OLAનો ધડાકો! ઇલેક્ટ્રિક બાઇક Roadster કરી લોન્ચ, જાણો તેના ફીચર્સ અને કિંમત વિશે
- આ બાઇકને Roadster X, Roadster અને Roadster Proના કુલ ત્રણ વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવી
નવી દિલ્હી, 15 ઓગસ્ટ: દેશની અગ્રણી ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપની OLA ઈલેક્ટ્રીકએ લાંબી રાહ જોયા બાદ સ્વતંત્રતા દિવસ નિમિત્તે સંકલ્પ ઈવેન્ટ દરમિયાન આજે ગુરુવારે આખરે સત્તાવાર રીતે સ્થાનિક બજારમાં તેની પ્રથમ ઇલેક્ટ્રિક મોટરસાઈકલ રેન્જ Ola Roadster લોન્ચ કરી છે. આ બાઇકને Roadster X, Roadster અને Roadster Proના કુલ ત્રણ વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવી છે. આ તમામ વેરિઅન્ટ અલગ-અલગ બેટરી પેક સાથે આવે છે. આ બાઇક રેન્જના બેઝ મૉડલની શરૂઆતની કિંમત એટલે કે Ola Roadster
Ola Roadster સિરીઝ કિંમત:
એન્ટ્રી લેવલ વેરિઅન્ટ Roadster X વિશે વાત કરવામાં આવે તો, આ મોડલ ત્રણ બેટરી પેક 2.5kWh, 3.5kWh અને 4.5kWhમાં આવે છે. જેની કિંમત અનુક્રમે રૂ 74,999, રૂ 84,999 અને રૂ 99,999 (એક્સ-શોરૂમ, બેંગલુરુ) છે.
જ્યારે મિડ વેરિઅન્ટ એટલે કે Roadsterને પણ 3 kWh, 4.5kWh અને 6kWhના ત્રણ અલગ-અલગ બેટરી પેક સાથે રજૂ કરવામાં આવ્યું છે. જેની કિંમત રૂ 1,04,999, રૂ 1,19,999 અને રૂ 1,39,999 (એક્સ-શોરૂમ, બેંગલુરુ) છે.
આ ઉપરાંત, કંપનીએ માત્ર બે બેટરી પેક 8kWh અને 16kWh સાથે ઉચ્ચ વેરિઅન્ટ એટલે કે Roadster Pro રજૂ કર્યું છે. જેની કિંમત અનુક્રમે રૂ 1,99,999 અને રૂ 2,49,999 (એક્સ-શોરૂમ, બેંગલુરુ) છે.
શક્તિ, પ્રદર્શન અને રેન્જ:
બેટરીની ક્ષમતા અને કિંમતો ઉપરાંત, પ્રારંભિક બે વેરિઅન્ટ્સ Roadster X અને Roadsterનો દેખાવ અને ડિઝાઇન મોટાભાગે સમાન છે. Roadsterનું ટોચનું મોડેલ આ વેરિઅન્ટની ટોપ સ્પીડ 124 કિમી/કલાક છે. જ્યારે બીજા મોડલ Roadsterનું ટોપ 6kWh વેરિઅન્ટ સિંગલ ચાર્જમાં 248 કિમીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે. આ વેરિઅન્ટની ટોપ સ્પીડ 126 કિમી પ્રતિ કલાક છે.
રોડસ્ટર પ્રો વિશે વાત કરવામાં તો તેની કિંમત સૌથી વધુ છે. તેના ટોપ મોડલ એટલે કે 16kWh બેટરી પેક સાથેના વેરિઅન્ટ વિશે, કંપની દાવો કરે છે કે, આ બાઇક એક જ ચાર્જમાં 579 કિમી સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપવામાં સક્ષમ છે. આ બાઇકમાં 52kWની ઇલેક્ટ્રિક મોટર છે જે 105Nm ટોર્ક જનરેટ કરે છે. તેની ટોપ સ્પીડ પણ 194 કિમી પ્રતિ કલાક છે. જે સામાન્ય રીતે કોઈપણ પેટ્રોલ બાઇક કરતા ઘણી સારી હોય છે. આ વેરિઅન્ટ માત્ર 1.6 સેકન્ડમાં 0 થી 60 કિમી/કલાકની ઝડપ વધારવા માટે સક્ષમ છે.
આ શાનદાર સુવિધાઓ મળશે:
Roadster Xમાં કંપનીએ સ્પોર્ટ્સ, નોર્મલ અને ઈકો સહિત ત્રણ રાઈડિંગ મોડ આપ્યા છે. જેમાં 4.3-ઇંચની LCD ડિસ્પ્લે પણ છે જે MoveOS પર કામ કરે છે. તેમાં OLA Maps નેવિગેશન (ટર્ન-બાય-ટર્ન), ક્રૂઝ કંટ્રોલ, DIY મોડ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, OTA અપડેટ, ડિજિટલ કી જેવી સુવિધાઓ આપવામાં આવી છે. આ બાઇકને OLA ઇલેક્ટ્રિકની સ્માર્ટફોન એપથી પણ ઓપરેટ કરી શકાય છે.
Roadster એટલે કે બીજા વેરિઅન્ટમાં કેટલીક વધુ સુવિધાઓ સામેલ કરવામાં આવી છે. તેમાં હાઇપર, સ્પોર્ટ, નોર્મલ અને ઇકો સહિત 4 ડ્રાઇવિંગ મોડ છે. તેમાં મોટી 6.8 ઇંચની TFT ટચસ્ક્રીન ડિસ્પ્લે સિસ્ટમ છે. પ્રોક્સિમિટી અનલોક, ક્રૂઝ કંટ્રોલ, પાર્ટી મોડ, ટેમ્પર એલર્ટ, Krutrim આસિસ્ટન્ટ જેવી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે.
Roadster Proની વિશેષતાઓ વિશે વાત કરવામાં આવે તો, સ્ટીલ ફ્રેમ પર આધારિત આ બાઇકમાં આગળના ભાગમાં અપ-સાઇડ-ડાઉન (USD) ફોર્ક અને પાછળના ભાગમાં મોનોશોક સસ્પેન્શન છે. તેમાં 10 ઇંચની TFT ટચસ્ક્રીન ડિસ્પ્લે છે. કંપનીએ આ બાઇકમાં 4 રાઇડિંગ મોડ્સ (હાયપર, સ્પોર્ટ, નોર્મ અને ઇકો) પણ સામેલ કર્યા છે. આ સિવાય તેમાં બે કસ્ટમાઈઝેબલ મોડ પણ ઉપલબ્ધ છે જેને ગ્રાહકો તેમની જરૂરિયાત મુજબ એડ કરી શકે છે.
બુકિંગ અને ડિલિવરી:
ઓલા ઈલેક્ટ્રીકના સ્થાપક અને સીઈઓ ભાવિશ અગ્રવાલે કહ્યું છે કે, આ તમામ બાઇકનું બુકિંગ સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે. તે કંપનીની સત્તાવાર વેબસાઇટ પરથી બુક કરી શકાય છે. આ સિવાય કંપની આવતા વર્ષે જાન્યુઆરીથી Roadster X અને Roadsterની ડિલિવરી શરૂ કરવાની યોજના બનાવી રહી છે. બીજી તરફ, Roadster Pro માટે બુકિંગ FY26 ના Q4 થી શરૂ કરવામાં આવશે.
આ પણ જૂઓ: Swiggyમાંથી ફૂડ ઓર્ડર કરવાનું બન્યું સરળ, કંપનીએ શરુ કરી UPI સેવા