ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગોલ્ડ વિનર સુશીલ કુમારનું જેલમાંથી બહાર આવવું મુશ્કેલ, કોર્ટે નક્કી કર્યા ગંભીર આરોપ

Text To Speech

દિલ્હીની એક કોર્ટે સાગર ધનખડ હત્યા કેસમાં કુસ્તીબાજ અને બે વખતના ઓલિમ્પિક વિજેતા સુશીલ કુમાર સામે આરોપો નક્કી કરાયા છે. સુશીલ કુમારની સાથે અન્ય 17 સામે પણ આરોપો નક્કી કરવામાં આવ્યા છે. દિલ્હીની રોહિણી કોર્ટે સુશીલ કુમાર સહિત 18 લોકોને હત્યા, હત્યાનો પ્રયાસ, રમખાણો, ગેરકાયદેસર રીતે ભીડ એકઠી કરવા તેમજ અન્ય કલમો હેઠળ ગુનાહિત ષડયંત્ર માટે દોષિત ઠેરવ્યા છે.

Sushil Kumar
Sushil Kumar

આ ઉપરાંત આ કેસમાં ફરાર બે આરોપીઓ સામે પણ કોર્ટે આરોપો ઘડ્યા છે. વર્ષ 2021 માં, 4-5 મેની રાત્રે, સુશીલ કુમાર તેના કેટલાક સાથી ખેલાડીઓ સાથે દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમ પહોંચે છે અને કુસ્તીબાજ સાગર ધનખર સાથે લડે છે. આ ઘટનામાં સાગરને ગંભીર ઈજાઓ થઈ હતી અને બાદમાં તેનું મોત થયું હતું. ઘટના બાદ સુશીલ કુમાર ફરાર થઈ ગયો હતો અને 17 દિવસ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હીની સ્પેશિયલ સેલની ટીમે સુશીલ કુમાર અને અન્ય લોકોની ધરપકડ કરી છે. હાલમાં સુશીલ કુમાર અને હત્યા કેસના આરોપીઓ તિહાર જેલમાં બંધ છે.

Charges framed against Sushil Kumar
Charges framed against Sushil Kumar

સાગર ધનખડ હત્યા કેસમાં 20 આરોપીઓ

સાગર ધનખડ હત્યા કેસમાં દિલ્હી પોલીસે સુશીલ કુમાર સહિત 20 લોકોને આરોપી બનાવ્યા હતા. જેમાંથી 2 આરોપી હજુ ફરાર છે જ્યારે 18 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ હજુ પણ ફરાર આરોપીને શોધી રહી છે. એવું કહેવાય છે કે કુસ્તીબાજ સુશીલ કુમાર અને સાગર ધનખર વચ્ચે દિલ્હીના મોડલ ટાઉન વિસ્તારમાં એક ફ્લેટને લઈને બોલાચાલી થઈ હતી. જે બાદ મામલો મારામારી સુધી ઉતરી ગયો હતો અને સાગર ધનખડનું મોત થયું હતું.

મારપીટનો વીડિયો થયો હતો વાયરલ

સાગર ધનખડની મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો. જેમાં સુશીલ કુમાર હાથમાં લાકડી પકડેલો જોવા મળ્યો હતો. આ વીડિયોમાં સાગર ધનખડ જમીન પર પડેલો જોવા મળે છે. બાદમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે સાગરનું મોત માથામાં ઈજાના કારણે થયું હતું. આ ઘટનામાં સાગરનું મોત થયું હતું અને અન્ય બે લોકો ઘાયલ થયા હતા.

Back to top button