ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

Olaના ફાઉન્ડર ભાવિશ અગ્રવાલની વધી મુશ્કેલી, કેબ સર્વિસ પર સરકારની ચાંપતી નજર

Text To Speech
  • સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ કેબ સર્વિસ કંપની Olaને કન્ઝ્યુમર ફ્રેન્ડલી ફેરફારો લાગુ કરવા માટે નિર્દેશ આપ્યો

નવી દિલ્હી, 14 ઓકટોબર: Ola Electricના સ્થાપક અને CEO ભાવિશ અગ્રવાલની મુશ્કેલીઓ વધી રહી છે. ઇલેક્ટ્રિક સ્કૂટર બાદ હવે સરકાર ઓલા કેબ સર્વિસ પર પણ કડક નજર રાખી રહી છે. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)એ કેબ સર્વિસ કંપની Olaને કન્ઝ્યુમર ફ્રેન્ડલી ફેરફારો લાગુ કરવા માટે નિર્દેશ આપ્યો છે. જેમાં રિફંડ વિકલ્પો આપવા અને ‘ઓટો રાઇડ્સ’ માટે રસીદો આપવાનો સમાવેશ થાય છે. CCPAએ રવિવારે આ જાણકારી આપી હતી.

 

બેંક ખાતામાં રિફંડનો કોઈ વિકલ્પ નથી

ચીફ કમિશનર નિધિ ખરેની આગેવાની હેઠળના CCPAએ શોધી કાઢ્યું હતું કે, Olaની રિફંડ પૉલિસી માત્ર ભવિષ્યની સવારી માટે કૂપન કોડ પ્રદાન કરે છે, જ્યારે ગ્રાહકોને તેમના બેંક ખાતામાં રિફંડનો વિકલ્પ આપવામાં આવતો નથી. CCPAએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ પ્રથા ઉપભોક્તાના અધિકારોનું ઉલ્લંઘન કરે છે,” નિયામકે કહ્યું કે, રિફંડ પોલિસીનો કોઈ પ્રશ્ન પૂછવામાં નહીં આવે તેનો અર્થ એવો ન હોઈ શકે કે કંપની લોકોને આ સુવિધાનો ઉપયોગ માત્ર આગલી વખતે જ્યારે તેઓ આ સેવાનો લાભ લે ત્યારે કરવા માટે પ્રોત્સાહિત કરે છે. CCPAએ olaને તેના પ્લેટફોર્મ દ્વારા બુક કરાયેલ તમામ ‘ola રાઇડ્સ’ માટે બિલ જારી કરવાનો આદેશ પણ આપ્યો છે.

Ola સ્કૂટર સંબંધિત ફરિયાદો માટે નોટિસ મળી

ઉલ્લેખનીય છે કે, આ પહેલા CCPAએ ભાવિશ અગ્રવાલની કંપની Ola ઈલેક્ટ્રીકને નોટિસ જારી કરી હતી. ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપની Ola સામે ગુણવત્તા અને વેચાણ પછીની સેવા સંબંધિત 10,000થી વધુ ફરિયાદો એક વર્ષમાં મળી હતી. આ ફરિયાદોનું નિરાકરણ ન આવ્યા બાદ, CCPAએ ઓલા ઈલેક્ટ્રીક સામે કાર્યવાહી શરૂ કરી અને 7 ઓક્ટોબરે કારણ બતાવો નોટિસ જારી કરી. CCPAએ નોટિસનો જવાબ આપવા માટે Ola ઇલેક્ટ્રિકને 15 દિવસનો સમય આપ્યો છે.

NCH​​ને એક વર્ષમાં 10,000થી વધુ ફરિયાદો મળી

નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન (NCH)ને છેલ્લા એક વર્ષમાં Ola ઈલેક્ટ્રીક સામે 10,000થી વધુ ફરિયાદો મળી હતી. આ ફરિયાદો કંપનીના હાઈકમાન્ડને નિરાકરણ માટે મોકલવામાં આવી હતી, પરંતુ કંપનીએ આ ફરિયાદોના નિરાકરણમાં જે રસ દાખવવો જોઈતો હતો તે દર્શાવ્યો નથી.

આ પણ જૂઓ: રિલાયન્સના શેરધારકોને મળી શકે છે બોનસ શેરની ભેટ, જાણો ક્યારે થશે જાહેરાત

Back to top button