ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલપેરિસ ઓલિમ્પિક 2024વર્લ્ડસ્પોર્ટસ

ઓલિમ્પિક બોક્સિંગના ડ્રોનું એલાન: નિખત ઝરીન અને લવલીના બોર્ગોહેન કોનો કરશે સામનો?

  • પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના લગભગ 117 એથ્લેટ ભાગ લઈ રહ્યા છે

નવી દિલ્હી, 26 જુલાઇ: પેરિસ ઓલિમ્પિક્સ 2024 શરૂ થઈ ગઈ છે. જોકે, રમતોનું ઔપચારિક ઉદ્ઘાટન આજે એટલે કે 26મી જુલાઈએ રાત્રે થશે. આ પછી 27 જુલાઈથી આગળની રમતો પણ શરૂ થશે. આ વર્ષના ઓલિમ્પિકમાં ભારતના લગભગ 117 એથ્લેટ ભાગ લઈ રહ્યા છે. જેમાંથી સમગ્ર ભારતને મેડલ જીતવાની આશા છે. ભારતની તીરંદાજી ટીમે શાનદાર પ્રદર્શન કરીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. આ વખતે પણ ભારત ઓલિમ્પિકમાં તેના બોક્સરો પાસેથી મેડલની અપેક્ષા રાખી રહ્યું છે. આ દરમિયાન ભારતીય બોક્સિંગ ખેલાડીઓનો ડ્રો જાહેર કરવામાં આવ્યો છે એટલે કે ભારતીય ખેલાડીઓ કોઈ વિરોધી એથલીટનો સામનો કરશે, તેવું એલાન થયું છે.

 

નિખત ઝરીન અને લવલીના બોર્ગોહેનને મુશ્કેલ ડ્રો મળી 

પેરિસ 2024 ઓલિમ્પિકમાં ભારતીય બોક્સર નિખત ઝરીન અને લવલીના બોર્ગોહેન પોતપોતાની વેઇટ કેટેગરીમાં મુશ્કેલ ડ્રોનો સામનો કરશે. મહિલાઓની 50 કિગ્રા બોક્સિંગ ઈવેન્ટમાં રાઉન્ડ ઓફ 32માં નિખત જર્મનીની મેક્સી કેરિના ક્લોએત્ઝરનો સામનો કરશે, પરંતુ બે વખતની વર્લ્ડ ચેમ્પિયનનો સામનો પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાની વૂ યૂ સામે થઈ શકે છે, જે એશિયન ગેમ્સની હાલની ચેમ્પિયન છે. પેરિસ 2024માં મહિલાઓની 50kgમાં ટોચનું સ્થાન મેળવનારી બોક્સર વૂ યૂ મહિલા 52kg વર્ગમાં હાલની વિશ્વ ચેમ્પિયન પણ છે. નિખત મહિલાઓની 50 કિગ્રામાં વર્લ્ડ ચેમ્પિયન છે.

પ્રથમ મેચ જીતીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી શકે છે

દરમિયાન, જો નિખત ઝરીન ચીનની બોક્સરને હરાવવામાં સફળ થાય છે, તો ક્વાર્ટર ફાઈનલમાં તેનો સામનો થાઈલેન્ડની ચુથમટ રક્સટ અથવા ઉઝબેકિસ્તાનની સબીના બોબોકુલોવા સામે થઈ શકે છે. ફેબ્રુઆરીમાં સ્ટ્રેન્ડજા મેમોરિયલ ફાઇનલમાં નિખત બોબોકુલોવા સામે હારી ગઈ હતી, જ્યાં ઉઝબેક બોક્સરે પણ સેમી ફાઇનલમાં વૂ યૂને હરાવી હતી. ગયા વર્ષે એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતવાના રસ્તામાં ચુથમટ રક્સટે સેમિફાઇનલમાં નિખતને હરાવી હતી.

લવલીના બોર્ગોહેન પાસેથી પણ મેડલની અપેક્ષા

બીજી તરફ, ટોક્યો 2020 બ્રોન્ઝ મેડલ વિજેતા લવલીના બોર્ગોહેન મહિલા 75 કિગ્રામાં નોર્વેની સુન્નીવા હોફસ્ટેડ સામે તેના અભિયાનની શરૂઆત કરશે અને ક્વાર્ટર ફાઇનલમાં તેણીનો સામનો ચીનની લી કિયાન સામે થઈ શકે છે. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા કિયાને હાંગઝોઉમાં એશિયન ગેમ્સમાં મહિલાઓની 75 કિગ્રાની ફાઇનલમાં બોર્ગોહેનને હરાવી હતી. જાસ્મીન લેમ્બોરિયા મહિલાઑની 57 કિગ્રામાં પોતાના પ્રારંભિક રાઉન્ડના મુકાબલામાં ટોક્યો 2020ની સિલ્વર મેડલ વિજેતા ફિલિપાઈન્સની નેસ્ટી પેટેસિયો સામે હશે. જો ભારતીય બોક્સર પછીના રાઉન્ડમાં પહોંચે છે, તો તેમનો સામનો ફ્રાન્સની ત્રીજી ક્રમાંકિત અમીના ઝિદાની સાથે થશે, જે આ વર્ગમાં વર્તમાન યુરોપિયન ચેમ્પિયન છે.

અમિત પંઘાલ અને નિશાંત દેવ સાથે કોની ટક્કર થશે?

એશિયન ગેમ્સની બ્રોન્ઝ મેડલ વિજેતા પ્રીતિ પવારે રાઉન્ડ ઓફ 32માં વિયેતનામની વો થી કિમ અન્હ સામે રમવાનું છે. આ દરમિયાન, અમિત પંઘાલ અને નિશાંત દેવ અનુક્રમે પુરુષોની 51 કિગ્રા અને 71 કિગ્રામાં રાઉન્ડ ઓફ 16માં તેમના અભિયાનની શરૂઆત કરશે. બંનેને પ્રારંભિક રાઉન્ડમાં બાય મળી છે. ટોક્યો 2020 ઓલિમ્પિયન અમિત પંઘાલ પેરિસમાં તેના પ્રારંભિક મુકાબલામાં ઝામ્બિયાના પેટ્રિક ચિન્યેમ્બા સામે ટકરાશે. ચિન્યેમ્બાએ ટોક્યો 2020 ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો અને 2022 કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. નિશાંત દેવ પહેલા ઇક્વાડોરના જોસ રોડ્રિગ્ઝ ટેનોરિયો સામે ટકરાશે.

 

પેરિસ 2024 ઓલિમ્પિક્સ બોક્સિંગ: ભારતીય બોક્સરો માટે ડ્રો

  1. મહિલા 50 કિગ્રા: નિખત ઝરીન વિ. મેક્સી કેરિના ક્લોત્ઝર (જર્મની) – રાઉન્ડ ઓફ 32
  2. મહિલા 54 કિગ્રા: પ્રીતિ પવાર વિ. વો થી કિમ અન્હ (વિયેતનામ) – રાઉન્ડ ઓફ 32
  3. મહિલાઓની 57 કિગ્રા: જાસ્મીન લેમ્બોરિયા વિ. નેસ્ટી પેટેસિયો (ફિલિપાઇન્સ) – રાઉન્ડ ઓફ 32
  4. મહિલાઓની 75 કિગ્રા: રાઉન્ડ ઓફ 16: લવલીના બોર્ગોહેન વિ સુન્નીવા હોફસ્ટેડ (નોર્વે) – રાઉન્ડ ઓફ 16
  5. મેન્સ 51 કિગ્રા: રાઉન્ડ ઓફ 16: અમિત પંઘાલ વિ પેટ્રિક ચિન્યેમ્બા (ઝામ્બિયા) – રાઉન્ડ ઓફ 16
  6. મેન્સ 71 કિગ્રા: રાઉન્ડ ઓફ 16: નિશાંત દેવ વિ. જોસ રોડ્રિગ્ઝ ટેનોરિયો (ECU) – રાઉન્ડ ઓફ 16

આ પણ જૂઓ: પેરિસ ઓલિમ્પિકનું આજે ભવ્ય ઉદઘાટન, 128 વર્ષના ઈતિહાસમાં સૌથી અલગ હશે ઓપનિંગ સેરેમની

Back to top button