દિવસે ઓલા બાઇકનો ડ્રાઈવર, રાત્રે મહિલાઓનો લૂંટારોઃ જાણો આ બહુરૂપિયાની કરતૂત વિશે
- ઉત્તર પ્રદેશની નોઈડા પોલીસે ગુરૂવાર અને શુક્રવારની રાત્રે અલગ-અલગ લૂંટની ઘટનાઓમાં વોન્ટેડ એવા બે દુષ્ટ ગુનેગારોની કરી ધરપકડ
નોઈડા, 31 મે: ઉત્તર પ્રદેશના નોઈડામાં સેક્ટર-49ની પોલીસે ગુરુવાર-શુક્રવારની રાત્રે એક ગુનેગારની ધરપકડ કરી છે. તેની પાસેથી લૂંટનો સામાન પણ મળી આવ્યો છે. અહેવાલ અનુસાર પ્રમોદ નામનો આ વ્યક્તિ દિવસ દરમિયાન ઓલા બાઇક ચલાવતો હતો અને રાત્રે મહિલાઓને લૂંટતો હતો. પોલીસ સ્ટેશન સેક્ટર-49 એક મહિલા સાથે પર્સની લૂંટની ઘટનાની તપાસ કરી રહી હતી ત્યારે તેમને માહિતી મળી હતી કે લૂંટારૂઓ છીનવેલી બેગ સાથે ઓલા બાઇક પર સેક્ટર-51 નોઇડાથી સેક્ટર-76 મેટ્રો સ્ટેશન સર્વિસ રોડ પર જઈ રહ્યા છે.
ગુનેગાર પ્રમોદે પોલીસ પર કર્યો ગોળીબાર
પોલીસે શંકાસ્પદ ઓલા બાઇક સવારને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તે પોતાનું બાઇક સર્વિસ રોડ પર છોડીને ભાગવા લાગ્યો હતો. તેણે પોલીસ પાર્ટી પર પણ ગોળીબાર કર્યો હતો. પોલીસે પણ સામે ગોળી ચલાવી હતી જેમાં ગુનેગાર પ્રમોદને પગમાં ગોળી વાગી હતી. ત્યાર બાદ તેની ધરપકડ કરીને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. પોલીસે આરોપીના કબજામાંથી બ્રાઉન લેધરની લેડીઝ બેગ મળી આવી છે, જેમાં એક નાનું લેડીઝ પર્સ, કાર્ડ (ડેબિટ કાર્ડ, મેટ્રો કાર્ડ, પાન કાર્ડ, આધાર કાર્ડ), એક ડાયરી, ડેલ કંપનીનું લેપટોપ અને આઈફોન મળી આવ્યા છે.
थाना सेक्टर-49 नोएडा पुलिस व लूट/चोरी करने वाले बदमाश के बीच हुई मुठभेड़ में बदमाश के पैर में लगी गोली, घायल व गिरफ्तार, कब्जे से चोरी की मोटरसाइकिल, लूट का पर्स, 01 लैपटॉप मय चार्जर, 01 आई फोन व अवैध हथियार बरामद।
उक्त संबंध में अपर पुलिस उपायुक्त नोएडा द्वारा दी गई बाइट ! https://t.co/5JufOuV0qd pic.twitter.com/097am4IadS
— POLICE COMMISSIONERATE GAUTAM BUDDH NAGAR (@noidapolice) May 31, 2024
પ્રમોદ દિવસે ઓલા બાઇક ચલાવતો અને રાત્રે મહિલાઓને લૂંટતો
પોલીસે પ્રમોદ પાસેથી એક પિસ્તોલ, એક ખાલી કારતૂસ અને એક ચોરેલી મોટરસાયકલ પણ કબજે કરી છે. તેની સામે અડધો ડઝન જેટલા કેસ છે અને તેના અન્ય ગુનાહિત ઈતિહાસની માહિતી મેળવવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું છે કે આરોપી પ્રમોદ એક દુષ્ટ ગુનેગાર છે. તે દિવસે ઓલામાં બાઇક ચલાવવાનું કામ કરતો હતો અને પછી રાત્રે મહિલાઓને લૂંટતો હતો. તેની સામે નોઈડાના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં લૂંટ અને સ્નેચિંગના અડધા ડઝનથી વધુ કેસ નોંધાયેલા છે.
પોલીસે પાપી બદમાશની કરી ધરપકડ
અન્ય એક સમાચારમાં નોઈડામાં પોલીસ અને ગુનેગાર વચ્ચે ગુરૂવાર-શુક્રવારની રાત્રે ભાગદોડમાં વધુ એક ગુનેગારને ઈજાગ્રસ્ત હાલતમાં પકડવામાં આવ્યો છે. બદમાશ પાસેથી એક ચોરી કરેલું સ્કૂટર, ગેરકાયદેસર હથિયાર અને બે મોબાઈલ ફોન મળી આવ્યા છે. તેની સામે જુદા જુદા પોલીસ સ્ટેશનમાં લૂંટ/ચોરીના 8 કેસ નોંધાયેલા છે. પોલીસે જણાવ્યું કે ગુરુવારે મોડી રાત્રે, પોલીસ સ્ટેશન ફેઝ-1 ચિલ્લા બોર્ડર પર ચેકિંગ કરી રહી હતી ત્યારે સામેથી એક વ્યક્તિ એક્ટિવા સ્કૂટી પર આવતો દેખાયો. જ્યારે પોલીસે તેને રોક્યો તો તે દોડવા લાગ્યો અને શનિ મંદિર તરફ જતા રસ્તા પર ઝડપથી વળ્યો, જેના કારણે તેનું સ્કૂટર લપસી ગયું અને તે પછડાયો.
थाना फेस-1 नोएडा पुलिस व लूट/चोरी करने वाले बदमाश के बीच हुई मुठभेड़ में बदमाश के पैर में लगी गोली, घायल व गिरफ्तार, कब्जे से चोरी की स्कूटी, 02 मोबाइल फोन व अवैध हथियार बरामद।
उक्त संबंध में अपर पुलिस उपायुक्त नोएडा द्वारा दी गई बाइट ! https://t.co/3hJYVQ8t69 pic.twitter.com/ybqQQnGp97
— POLICE COMMISSIONERATE GAUTAM BUDDH NAGAR (@noidapolice) May 31, 2024
ઘાયલ ગુનેગારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો
અહેવાલો અનુસાર, પડ્યા પછી તેણે પોલીસ પર ગોળીબાર કર્યો. પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી હતી જેમાં શાલીમાર ગાર્ડનમાં રહેતા ગુનેગાર રાજા ઉર્ફે તાલિબને પગમાં ગોળી વાગી હતી. તાલિબને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપીના કબજામાંથી એક પિસ્તોલ, એક કારતૂસ, એક શેલ અને દિલ્હીથી ચોરેલી એક એક્ટિવા સ્કૂટી અને બે મોબાઈલ ફોન મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું કે અત્યાર સુધીની માહિતી મુજબ બદમાશ સામે 8 કેસ નોંધાયેલા છે. તેના અન્ય ગુનાહિત ઈતિહાસની માહિતી મેળવવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ચાલુ ટ્રેનમાંથી બાળકે મુસાફરનો મોબાઈલ ખેંચી લીધો, વીડિયો જોઈને તમે ચોંકી જશો