ફરી મળ્યાં જુનાં પ્રેમીઓ : કેટરીના કૈફ-રણબીર કપૂરે એકબીજા સામે જોયું પણ નહીં
બૉલિવુડનાં એક સમયનાં લવ બડૅસ્ ગણાતા રણબીર કપુર અને કેટરીના કૈફ ફરી એક વખત ભેગા થયાં હતાં. બંને સેલિબ્રિટી કેરળમાં કલ્યાણ જ્વેલર્સના ઘરે ભેગા થયાં હતાં. રણબીર કપૂર તથા કેટરીનાએ દશેરાનો તહેવાર સાથે સેલિબ્રેટ કર્યો હતો. આ સેલિબ્રેશનમાં અન્ય સાઉથ સ્ટાર્સ હાજર રહ્યાં હતા. જો કે, રણબીર તથા કેટરીનાએ અહીંયા એકબીજા સાથે વાત પણ કરી નહોતી કે એકબીજા સામે જોયું પણ નહોતું.
આ પણ વાંચો : ઉદિત નારાયણને હાર્ટ એટેક આવ્યો હતો ? મેનેજરે વાયરલ મેસેજની જણાવી વાસ્તવિકતા
બંને સેલિબ્રિટીએ નવરાત્રિ સેલિબ્રેશનમાં આપી હાજરી : બંનેએ એકબીજાને કર્યા ઇગ્નોર
કેરળમાં કલ્યાણ જ્વેલર્સના ઘરે યોજાયેલા નવરાત્રિ સેલિબ્રેશનમાં રણબીર કપૂર તથા કેટરીના કૈફે હાજરી આપી હતી. સેલિબ્રેશન દરમિયાન કેટરીના તથા રણબીર એકબીજાથી દૂર જ રહ્યા હતા અને તેમણે એકબીજા સાથે વાત પણ કરી નહોતી. બંનેએ એકબીજાને ઇગ્નોર કર્યા હતા. આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા એ પહેલાં રણબીરના સંબંધો કેટરીના કૈફ સાથે હતાં. લગ્ન પહેલાં કેટ તથા રણબીર લીવ ઇનમાં રહ્યા હતા. રણબીરે આ વર્ષે એપ્રિલમાં આલિયા સાથે લગ્ન કર્યા હતા. કેટરીનાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં વિકી કૌશલ સાથે લગ્ન કર્યા હતા.
સેલિબ્રેશનમાં ઘણાં સાઉથ સ્ટાર પણ રહ્યાં ઉપસ્થિત
રણબીર-કેટરીના ઉપરાંત સાઉથના જાણીતા સ્ટાર્સ પણ કલ્યાણ જ્વેલર્સના ઘરે યોજાયેલા નવરાત્રિ સેલિબ્રેશનમાં સામેલ થયા હતા. જેમાં નાગાર્જુન, આર માધવન, જયરામ, પ્રભુ ગણેશન, બંગાળી એક્ટ્રેસ રીતાભરી ચક્રવર્તી પણ હાજર રહ્યા હતા.