અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

દરિયામાં ભારે પવન હોવાથી ઓખા-દ્વારકા રો-રો ફેરી સર્વિસ બંધ કરાઈ, યાત્રિકોની સુરક્ષાને લઈ નિર્ણય

Text To Speech

અમદાવાદઃ (Gujarat)ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને પગલે દરિયાકાંઠે ભારે પવન શરૂ થતાં ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી રોરો- ફેરી સર્વિસને યાત્રિઓની સલામતિ માટે બંધ કરવામાં આવી છે.(Rain Forecast) હવામાન વિભાગે આજે રાજ્યના અમુક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે. (Heavy wind)દરિયાકાંઠે ભારે પવન શરૂ થતાં GMBએ દ્વારા આ નિર્ણય લેવાયો છે. (okha Dwarka ro ro ferry) વાતાવરણ સામાન્ય થતાં ફરીવાર બોટ સર્વિસ શરૂ કરવામાં આવશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને બોટાદમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે. રવિવારની વાત કરીએ તો દાહોદ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. સાથે અન્ય કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડશે. જ્યારે આગામી સોમવારે ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગરહવેલીમાં હળવા વરસાદની શક્યતાઓ છે.

માર્કેટયાર્ડમાં માવઠાને લઈને સાવચેતીની તૈયારીઓ
રાજ્યના માર્કેટયાર્ડમાં માવઠાને લઈને સાવચેતીની તૈયારીઓ કરી લેવામાં આવી છે. મહેસાણાની ઊંઝા APMCમાં ખુલ્લામાં પડેલો માલ ઢાંકી દેવાયો છે. ડીસા APMCમાં પણ ખુલ્લામાં અનાજની બોરીઓ પડી છે જે પલળવાની ભીતિ છે. સુરતની જિન મંડળીને વરસાદને કારણે બંધ કરી દેવાઈ છે.રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં માવઠાની અગાહીને પગલે ડુંગળી, ધાણા અને લસણ સહિતની જણસીની આવક બંધ કરવામાં આવી છે.બેડી માર્કેટયાર્ડ પણ સતર્ક બન્યું છે અને યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસને નુકસાન ન થાય તે રીતે કામગીરી હાથ ધરાઈ છે. રાજ્યના કૃષિપ્રધાને પણ ખેડૂતોને ચિંતા ન કરવા અપીલ કરી છે.

આ પણ વાંચોઃ ગુજરાતના આ શહેરોમાં આજે છે કમોસમી વરસાદની આગાહી

Back to top button