ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલ

જૂના માટલાનું પાણી ઠંડુ નથી થતું? આ કામ કરો પછી જૂઓ ફ્રીજ કરતાં મીઠું અને ઠંડુ પાણી મળશે

HD ન્યૂઝ ડેસ્ક: ઉનાળાની ગરમીમાં ઠંડુ પાણી શરીર માટે ખુબજ ફાયદાકારક હોય છે. કાળઝાળ ગરમીમાં ઠંડુ પાણી મળી જવું કોઈ વરદાનથી ઓછું નથી હોતું. પરંતુ ગરમીના દિવસોમાં મોટાભાગના લોકો પાણીને ઠંડુ કરવા માટે રેફ્રિજરેટરનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે કેટલાક લોકો હજુ પણ માટલામાં પાણી રાખવાની પરંપરાને અનુસરે છે. જો કે, ઘણા લોકો ફરિયાદ કરે છે કે ઘડાનું પાણી રેફ્રિજરેટર જેટલું ઠંડુ નથી થતું. પરંતુ, કેટલીક ટ્રિકની મદદથી ઘડાના પાણીને પણ ઠંડુ બનાવી શકાય છે. માટલાનું પાણી કુદરતી રીતે ઠંડુ કરીને બાહ્ય તાપમાન અને શરીરના તાપમાન વચ્ચે સંતુલન જાળવવામાં મદદ કરે છે. તેથી, અમે તમારી સાથે ઘડામાં પાણીને ઠંડુ રાખવા માટે કેટલીક ખાસ ટિપ્સ શેર કરવા જઈ રહ્યા છીએ.

જૂના માટલામાં આવી રીતે કરો પાણી ઠંડુ

જો તમારા રસોડામાં રાખેલા જૂના માટલામાં પાણી ઠંડુ ન થઈ રહ્યું હોય, તો નવું માટલુ ખરીદવાને બદલે આ યુક્તિ અજમાવો. સૌ પ્રથમ માટલાને પાણીથી પલાળી દો. હવે એક ચમચી મીઠું લો અને માટલા પર મીઠું છાંટો. હવે સ્કોચ બ્રાઈટને મીઠા પર ઘસો અને માટલાની ચારેય બાજુઓને સારી રીતે સાફ કરો (જ્યારે માટલુ નવું હોય ત્યારે તેમાં નાના-નાના છિદ્રો હોય છે જેના દ્વારા ઓક્સિજન સારી રીતે બહાર નીકળતો હોય છે, પરંતુ જ્યારે તે જૂનું થાય છે ત્યારે તેના છિદ્રો પુરાઈ જતા હોય છે) તમે પણ જાણતા હશો કે માટલાના નાના-નાના છિદ્રો પુરાઈ જવાથી માટલાનું પાણી ઠંડુ થતું નથી, તેથી તમે તે છિદ્રો મીઠાના પાણીથી ખોલી શકો છો. હવે માટલાની અંદર 1 ચમચી મીઠું અને થોડું પાણી નાખો. આમાં આપણે સ્કોચ બ્રાઈટથી અંદર ઘસવાનું નથી. આમાં માત્ર મીઠું અને થોડું પાણી તેમા નાખીને 15થી 18 મિનિટ પડ્યું રાખવાનું છે. મીઠું નાખવાથી માટલાના છિદ્રો અંદરથી ખુલી જશે. 15થી 18 મિનિટ પછી માટલાને 3-4 વાર સ્વચ્છ પાણીથી ધોઈ લો. હવે તમારા માટલાને સૂકવી લો અને પછી તેમાં પાણી ભરો.

માટલાના પાણીને ઠંડુ કરવા માટે આ ટિપ્સનો પણ ટ્રાય કરો:

  • માટલાને સુતરાઉ કાપડથી વીંટો: ઉનાળામાં બહારનું તાપમાન વધારે હોવાને કારણે માટલા પણ ગરમ થઈ જાય છે. આવી સ્થિતિમાં, તમે માટલામાં રહેલા પાણીને બાહ્ય તાપમાનથી બચાવવા માટે સુતરાઉ કાપડનો ઉપયોગ કરી શકો છો. સુતરાઉ કપડાને ભીનું કરીને માટલા ઉપર દિવસ દરમિયાન નિયમિત અંતરે રાખવાથી માટલું ગરમ નહીં થાય અને તેનું પાણી પણ સંપૂર્ણપણે ઠંડુ રહેશે.
  • માટલાને સ્ટેન્ડ પર રાખો: માટલાને ક્યારેય સીધા જમીન પર ન રાખો. આમ કરવાથી પાણી ઠંડુ થતું નથી. વાસ્તવમાં, ગરમ જમીનને કારણે માટલા પણ નીચેથી ગરમ થાય છે. તેથી, તમે માટલાની નીચે સ્ટેન્ડ અથવા માટીનું વાસણ અથવા ભીનું કપડું રાખી શકો છો. આ રીત અપનાવાથી પણ માટલાનું પાણી ઠંડુ રહે છે.

માટલું ખરીદતી વખતે આ વાતનું રાખો ખાસ ધ્યાન

માટલુ ખરીદતી વખતે હંમેશા પાકું માટલુ જોઈને જ ખરીદો, કારણ કે પાકા માટલામાં પાણી સૌથી વધુ ઠંડુ થાય છે. તેથી સૌ પ્રથમ તમારી આંગળીઓથી માટલાની મજબૂતાઈ તપાસો અને પછી જ નવા માટલાની ખરીદી કરો.

આ પણ વાંચો: ગરમીમાં માટલાનું પાણી પીતી વખતે ન કરશો આ ભૂલો, થશે મોટું નુકસાન

Back to top button