Olaનું હવે શું થશે? Atherનું આ ઈલેક્ટ્રિક સ્કૂટર 25 હજાર જેટલું સસ્તું થયું
ઈલેક્ટ્રિક સ્કૂટરની માંગ ઝડપથી વધી રહી છે, તેથી જ વધુને વધુ ગ્રાહકોને આકર્ષવા માટે ઈલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરતી કંપનીઓમાં દોડધામ ચાલી રહી છે. Ola S1 Air સાથે કોમ્પિટીશન કરતી Ather કંપનીના ઇલેક્ટ્રિક સ્કૂટર Ather 450sની કિંમતમાં 20 હજાર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
પ્રો પેક સાથે આવતા મોડલની કિંમતમાં 25 હજાર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. Ather કંપનીના આ એન્ટ્રી લેવલ મોડલની નવી કિંમત શું છે અને Ather કંપનીનું આ ઇલેક્ટ્રિક સ્કૂટર એકવાર ફુલ ચાર્જ થયા પછી કેટલા કિલોમીટર ચાલશે? હવે એ વાત કરીએ.
Ather 450s કિંમત
Ather ઈલેક્ટ્રિક સ્કૂટરની કિંમત હવે 97 હજાર 500 રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી)થી શરૂ થાય છે. બેંગલુરુમાં આ સ્કૂટરની કિંમત 1 લાખ 09 હજાર રૂપિયા (એક્સ-શોરૂમ) છે.
Ather 450sની 2024 બજાજ ચેતક અર્બેન સ્કૂટર જેની કિંમત 1 લાખ 15 હજાર રૂપિયા છે, TVS iQube (બેઝ વેરિઅન્ટ) જેની કિંમત 1 લાખ 23 હજાર રૂપિયા છે અને Ola S1 એર ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 1 લાખ 20 હજાર રૂપિયા સાથે સીધી સ્પર્ધા છે. આ તમામ એક્સ-શોરૂમ કિંમતો છે.
Ather 450s ફીચર્સ
આ સ્કૂટરમાં 2.9 kWh બેટરી છે જે એકવાર ફુલ ચાર્જ થવા પર 115 કિલોમીટર (IDC) સુધીનું અંતર કાપી શકે છે.
5.4 kW મોટર સાથે આવતા આ સ્કૂટરના પર્ફોર્મન્સ વિશે વાત કરીએ તો, આ સ્કૂટર 3.9 સેકન્ડમાં 0 થી 40 સુધીની ઝડપ પકડી લે છે. 90 kmphની ટોપ સ્પીડ સાથે આવતા આ ઈલેક્ટ્રિક સ્કૂટરની બેટરીને ઘરે 0 થી 80 ટકા સુધી ચાર્જ થવામાં લગભગ 6 કલાક 36 મિનિટનો સમય લાગી શકે છે.
આ લાભો Ather Pro Pack સાથે ઉપલબ્ધ છે
કંપનીના પ્રો પેક સાથે ગ્રાહકોને 3 વર્ષ માટે રાઈડ આસિસ્ટ, બેટરી પ્રોટેક્ટ, ફ્રી ઈથર કનેક્ટ જેવી સુવિધાઓનો લાભ મળશે.