીજા જ દિવસે ભારતે ચંદ્રક મેળવવાની શરૂઆત કરી દીધી છે. 10 મીટર શૂટિંગમાં મનુ ભાકરે ત્રીજા સ્થાને રહીને કાંસ્ય ચંદ્રક જીતી લીધો છે.

પેરિસ ઓલિમ્પિકમાં આજે બીજા દિવસે 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીતી લીધો છો. વર્તમાન ઓલિમ્પિક મહાકુંભમાં ભારત માટે ચંદ્રક જીતનાર મનુ પ્રથમ ખેલાડી બની છે. આ રીતે તેણે ઇતિહાસ પણ રચ્યો છે. મનુ ભાકર 60 શૉટના ક્વોલિફાઈંગ રાઉન્ડમાં કુલ 580 અંક સાથે ત્રીજા સ્થાને રહી. ભાકરે પહેલી સિરિઝમાં 97, બીજી સિરિઝમાં 97, ત્રીજીમાં 98, ચોથીમાં 96, પાંચમીમાં 96 અને છઠ્ઠી સિરિઝમાં પણ 96 અંક મેળવ્યા.

આ જ ઈવેન્ટમાં ભારતની રિધમ સાંગવાન પણ ભાગ લઈ રહી હતી, પરંતુ તેને સફળતા મળી નથી. રિધમ 573 અંક સાથે 15મા સ્થાને રહી છે.

પેરિસ ઓલિમ્પિકમાં પ્રથમ મેડલ મેળવવા બદલ મનુને આખા દેશમાંથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ, વડાપ્રધાન સહિત લાખો લોકો મનુને અભિનંદન પાઠવી રહ્યા છે. રાષ્ટ્રપતિએ આ શબ્દોમાં તેમનો રાજીપો વ્યક્ત કર્યો છેઃ

રાષ્ટ્રપતિ HDNews

મનુને આ ઐતિહાસિક જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન પાઠવ્યા છે. તેમણે X ઉપર લખ્યું, ઐતિહાસિક મેડલ. પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે પ્રથમ મેડલ જીતીને ઉત્તમ દેખાવ કર્યો છે. કાંસ્ય ચંદ્રક માટે અભિનંદન. આ સફળતા વિશેષ છે કેમ કે ભારત માટે મેડલ મેળવનાર તે પ્રથમ મહિલા બની છે.

ભારતીય શૂટર મનુ ભાકર માટે પેરિસ ઓલિમ્પિક એ બીજી ઓલિમ્પિક સ્પર્ધા છે. તેણે અગાઉ 2020માં ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. જોકે ટોક્યો ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ ક્વોલિફિકેશન દરમિયાન તેની પિસ્તોલમાં ખામી સર્જાવાને કારણે તેને મેડલથી વંચિત રહેવું પડ્યું હતું. તે સમયે મિક્સ ટીમ 10 મીટર પિસ્તોલ તથા 25 મીટર પિસ્તોલ સ્પર્ધાઓમાં પણ ચંદ્રક મેળવી શકી નહોતી.

મનુએ 10 મીટર એર રાયફલ ફાઈનલમાં 221.7 અંક મેળવ્યા છે.
મનુના પહેલા પાંચ શૉટઃ 10.6, 10.2, 9.5, 10.5, 9.6 – આમ કુલ 50.4
બીજા પાંચ શૉટઃ 10.1, 10.3, 9.6, 9.6, 10.3 – આમ કુલ 49.9
અન્ય શૉટઃ 10.5, 10.4, 9.8, 9.8, 9.9, 10.2, 10.1, 10.2, 10.1, 10.0, 10.1, 10.3

માતા – પિતા ખુશ. આ રીતે આપ્યો પ્રતિભાવઃ

દરમિયાન, મનુ ભાકરે ચંદ્રક જીત્યો હોવાના અહેવાલ મળતાં આખા દેશમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. સોશિયલ મીડિયા ઉપર અનેક લોકો મનુ ભાકરને અભિનંદન આપી રહ્યા છે. હરિયાણાના મુખ્યપ્રધાન નાયબ સિંહે પણ મનુને અભિનંદન પાઠવ્યા છે.

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે પણ મનુને અભિનંદન પાઠવ્યા છે. સીએમ ભૂપેન્દ્રભાઈએ X ઉપર લખ્યું કે,

આ પણ વાંચોઃ ઓલિમ્પિક : પીવી સિંધુએ એકતરફી જીત સાથે કરી શરૂઆત, રમિતા જિંદાલે પણ રચ્યો ઈતિહાસ

Back to top button