2 ઓગસ્ટે આવી રહ્યો છે ઓલા ઈલેક્ટ્રિકનો આઈપીઓ, જાણો વધુ વિગત
- ઓલા ઈલેક્ટ્રિક સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના વિસ્તરણ માટે IPOમાંથી એકત્ર કરાયેલા ભંડોળમાંથી રૂ. 1,227 કરોડનો ઉપયોગ કરશે
HD ન્યૂઝ ડેસ્ક, 29 જુલાઈ: સ્થાનિક ઈલેક્ટ્રિક વાહન કંપની ઓલાનો રૂ. 6,145.96 કરોડનો IPO સામાન્ય રોકાણકારો માટે 2 ઓગસ્ટે ખુલવા જઈ રહ્યો છે. આ IPO માટે 6 ઓગસ્ટ સુધી બિડ કરી શકાશે. તેની પ્રાઇસ બેન્ડ 72 થી 76 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આ IPOનો 10 ટકા રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યો છે. ઓલાના પબ્લિક ઇશ્યૂનું કદ રૂ. 6,145.96 કરોડ હશે. આ હિસાબે કંપનીનું માર્કેટ કેપ 33,500 કરોડ રૂપિયાની આસપાસ રહેશે.
તાજા ઇશ્યૂનું કદ રૂ. 5,500 કરોડનું હશે
IPOમાં 84.94 મિલિયન શેરના વેચાણની ઓફર પણ હશે, જેનું મૂલ્ય આશરે રૂ. 646 કરોડ (ઉચ્ચ બેન્ડની કિંમત પ્રમાણે) હશે. તે જ સમયે, તાજા ઇશ્યૂનું કદ 5,500 કરોડ રૂપિયા હશે. OFS માં 3.79 કરોડ અને 41.79 લાખ શેર અનુક્રમે ઓલા ઇલેક્ટ્રિકના પ્રમોટર ભાવેશ અગ્રવાલ અને ઇન્સાદ ટ્રસ્ટ દ્વારા વેચવામાં આવશે. આ ઉપરાંત, SVF II Ostrich (DE) LLC, Alpha Wave Ventures II LP, Alpine Opportunities Fund VI LP, Internet Fund III PTE, Matrix Partners India Investments III LLC અને Aashna Advisors LLP પણ OFS માં ભાગ લેશે.
IPO ના પૈસા ક્યાં વાપરવામાં આવશે?
ઓલા ઈલેક્ટ્રિક સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના વિસ્તરણ માટે IPOમાંથી એકત્ર કરાયેલા ભંડોળમાંથી રૂ. 1,227 કરોડનો ઉપયોગ કરશે. આ સિવાય આઈપીઓમાંથી ઉભી થયેલી રકમનો ઉપયોગ પ્રોડક્ટ ડેવલપમેન્ટ, બિઝનેસ વિસ્તરણ અને સંશોધન માટે પણ કરવામાં આવશે. Ola ઇલેક્ટ્રિકે FY24માં રૂ. 1,584 કરોડની ખોટ નોંધાવી હતી, જે FY23માં રૂ. 1,472 કરોડ હતી. નાણાકીય વર્ષ 24માં કંપનીની આવકમાં 90 ટકાનો ઉછાળો આવ્યો હતો અને તે વધીને રૂ. 5,009.9 કરોડ થયો હતો, જે નાણાકીય વર્ષ 23માં રૂ. 2,630.0 કરોડ હતો.
આ પણ વાંચો: ઓગસ્ટથી થઈ રહ્યા છે આ 5 મોટા ફેરફારો, દરેક ઘર અને દરેક ખિસ્સા પર દેખાશે અસર